આજે વીરચંદ રાઘવજી ગાંધીની 157મી જન્મ જયંતી ઊજવાશે, તેઓ અમેરિકા જનારા પહેલા ગુજરાતી જૈન હતા

0
0

રાષ્ટ્રગૌરવ તથા પ્રથમ વિશ્વ ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનારા વીરચંદ રાઘવજી ગાંધીનો આજે મંગળવારે 157મો જન્મદિવસ છે. દર વર્ષે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ વિવિધ કાર્યક્રમો યોજી તેમની જન્મતિથિની ઉજવણી કરે છે.

મંગળવારે સવારે 8.30 વાગ્યે નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે આવેલા વીરચંદ રાઘવજી ગાંધી ચોકમાં તેમની તકતીને ફૂલહાર કરાશે. યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે, વીરચંદ રાઘવજી ગાંધીનું 1901માં 7મી ઓગસ્ટે 37 વર્ષની વયે દેહાવસાન થયું હતું. આ મહાન જૈન વિભૂતિને સમગ્ર દેશ જાણે અને તેમના વિચારોથી પ્રેરણા લે તે હેતુથી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘની 500થી વધુ શાખામાં દર વર્ષે 25 ઓગસ્ટે તેમની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કરેલા 535 જેટલા વ્યાખ્યાનોને લીધે હજારો લોકોએ માંસાહાર અને વ્યસનનો ત્યાગ કર્યો હતો.

અમેરિકા જનારા પહેલા ગુજરાતી જૈન હતા

શિકાગોમાં વર્ષ 1893માં 11 સપ્ટેમ્બરે યોજાયેલી વિશ્વ ધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આચાર્ય વિજયાનંદસૂરિશ્વરજી મ.સા.ને આમંત્રણ મોકલાયું હતું, પરંતુ જૈન સાધુ ભગવંતો જહાજ કે વિમાન દ્વારા યાત્રા કરતા ન હોવાથી તેમણે છ મહિના સુધી વીરચંદ ગાંધીને જૈન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરાવ્યા બાદ મોકલ્યા હતા. આમ વીરચંદ રાઘવજી ગાંધીએ વિશ્વ ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વીરચંદ રાઘવજી ગાંધી દેશમાંથી અમેરિકા જનારા પહેલા ગુજરાતી જૈન હતા. તેમણે આ પરિષદમાં જૈન ધર્મની યશોગાથા તથા જાણકારી સમગ્ર વિશ્વને આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here