આજનું રાશિફળ :મેષ જાતકોને ખર્ચની સ્થિતિ રહેશે, યુવાઓ પોતાની મહેનત પ્રમાણે અનુકૂળ પરિણામ પ્રાપ્ત કરશે

0
7

મેષઃ-

પોઝિટિવઃ– આજે અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા સરળતાથી પાછા આવી શકે છે એટલે કોશિશ કરતાં રહો. જોકે, તમે તમારી વાણી અને કાર્યક્ષમતા દ્વારા તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. યુવાઓને પોતાની મહેનત પ્રમાણે અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– રૂપિયા આવતાં જ ખર્ચની સ્થિતિ બની રહેશે. એટલે પોતાનું યોગ્ય બજેટ જાળવી રાખો. અન્યની વાતોમાં આવશો નહીં. તમારી સાથે દગાબાજી થઇ શકે છે. જમીનને લગતી ખરીદદારી કે વેચાણના કાર્યોને આજે ટાળી દો.

વ્યવસાયઃ– થોડી વિશ્વાસપાત્ર પાર્ટીઓ પાસેથી આજે તમને નવા પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ– કામ વધારે હોવા છતાંય પરિવાર સાથે સમય પસાર કરવાથી તમે ફ્રેશ રહેશો.

સ્વાસ્થ્યઃ– તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના બની શકે છે. કોઇ પારિવારિક સમસ્યા કે મહત્ત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણાંમાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. જીવનમાં થોડા ફેરફાર આવશે જે તમારા માટે ભાગ્યોદય કારક બની શકે છે.

નેગેટિવઃ– બાળકોની કોઇ અજાણી નકારાત્મક ગતિવિધિઓ તમને પરેશાન કરી શકે છે. તેમના ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ મિત્રતાનો વ્યવહાર રાખવાની કોશિશ કરો. આજે અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક રાખશો નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા કામને લગતી યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– રાજનૈતિક સંપર્ક તમારા માટે શુભ અવસર પ્રદાન કરશે. આજનો દિવસ મહિલાઓ માટે શુભ રહેશે. તમારી પ્રતિભા અને ક્ષમતા કોઇ નવી સફળતા પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઇ વિતેલી નકારાત્મક વાત તમારા વર્તમાન ઉપર ખરાબ અસર કરી શકે છે. એટલે વર્તમાન પરિસ્થિતિઓ ઉપર જ તમારી ઊર્જા લગાવો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. બેદરકારી ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં લોન, ટેક્સ વગેરેને લગતી ફાઇલોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખો.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવો અને સોજાની પરેશાની રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે અધ્યાત્મ તથા ધાર્મિક ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે. અનુભવી વ્યક્તિઓનો સાથ તમારી કાર્યક્ષમતા અને વ્યક્તિત્વને વધારે નિખારશે.

નેગેટિવઃ– તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે કરશો નહીં. થાક અને આળસના કારણે કોઇ મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે. સ્વભાવમાં નરમી જાળવી રાખો. ગુસ્સાના કારણે પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– આજે તમારા મોટાભાગના કામ ફોન અને સંપર્ક સૂત્રોના માધ્યમથી જ પૂર્ણ થઇ જશે.

લવઃ– લગ્નજીવનમાં નાની-મોટી વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ– અનિયમિત દિનચર્યાના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે મિત્રો અને સંબંધીઓ સાથે હળવા-મળવાનું અને મનોરંજનમાં વધારે સમય પસાર થશે તથા તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. આર્થિક દૃષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે સફળતાભર્યો રહી શકે છે. કોઇ નજીકની યાત્રા પણ થઇ શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખવું જરૂરી છે કે અન્યની સલાહની અપેક્ષાએ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ– મીડિયાને લગતા સંપર્કોનો વધારેમાં વધારે ઉપયોગ કરો

લવઃ– ઘરના સભ્યોમાં એકબીજાનો તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની તકલીફ રહી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– કોઇ પ્રિય મિત્રની પરેશાનીમાં સહયોગ કરવો તમને સુખ આપશે. અફવાહો ઉપર ધ્યાન ન આપો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. ચોક્કસ તમને કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ– જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાની કોશિશ કરી રહ્યા છો તો તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે. તમારા મન ઉપર સંયમ રાખો. ક્યારેક ઇગો અને ઘમંડ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ– આજે ધનને લગતી કોઇ મુશ્કેલી દૂર થવાથી પ્રોડક્શનમાં ફરી ગતિ આવશે.

લવઃ– અચાનક જ કોઇપણ મિત્ર સાથે મુલાકાત સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– કોઇ ધાર્મિક યાત્રાને લગતી પારિવારિક યોજના બનશે. બાળકોની કોઇ સફળતાથી સુકૂન અને રાહત મળશે. યુવા વર્ગ પણ કોઇ દુવિધા દૂર થવાથી રાહત અનુભવ કરશે અને ભવિષ્યને લગતા નિર્ણયોને લઇને તેમની અંદર હિંમત પણ આવશે.

