Home રાશિફળ આજનું રાશિફળ : ધન સહિત 5 રાશિએ તબિયત સાચવવી, શુભ સમાચાર પણ...

આજનું રાશિફળ : ધન સહિત 5 રાશિએ તબિયત સાચવવી, શુભ સમાચાર પણ મળી શકે છે

0
9

મેષઃ

પોઝિટિવઃ– આજનો દિવસ મન પ્રમાણે રસનાં કાર્યોમાં પસાર થશે. જેમાં તમે પોતાને ફરી ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતાં કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ છૂટી પણ શકે છે. એટલે બેદરકારી ન કરો તથા તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવવી જરૂરી છે. કોઇપણ મોટું રોકાણ કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં દરેક કાર્યમાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– માનસિક અને શારીરિક થાક રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે તમને કોઇ ખાસ સફળતા પ્રાપ્ત થવાની છે. લોકોની ચિંતા ન કરીને તમે તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્મિક સુખ મળશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં જવાનું આમંત્રણ પણ મળશે.

નેગેટિવઃ– આજે પ્રોપર્ટી કે વાહનને લગતાં કોઇ કાર્યને ટાળો. કેમ કે, આ સમયે ગ્રહ ગોચર આ કાર્યો માટે પક્ષમાં નથી. કોઇપણ મુશ્કેલ સમયમાં મનને સંયમિત રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે લગભગ મોટાભાગના કામ વિઘ્ન વિના પૂર્ણ થઇ જશે.

લવઃ– ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારું રૂટિન ચેકઅપ કરાવતાં રહેવું.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– ઘરમાં કોઇ કુંવારા સભ્યના લગ્ન માટે સારો સંબંધ આવવાની શક્યતા છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક અને સન્માનજનક રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહી છે.

નેગેટિવઃ– આજે ખર્ચ વધારે રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, નહીંતર તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. ક્યારેક તમારો અહંકાર અને ગુસ્સાવાળો સ્વભાવ પરિસ્થિતિને દૂષિત કરી શકે છે.

વ્યવસાયઃ– તમે તમારી યોગ્યતા અને આવડત દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં થોડા ફેરફાર લાવવાની કોશિશ કરશો.

લવઃ– વ્યસ્તતાના કારણે જીવનસાથીનો પરિવાર પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને સફળ કરવા માટે યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ ઉપર કામ કરો, તમને ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો સમય પસાર થશે.

નેગેટિવઃ– આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરો. મિત્રો સાથે ખોટું હરવા-ફરવામાં તમારો સમય નષ્ટ ન કરો. અચાનક જ ખર્ચ વધી શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– કોઇ પ્રભાવશાળી તથા અનુભવી વ્યક્તિના સહયોગથી તમારા કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી બનશે.

લવઃ– જીવનસાથીની સલાહ લેવી તમારા કાર્યોમાં લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લગતી પરેશાનીને ઇગ્નોર ન કરો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે કોઇ શુભ સમાચાર મળવાથી તમારી અંદર વિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. રાજકીય સંપર્ક પણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઇ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતી યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ– પરિવારના કોઇ સભ્યના લગ્નજીવનમાં તણાવ ઊભો થવાની ચિંતા રહેશે. બહારના વ્યક્તિઓનો તમારા ઘરમાં કોઇ દખલ ન કરે તેનું ધ્યાન રાખો. શાંતિથી તેમનું માર્ગદર્શન કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજના કારણે તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો ફરી થઇ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે પરિસ્થિતિઓ સામાન્ય છે. તમારા કોઇ સારા કામના કારણે તમારી યોગ્યતા અને આવડતની ઘર અને સમાજમાં પ્રશંસા થશે. વિદ્યાર્થી વર્ગને કોઇ પ્રોજેક્ટ પ્રત્યે મહેનતનું યોગ્ય પરિણામ મળશે.

નેગેટિવઃ– નાણાંકીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતી સમયે કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે, એટલે સાવધાની રાખવી જરૂરી છે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. સંબંધોમાં ફરી મધુરતા આવશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગને લગતા કાર્યોમાં વધારે સાવધાની જાળવવી જરૂરી છે.

