Wednesday, September 29, 2021
Homeરાશિફળઆજનું રાશિફળ : ગુરુવારે હર્ષણ નામનો શુભ અને કાણ નામનો અશુભ યોગ...

આજનું રાશિફળ : ગુરુવારે હર્ષણ નામનો શુભ અને કાણ નામનો અશુભ યોગ મિથુન

મેષઃ

પોઝિટિવઃ– તમારો સંતુલિત વ્યવહાર શુભ-અશુભ બંને પક્ષમાં સારો તાલમેલ જાળવી રાખશે. ખરાબ વાતોને સહન કરી શકશો નહીં. રાજકીય મામલે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. કોઈ નજીકના મિત્રની સલાહ તમારા માટે ઉપયોગી રહેશે.

નેગેટિવઃ– ખરાબ વાતોનો વિરોધ કરવામાં થોડા લોકો તમારી વિરૂદ્ધ પણ થઈ શકે છે. એટલે સમય પ્રમાણે તમારી પ્રતિક્રિયા કરો. તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો. ખોટા ખર્ચની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકો પોતાના કામને ગંભીરતાથી લે.

લવઃ– લગ્નજીવનમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– હળવી ઉધરસ અને શરદી જેવી સ્થિતિ રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– તમારું શાંતિપૂર્ણ વ્યક્તિત્વ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે વ્યવસ્થિત કરવામા મદદગાર રહેશે. ધર્મ-કર્મ તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે રસ લેવાથી પોઝિટિવ ઊર્જા બની રહેશે. બહારની ગતિવિધિઓ તથા જનસંપર્ક ઉપર પણ ધ્યાન આપો.

નેગેટિવઃ– યુવાઓ ખોટી મોજમસ્તીમાં સમય નષ્ટ ન કરે. નહીંતર કોઈ સફળતા હાથમાંથી સરકી શકે છે. બાળકોને લગતી સમસ્યાનો ઉકેલ કરવામાં તેમનો પૂર્ણ સહયોગ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ– કુંવારા લોકો માટે સારો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– સંતુલિત આહાર સાથે-સાથે કસરત અને યોગ જેવી વાતો ઉપર પણ ધ્યાન આપો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– કોઈપણ પરિસ્થિતિમાં તમે તમારું સ્વાભિમાન તથા આત્મબળ નબળું પડવા દેશો નહીં. આ સમયે લાભદાયક ગ્રહ સ્થિતિ રહેશે. આર્થિક મામલાઓ વધારે સારા જાળવી રાખવાની કોશિશ કરો.

નેગેટિવઃ– કામ વધારે રહેવાના કારણે ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું પણ રહી શકે છે. તમારા સ્વાભિમાન ઉપર નિયંત્રણ રાખો. કોઈના વ્યક્તિગત જીવનમાં દખલ ન કરો.

વ્યવસાયઃ– વેપારમાં માર્કેટિંગને લગતા કાર્યોમાં સારી સફળતા મળી શકે છે.

લવઃ– પતિ-પત્ની એકબીજા સાથેના તાલમેલથી ઘરની વ્યવસ્થાને અનુકૂળ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– પ્રોપર્ટીને લગતા કાર્યોના પોઝિટિવ પરિણામ મળશે. એટલે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખો. ધર્મ-કર્મને લગતા મામલાઓમાં પણ તમારો રસ રહેશે. કોઈ આર્થિક યોજના સરળતાથી પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– તમારા ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કોઈ નજીકના સંબંધી જ તમારા વિરૂદ્ધ કોઈ અફવાહ ફેલાવી શકે છે. એટલે કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય પ્રત્યે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– કામકાજને લઇને કરવામાં આવતી નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યનો રસ્તો ખોલી શકે છે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓ તથા યુવાઓના કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી શાંતિ મળશે. આ સમયે સારી ગ્રહ સ્થિતિ બની રહી છે, યોગ્ય ફાયદો ઉઠાવો. કોઈ આર્થિક યોજના ફળીભૂત થવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– જો વાહન કે પ્રોપર્ટીને લઇને દેવુ લેવાની યોજના બની રહી છે તો તેના અંગે ફરી વિચાર કરો. થોડા વિરોધી તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ– મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ રહી શકે છે.

લવઃ– પ્રેમ પ્રસંગો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– ડાયાબિટિક રોગી નિયમિત તપાસ કરાવે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિને તમારા પક્ષમાં કરી શકે છે. સંપત્તિને લગતું કોઈ કાર્ય કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ– રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. ભાવના અને ઉદારતામાં લીધેલો નિર્ણય નુકસાન આપી શકે છે. તમારી આ નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરો.

