આજનું રાશિફળ

0
14

મેષ

પોઝિટિવઃ– લોકોની ચિંતા ન કરીને તમારી યોગ્યતા પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમને કોઇ સફળતા પ્રાપ્ત થશે. સામાજિક સીમા વધશે તથા અટવાયેલું પેમેન્ટ આવવાથી રાહત અનુભવ થશે.

નેગેટિવઃ– ક્યારેક ઈગો અને અતિ આત્મવિશ્વાસ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. એટલે તમારા મનને સંયમિત કરીને રાખવું જરૂરી છે. કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં જો મુશ્કેલી આવી રહી હોય તો ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ– મોટાભાગના કામ નિર્વિઘ્ન પૂર્ણ થઇ જશે.

લવઃ– ઘરનું વાતાવરણ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃસાંધામાં દુખાવો રહી શકે છે.

 

વૃષભ

પોઝિટિવઃ– છેલ્લા થોડા સમયથી નજીકના સંબંધોની વચ્ચે જે વિવાદો ચાલી રહ્યા હતા, આજે એ કોઇની મધ્યસ્થતા સાથે ઉકેલાઇ જશે. ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે અને તમે વધારે શાંતિ અને તણાવમુક્ત અનુભવ કરશો.

પોઝિટિવઃ– થોડા વિશેષ કાર્યને લગતી યોજના આજે શરૂ થશે. ઘરની દેખરેખને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે. અન્યના દુઃખ અને તકલીફમાં તેમની મદદ કરવી.

નેગેટિવઃ– ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું કેમ કે, અચાનજ કોઇ ખર્ચ આવવાની સંભાવના છે. તમારા વ્યક્તિગત જીવન સાથે જોડાયેલાં નિર્ણય જાતે જ લો. જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાની કોશિશ કરી રહ્યા છો તો આજે ટાળો.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી હોવી જરૂરી છે. કર્મચારીઓ ઉપર વધારે વિશ્વાસ કરવો યોગ્ય રહેશે નહીં.

લવઃજીવનસાથીના સ્વાસ્થ્યને લગતી બીમારીમાં તેમનો સહયોગ કરો.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે ગેસ અને કબજિયાતની સમસ્યા રહેશે.

 

મિથુન

પોઝિટિવઃ– આજે તમે તમારા કાર્યને જેટલી વધારે મહેનતથી કરશો, તેટલું જ યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાની કોઇ દુવિધાને દૂર થવાથી રાહત અનુભવ કરશે. ભવિષ્યને લગતાં નિર્ણયો લેવા માટે તેમની અંદર આત્મવિશ્વાસ અને હિંમત વધશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધને લઇને તમારી અંદર શંકા અને વહેમ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે અને તેના કારણે સંબંધ પણ ખરાબ થઇ શકે છે. નકારાત્મક વાતોને તમારા દિમાગમાંથી દૂર કરો.

વ્યવસાયઃકારોબારના વિસ્તારને લગતી યોજના બનશે.

લવઃ– વધારે વ્યસ્ત રહેવા છતાં તમે પરિવાર માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક વિચારોના કારણે તણાવ રહેશે.

 

કર્ક

પોઝિટિવઃપરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. માત્ર કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવાની જરૂરિયાત છે. ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારી આસ્થા વધશે.

નેગેટિવઃ– આ સમયે વ્યક્તિગત જીવન સાથે જોડાયેલાં કાર્યમાં રિસ્ક ન લો. કેમ કે, મોટું નુકસાન થવાની સંભાવના છે. ઘરના વડીલોના માન-સન્માનમાં કોઇપણ પ્રકારની ખોટ આવવા દેશો નહીં.

વ્યવસાયઃ– આજે માર્કેટિંગને લગતાં બધા જ કામ ટાળો કોઇ ફાયદો થશે નહીં.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાક હાવી રહી શકે છે.

 

સિંહ

પોઝિટિવઃ– સંતોષજનક સમય ચાલી રહ્યો છે. ઉતાવળની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારી કાર્યક્ષમતા અને યોગ્ય ઉપર વિશ્વાસ રાખો. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત શ્રેષ્ઠ સાબિત થશે.

નેગેટિવઃ– એવું પણ ધ્યાન રાખો કે વધારે વિચાર કરવામાં થોડા પરિણામ હાથમાંથી સરકી શકે છે. સ્વભાવમાં ઘમંડ અને અતિ આત્મવિશ્વાસ જેવી નકારાત્મક પરિસ્થિતિઓ આવવા દેશો નહીં.

વ્યવસાયઃ– આવકના સાધનોમાં ઘટાડો આવી શકે છે.

લવઃ– તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સહયોગ તમારા માટે સંજીવનીનું કામ કરશે.

સ્વાસ્થ્યઃપાચનપ્રણાલી નબળી પડી શકે છે.

 

કન્યા

પોઝિટિવઃ– આજે ઘરને યોગ્ય જાળવી રાખવામાં તમારો વિશેષ રસ રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બનશે. તમારા નિર્ણયને જ સર્વોપરિ રાખો. તમારા ગુસ્સા અને અહંકાર જેવી નકારાત્મક ખામીઓમાં સુધાર લાવવો પણ જરૂરી છે.