નેગેટિવઃ– અન્ય વ્યક્તિની દખલના કારણે તમારી દિનચર્યા ખરાબ થઇ શકે છે. આજે બધા જ નિર્ણયો જાતે જ લેવા. કોઇ સાથે પણ વધારે વાતચીત કરતી સમયે તમારા વ્યવહારમાં કોમળતા જાળવી રાખો.

વ્યવસાયઃ– કારોબારી વિસ્તારને લગતો કોઇ પ્રસ્તાવ મળશે.

લવઃ– વધારે કામ હોવા છતાં તમે પરિવાર માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ– તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે બેદરકારી બિલકુલ ન જાળવો.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– કોઇપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવાથી પરિસ્થિતિ પહેલાંની જેમ તમારા પક્ષમાં રહેશે. આ સમયે તમે જેટલો પરિશ્રમ કરસો, તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. વિદ્યાર્થીઓને પણ તેમના અભ્યાસમાં આવી રહેલી કોઇ મુશ્કેલી દૂર થશે.

નેગેટિવઃ– કોઇ પારિવારિક સભ્યને લઇને જ તમારી અંદર શંકા કે વહેમ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. આ કારણે સંબંધોમાં ખટાસ આવી શકે છે. ઘરના વડીલોનું માન-સન્માન જાળવી રાખો. નકારાત્મક વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– આજે માર્કેટિંગને લગતા બધા કાર્યોને ટાળો.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહેશે.

સ્વાસ્થ્યઃ– જોખમી કાર્યોથી દૂર રહો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક અને સન્માનજનક રહેશે. તમારું વ્યક્તિત્વ પણ નિખરશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે થોડી નવી સફળતાનું નિર્માણ કરી રહ્યું છે. જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ– કોઇપણ અનૈતિક કાર્યમાં રસ ન લો. જેના કારણે તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ મોજ-મસ્તીના કારણે પોતાના લક્ષ્યથી ભટકી શકે છે.

વ્યવસાયઃ– આજે અચાનક જ કોઇ જૂની પાર્ટી સાથે સંપર્ક સ્થાપિત થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજના કારણે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ વગેરે પરેશાનીઓની તપાસ કરાવો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે તમારી સાથે થોડી એવી સુખદ ઘટના ઘટશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત રહી જશો. તમારી યોગ્યતાઓને ઓળખો. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે તથા એકબીજાને મળવાથી સુખમય વાતાવરણ ઊભું થશે.

નેગેટિવઃ– જમીનને લગતા કાર્યોમાં કાગળિયાઓ યોગ્ય રીતે તપાસી લો. કોર્ટ કેસને લગતા મામલે કોઇ શુભચિંતક સાથે ચર્ચા-વિચારણાં કરી લો. જોકે, થોડી સમજદારી અને સમજણથી કામ બની જશે.

વ્યવસાયઃ– કારોબારને લગતી ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓની સલાહને ધ્યાનમાં રાખો.

લવઃ– ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– પરિવારના કોઇ સભ્યની સારી સફળતા માટે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાતથી તમારી લોકપ્રિયતા વધશે તથા જનસંપર્કની સીમા પણ વિસ્તૃત થશે.

નેગેટિવઃ– રૂપિયા-પૈસાની લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. તમારી સાથે કોઇ દગાબાજી થઇ શકે છે. ઘરની કોઇ સમસ્યાને ઉકેલવામાં વિવેક અને સમજદારીથી કામ લો. કોઇપણ નિર્ણય લેવામાં વધારે સમય લગાવશો નહીં.

વ્યવસાયઃ– કાર્યસ્થળમાં લીધેલાં ઠોસ નિર્ણય સારા સાબિત થશે અને સફળતા પણ મળશે.

લવઃ– ઘરના મામલે દખલ ન કરો અને નાની-મોટી વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. તમે તમારા વિવેક અને સમજદારી દ્વારા મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો. કોઇ ધાર્મિક સ્થળમાં પણ તમને કોઇ ઉપાધિ મળવાની સંભાવના છે. પ્રોપર્ટીને લગતું કોઇ કામ બની શકે છે.

નેગેટિવઃ– તમારા નજીકના સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરો. તેનાથી તમારા સંબંધોમાં સુધાર આવશે. નકારાત્મક જૂની વાતોને હાવી થવા દેશો નહીં. અન્યના મામલાઓ ઉકેલવામાં તમારા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળમાં તમારા સહયોગીઓ સાથે કોઇપણ વાત અંગે વિવાદમાં પડવું યોગ્ય રહેશે નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના ભારથી માનસિક અને શારીરિક થાક રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here