આજનું રાશિફળ : મેષ જાતકો કંઇક નવું કરવાની ઇચ્છા અને જોશમાં રહેશે, વિવાદોથી દૂર રહો

0
5

મેષઃ

પોઝિટિવઃ– આજે કંઇક નવું કરવાની ઇચ્છા અને જોશ રહેશે. કામ સિવાય તમે તમારા ઘર-પરિવાર માટે પણ સમય કાઢશો. કોઇ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. યુવાઓને કરિયરને લગતા કોઇ અવસર પ્રાપ્ત થવાથી તણાવથી રાહત મળશે.

નેગેટિવઃ– અકારણ જ કોઇ વિવાદમાં પડશો નહીં. આવું કરવાથી તમારી માનહાનિ પણ શક્ય છે. થોડી નવી જવાબદારી મળવાથી કામ વધી શકે છે. રોકાણ કરતા પહેલાં થોડી સાવધાની જાળવી લેવી

વ્યવસાયઃ– રાજનૈતિક અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક વ્યવસાયમાં નવા કરાર પ્રાપ્ત થશે.

લવઃ– પારિવારિક પરિસ્થિતિઓ સુખદ અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ડાઇજેશન સિસ્ટમ નબળી રહેવાના કારણે ગેસ અને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– તમે કોઇ વિશેષ કાર્યને પૂર્ણ કરવા માટે કોશિશ કરતાં રહેશો, ઘરના સભ્યોનો પણ પૂર્ણ સહયોગ મળશે. કોર્ટને લગતા કોઇ મામલાઓ અંગે વિજય મળવાની શક્યતા છે.

નેગેટિવઃ– અચાનક જ કોઇ ખર્ચ સામે આવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. કાકાના ભાઈ-બહેન સાથે સંબંધોમાં તિરાડ પડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળમાં કોઇ મુશ્કેલી આવવાથી કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ઉપયોગી રહેશે.

લવઃ– પ્રેમ સંબંધમાં ભાવનાત્મક સ્તર ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે થાક અને પગનો દુખાવો થઇ શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– પોઝિટિવિટી તથા સહયોગી વ્યવહારના કારણે ઘર તથા સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. કોઇ વિવાદિત મામલો કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. બાળકોને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ જવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ– ધનને લગતી લેવડ-દેવડમાં કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો તમારી પરેશાનીનું કારણ બની શકે છે. ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા પણ રહેશે.

વ્યવસાયઃ– રાજકીય કાર્યોમાં કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ તથા પ્રેમ પૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમે તમારી દિનચર્યા અને ખાનપાનને વ્યવસ્થિત રાખશો.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ થવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી તમે ફ્રેશ રહેશો. આ સમયે અનેક પ્રકારની લાભદાયક સ્થિતિ બની રહી છે.

નેગેટિવઃ– થોડી નકારાત્મક વાતો પણ સામે આવી શકે છે. સમજદારી અને શાંતિથી કામ લેવું. કોઇ વાત ઉપર વધારે અડગ રહેવાથી થોડા નિર્ણય ગુંચવાઇ શકે છે. એટલે અન્યની સલાહ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આ સમયે આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ– પારિવારિક મામલાઓને શાંતિથી ઉકેલો

સ્વાસ્થ્યઃ– મેડિટેશન તથા ધ્યાન જરૂર કરો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજનો દિવસ તમને અનેક રીતે સફળતા આપનાર રહેશે. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. જો જમીનને લગતા મામલે રૂપિયા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સમય અતિ અનુકૂળ છે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. જેનો પ્રભાવ ઘર-પરિવાર ઉપર પણ પડશે. જોકે, ધૈર્ય અને સંયમથી તમે પરિસ્થિતિને અનુકૂળ પણ બનાવી લેશો.

વ્યવસાયઃ– તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર વ્યવસાય માટે પોઝિટિવ રહેશે.

