કોરોના ગુજરાત : આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી 31 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 617 થયા, 24 કલાકમાં 1996 ટેસ્ટ કરાયા

0
8
  • રાજ્યમાં રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન પ્રમાણે છૂટછાટ મળી શકે છે
  • ભાવનગરના શિહોરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો
  • લોકડાઉનના 20 દિવસમાં 3426 કેસમાં 8791 લોકો પકડાયા 
  • વિવિધ ગુનામાં સૌથી વઘુ કેસ જાહેરનામા ભંગના, સંખ્યાબંધ વાહનો જપ્ત કરાયા

અમદાવાદ. એક તરફ રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લા કોરોનાના ભરડામાં આવી ગયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 617 પોઝિટિવ કેસ નોંધાયા છે.  કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 9 સુરતમાં , 2 મહેસાણામાં તેમજ ભાવનગર, ગાંધીનગર અને દાહોદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી  79 પોઝિટિવ અને 1917 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.

ગુજરાત અપડેટ

રાજકોટમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

રાજકોટની લેબમાં ત્રણ જિલ્લાના મળી એક હજારથી વધુ સેમ્પલનું પરીક્ષણ

રાજ્યમાં 617 પોઝિટિવ કેસ, 26 મોત અને 55 ડિસ્ચાર્જ

જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 351 13 12
વડોદરા 108 03 07
સુરત 42 04 07
ભાવનગર 24 02 05
રાજકોટ 18 00 08
ગાંધીનગર 16 01 08
પાટણ 14 01 04
ભરૂચ 11 00 00
આણંદ 09 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 04 00 00
બનાસકાંઠા 02 00 00
પંચમહાલ 02 01 00
મોરબી 01 00 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 02 00 00
કુલ  617 26 55

 

લોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા

રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે.

શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં

લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here