વ્યવસાયઃ– આજે તમારી બેદરકારીના કારણે કાર્યક્ષેત્રમાં કામ ખરાબ થઇ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– કાર્યક્ષમતા અને ઊર્જામાં ઘટાડો આવી શકે છે.

 

તુલા

પોઝિટિવઃ– આજે દૃઢ નિર્ણય લઇને તમે તમારા દરેક કામમાં ધ્યાન આપશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારી સફળતા લઇને આવી રહ્યો છે. આજે રચનાત્મક તથા મન પ્રમાણે ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ– આજની ગ્રહ સ્થિતિ થોડી એવી છે કે અન્યની સલાહ ઉપર કામ કરવાની જગ્યાએ પોતાના ઉપર વિશ્વાસ રાખો. દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે. ક્યારેય ગુસ્સો કે વાણીમાં કડવાશના કારણે બનતાં કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે તાલમેલ જળવાયેલો રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા રહી શકે છે.

સ્વાસ્થ્યઃછાતિમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

 

વૃશ્ચિક

પોઝિટિવઃ– છેલ્લાં થોડા દિવસોથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી સુકૂન મેળવવા માટે રસના કાર્યોમાં તમારો સમય પસાર કરો. આજે તમારું કોઇ અટવાયેલું પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવાની સંભાવના છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. આજે બેદરકારીમાં આવીને કોઇપણ નિયમનું ઉલ્લંઘન ન કરો, નહીંતર કોઇ કાનૂની કેસમાં ફસાઇ શકો છો.

વ્યવસાયઃકાર્યક્ષેત્રમાં વિશ્વાસપાત્ર પાર્ટીઓ તરફથી નવા ઓર્ડર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સંબંધ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવના કારણે હોર્મોનને લગતી સમસ્યા રહેશે

 

ધન

પોઝિટિવઃ– આજે દિનચર્યામાં થોડો ફેરફાર આવશે. તેનો સ્વીકાર કરો. આ ફેરફાર તમારા માટે પોઝિટિવ રહેશે. મહિલાઓ માટે આજનો દિવસ વિશેષ રીતે શુભ રહેશે. તમારી ક્ષમતાઓ અને પ્રતિભાઓ તમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઇ વિતેલી નકારાત્મક વાત તમારો આજનો દિવસ ખરાબ કરી શકે છે. વર્તમાન પરિસ્થિતિઓ ઉપર તમારી ઊર્જા લગાવો. કોઇપણ પ્રકારની ઉધારી ન રાખશો.

વ્યવસાયઃ– તમારી ફાઇલ અને પેપર્સને સાચવીને રાખો.

લવઃ– પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ– પગમાં સોજા અને દુખાવાની સમસ્યા રહેશે.

 

મકર

પોઝિટિવઃ– તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા માટે પ્રતિષ્ઠાવર્ધક રહેશે. કોઇ સમારોહમાં જવાનું આમંત્રણ મળી શકે છે. કોઇ અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કામ પણ કોઇ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– કોઇ પ્રકારના પેમેન્ટની લેવડ-દેવડમાં સાવધાની જાળવો અને અન્ય લોકોની વાતોમાં આવશો નહીં. બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિ કે સંગતના કારણે પરેશાની વધી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય સારો રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

 

કુંભ

પોઝિટિવઃ– રાજનૈતિક અને સામાજિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. આ રાજનૈતિક સંપર્ક તમારા માટે થોડા અવસર લાવશે. ઘરમાં પણ સંબંધીઓનું આગમન થશે. સંપત્તિને લગતાં કોઇ મુદ્દે વિચાર થશે.

નેગેટિવઃ– તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે ન કરો. ધ્યાન રાખો કે જે યોજનાઓ ઉજાગર થશે, તેને પૂર્ણ કરવી મુશ્કેલ રહેશે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ બેદરકારીના કારણે અભ્યાસમાં કોઇ સમજોતો ન કરે.

વ્યવસાયઃકાર્યક્ષેત્રમાં તમારી સમજણ અને વિવેક દ્વારા સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

લવઃલગ્નજીવનમાં નાની-નાની વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે કોઇ પ્રકારની એલર્જી કે પેટ ખરાબ થવાની સમસ્યા રહેશે.

 

મીન

પોઝિટિવઃસંબંધીઓમાં કોઇ લગ્નને લગતા સમારોહમાં લોકો સાથે મુલાકાત સુખ પ્રદાન કરશે. અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં તમને થોડી પોઝિટિવ વાતો શીખવા મળશે.

નેગેટિવઃ– આ સમયે ઘરનું વાતાવરણ ખૂબ જ અનુશાસિત અને સંયમિત જાળવી રાખવું જરૂરી છે. તમારા કામને ઘરના અન્ય સભ્યો સાથે વહેંચો. તેનાથી તમે તમારા કામને ખૂબ જ વધારે સરળતાથી પૂર્ણ કરી શકશો.

વ્યવસાયઃ– આજે મોટાભાગના કામ ફોન કે સંપર્કો દ્વારા પૂર્ણ થઇ જશે.

લવઃ– પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– વ્યવસાયિક તણાવના કારણે માથાના દુખાવાની સમસ્યા રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here