લવઃ– પ્રેમ સંબંધ વધારે ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ– શરદી, તાવ વગેરે થઇ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે તમે યોજનાબદ્ધ રીતે તમારી કાર્યપ્રણાલી બનાવશો અને સફળ પણ રહેશો. કોઇ સારા કામના કારણે તમને સમાનમાં માન-સન્માન મળી શકે છે. ઘરની સજાવટમાં ફેરફારને લગતો યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ– ઘરમાં સંબંધીઓ આવવાથી તમારા થોડા કાર્યોમાં વિઘ્ન આવશે તથા ખર્ચ પણ વધારે રહેશે. આ સમયે તમારા વ્યવહારને સહજ જાળવી રાખો તો સારું રહેશે. ગુસ્સા અને ચીડિયાપણાના કારણે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક બધા જ કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– નવી યોજનાઓ બનાવશો તથા નવા કાર્યક્રમ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી મહેનત તથા કોશિશનું સારું પરિણામ સામે આવશે. થોડા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ ઉકેલવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– તમારા ઈગો અને ગુસ્સા જેવી ખામીઓ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરો. કોઇપણ કાર્ય કરતા પહેલા તેના અંગે યોગ્ય તપાસ કરી લેવી. નકારાત્મક વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વ્યક્તિગત વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– જીવનસાથીનો ઘર-પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. કોઇ જગ્યાએથી કિંમતી ભેટની પ્રાપ્તિ થઇ શકે છે. તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. આ સમયે આત્મમંથન તથા આત્મ વિશ્લેષણનો છે.

નેગેટિવઃ– કોઇ વસ્તુના ખોવાઇ જવાથી કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. પોતાની વસ્તુને સાચવીને રાખો. ધનને લગતા મામલે કોઇ સંબંધ ખરાબ થઇ શકે છે. આ મામલાઓને આજે ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં નવા કરાર મળશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે.

લવઃ– જીવનસાથી સાથે ઘરની વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમારા ભાવી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય રીતે કામ કરવાની તમારી રીત સફળ થશે. બપોર પછી પરિસ્થિતિ અતિ અનુકૂળ છે. મિત્રો તથા સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરવો તમને સુખ આપી શકે છે.

નેગેટિવઃ– થોડા લોકો સ્વાર્થની ભાવના સાથે તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપો. વિના કારણે કોઇના કાર્યોમા દખલ આપશો નહીં.

વ્યવસાયઃ– નોકરી કે વ્યવસાયમાં કોઇ પ્રકારે પેપરને લઇને ગડબડી થઇ શકે છે.

લવઃ– પરિવાર તથા જીવનસાથી સાથે શોપિંગમા જવાનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– બાળકોની વ્યક્તિગત સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું અને તેમનું સમાધાન કરવું તેમના મનોબળને વધારશે. ધનના લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની શકે છે. તેનો પ્રભાવ તમારી આર્થિક સ્થિતિ ઉપર પડશે નહીં.

નેગેટિવઃ– દિવસની શરૂઆતમાં થોડો તણાવ રહી શકે છે. ભાઇો સાથે તમભેદ થવાની સંભાવના છે. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. જોકે, તમે તમારા મનોબળ દ્વારા પરિસ્થિતિઓને સાચવી લેશો.

વ્યવસાયઃ– તમે જે નવા કામને શરૂ કર્યું છે, તેમાં મહેનત પછી જ સફળતા મળશે. એટલે હિંમત રાખો.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે વાસી અને તળેલું ભોજન ન કરો.

——————————–

કુંભઃ-

પોઝિટિવઃ– ઘરમાં થોડી સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ખરીદદારી થશે. પાડોસીઓ તથા સંબંધીઓ સાથે સંબંધો ગાઢ બનશે. કોઇ જગ્યાએ રૂપિયા અટવાયેલાં છે તો તેની વસૂલી કરવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમને સાવધાન કરવામાં આવી રહ્યા છે કે કોઇ અજાણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે સાવધાન રહે.

વ્યવસાયઃ– આજે મોટાભાગનો સમય માર્કેટિંગને લગતા કાર્યોમાં પસાર થશે.

લવઃ– તમારી કોઇપણ ગતિવિધિમાં જીવનસાથીને સામેલ કરો.

સ્વાસ્થ્યઃ– આજે સ્વાસ્થ્યમાં થોડી નબળાઇ અને થાક અનુભવ થશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમે આજે હ્રદયની જગ્યાએ દિમાગતી કામ લેશો તો અનેક યોજનાઓ શરૂ થઇ શકશે. કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવાર માટે પણ સમય કાઢી લેશો. તમારી યોગ્યતાના વખાણ થશે.

નેગેટિવઃ– કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં ઠંડા દિમાગથી ચર્ચા-વિચારણાં કરો. કોઇ લક્ષ્ય તમારી આંખથી ઓઝલ થઇ શકે છે. યુવા વર્ગ મોજ-મસ્તીમાં આવીને પોતાના કરિયરને લગતી કોઇ સફળતાને ઇગ્નોર ન કરે.

વ્યવસાયઃ– કામકાજમાં તમે વ્યસ્ત રહી શકો છો.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here