લવઃ– કામકાજના કારણે તમે તમારા લગ્નજીવનમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– અસંતુલિત આહારના કારણે ગળું ખરાબ થઇ શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– અન્ય લોકોની મદદ લેવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર વધારે વિશ્વાસ રાખો. તમારા માટે લાભદાયક અને સુખમય સ્થિતિઓ બની શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી જળવાયેલી રહેશે. મિત્રો સાથે પણ મેલ-મિલાપ રહેશે.

નેગેટિવઃ– કામ વધારે હોવાની અસર તમને શારીરિક અને માનસિક રૂપથી થકવી શકે છે. એટલે તમારા કામમાં વિશ્વાસનીય લોકોની પણ સલાહ લો. બાળકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ– ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– કામની સાથે-સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. થોડી સાવધાની અને આત્મવિશ્વાસ દ્વારા મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થતાં જશે. યુવા વર્ગને પણ કોઇ પ્રકારની સફળતા પ્રાપ્ત થવાથી મનમાં સુકૂન રહેશે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારની વાતચીત કે વ્યવહાર કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. અભદ્ર ભાષાના કારણે સંબંધ ખરાબ થઇ શકે છે. પ્રોપર્ટીને લગતા કોઇપણ કામને આજે ટાળવા યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– જોખમી કાર્યોમાં રસ ન લેશો.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે નાણાકીય સ્થિતિમાં સુધાર આવશે. કોઇ સંબંધમાં નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે. સમય થોડો મિશ્રિત પ્રભાવ લઇને આવી રહ્યો છે, પરંતુ તેને યોગ્ય બનાવવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ– કોઇ પારિવારિક વિવાદને લઇને ભાઇ-બહેનો સાથે વિવાદ થઇ શકે છે. કોઇપણ અનિર્ણયની સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ અવશ્ય લેવી. ખોટા ખર્ચાથી દૂર રહેવું તથા બજેટ બનાવીને ચાલવું.

વ્યવસાયઃ– વ્યવસાયમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓમાં સુધારની સંભાવના નથી.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇ પ્રકારના ઇન્ફેક્શન અને ત્વચાને લગતી સમસ્યા વધી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે કોઇ ધાર્મિક સંસ્થા પ્રત્યે તમારો સેવાભાવ તથા સહયોગ કરવો તમને આત્મિક સુખ આપશે. વારસાગત પ્રોપર્ટીને લગતો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેનો સરળતાથી ઉકેલ આવે તેવી શક્યતા છે. પરિવાર સાથે શોપિંગના કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ– બહારના વ્યક્તિઓ કે મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયક રહી શકે છે. એટલે તમારા કામથી જ કામ રાખો તથા અન્ય સાથે વધારે ચર્ચા-વિચારણાં ન કરો. દેખાડાના કારણે ખોટા ખર્ચ પણ નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવું લાભદાયક રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને કોઇ બેદરકારી ન કરો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજનો દિવસ ઘરની સુખ-સુવિધાને લગતાં કાર્યો અને જરૂરિયાતને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પસાર થશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે.

નેગેટિવઃ– બાળકો ઇચ્છિત પરિણામ ન મળવાથી ચિંતામાં રહેશે. આ સમયે તમારે બાળકોનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. બપોર પછી પરિસ્થિતિ થોડી વિપરીત રહેશે. આ સમયે ધૈર્ય અને સંયમથી કામ કરવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ રહેશે.

લવઃ– લગ્ન સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ અનુભવ કરશો.

——————————–

મીનઃ-

પોઝિટિવઃ– આજે કોઇ વિશેષ કાર્ય યોગ્ય રીતે પૂર્ણ થવાથી મનમાં સુકૂન રહેશે. સમાજ સેવાને લગતા કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થશે. મેલજોલ વધારવામાં પણ થોડો સમય પસાર થશે. આ સંપર્ક તમારા માટે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ– કોઇ શુભ સમાચાર મળવાથી મનમાં નકારાત્મક વિચાર ઉત્પન્ન થશે. ચિંતા ન કરો જલ્દી જ તેના ઉપર તમે કાબૂ મેળવી લેશો. થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારા ઉપર કાબૂ પણ મેળવી શકે છે.

વ્યવસાયઃ– આજનો દિવસ બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે પસાર થશે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App