વ્યવસાયઃ– વેપારમાં સ્થિતિ સારી જળવાયેલી રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક નબળાઈ તથા શરીરમાં દુખાવાની સ્થિતિ રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધશે. રાજનૈતિક લોકો સાથે મુલાકાત ભવિષ્યમાં તમારા માટે ફાયદો આપી શકે છે. સાથે જ ઘરની વ્યવસ્થાને લગતા થોડા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ પણ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઈ જૂની નકારાત્મક વાતો વર્તમાન ઉપર હાવી થવાથી તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે. તમારા સ્વભાવને પોઝિટિવ રાખો. આ સમયે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં માર્કેટિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવામાં વધારે ધ્યાન આપો.

લવઃ– પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળવાથી લગ્ન સંબંધી યોજના બનશે,

સ્વાસ્થ્યઃ– અસંતુલિત ભોજનના કારણે ગેસની સમસ્યા રહેશે

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષકારી રહેશે. દરેક કામ શાંતિથી સંપન્ન કરવાં. બાળકોને લગતા કોઈ શુભ કામ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. તમારા વિવેક અને બુદ્ધિમત્તા દ્વારા લેવામાં આવેલ નિર્ણય ખૂબ જ પોઝિટિવ રહેશે.

નેગેટિવઃ– દેખાડાના ચક્કરમાં વધારે ખર્ચ કરવો કે ઉધાર લેવાથી બચવું. જો કોઈને વચન આપ્યું છે તો તેને પૂર્ણ કરવાની કોશિશ કરો. નહીંતર તમારી છાપ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વ્યવસાય આજે ગતિ પકડી શકે છે.

લવઃ– યુવાઓની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– કોઈ આર્થિક સમસ્યાનો ઉકેલ મેળવવાથી સુકૂન મળશે. થોડી પરેશાનીઓ આવવા છતાંય તમે તમારા પોઝિટિવ તથા સંતુલિત વિચાર સાથે આગળ વધતા જશો. તેમાં ભાવનાઓની જગ્યાએ વ્યવહારિક દૃષ્ટિકોણ તમારી ઉન્નતિમાં મદદગાર રહી શકે છે.

નેગેટિવઃ– કોઈપણ પ્રકારના રોકાણને હાટ ટાળો તો સારું રહેશે. આર્થિક દૃષ્ટિએ સમય હાલ વધારે અનુકૂળ નથી, ક્યારેક-ક્યારેક તમારું ધ્યાન તમને ખોટા કાર્યો તરફ પ્રેરિત કરી શકે છે.

વ્યવસાયઃ– વ્યાપારિક ગતિવિધિઓમાં કોઈપણ નિર્ણય લેતી સમયે પરિવારના લોકોની સલાહ લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણને વિપરીત ભોજનના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– ઘણાં દિવસોથી ચાલી રહેલી વ્યસ્તતાના કારણે તમે થાક અનુભવ કરી રહ્યા હતાં. એટલે આજનો દિવસ શાંતિ અને સુકૂનમાં પસાર કરવાની કોશિશ કરશો. કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ– ક્યારેય મનમાં બેચેની અને ગુસ્સા જેવી સ્થિતિ રહેશે. તમારી આ ખામી ઉપર કાબૂ મેળવો. આ સમયે માત્ર સટ્ટા જેવા કાર્યોથી દૂર રહો. વડીલોના માર્ગદર્શનને ઇગ્નોર કરવાથી તમારું જ નુકસાન થઈ શકે છે.

વ્યવસાયઃ– વેપારની દૃષ્ટિ સમય અનુકૂળ છે.

લવઃ– લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– કામ સાથે-સાથે શારીરિક અને માનસિક આરામની પણ જરૂરિયાત રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજનો સમય ખૂબ જ સંતોષકારી છે. ભાગદોડની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. તેનાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં યોગ્ય રીતે સંપન્ન થતી જશે. થોડા નજીકના લોકો સાથે મુલાકાત સુખ આપી શકે છે.

નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખો કે વધારે ચર્ચા-વિચારણાં કરવાથી કોઇ પરિણામ તમારા હાથમાંથી સરકી શકે છે. એટલે યોજના બનાવવાની સાથે-સાથે તેને શરૂ પણ કરતાં જાવ. અતિ આત્મવિશ્વાસ તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં જો ઉધાર લેવાની સ્થિતિ બની રહી છે તો તમારી ક્ષમતાનું જરૂર ધ્યાન રાખો.

લવઃ– અસમંજસની સ્થિતિમાં જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ લો.

સ્વાસ્થ્યઃ– ખાનપાન હળવું રાખવું.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– જીવન પ્રત્યે પોઝિટિવ અને સંતુલિત વિચાર તમારા અનેક કાર્યોને યોગ્ય રીતે શરૂ કરી શકે છે. યુવાઓને તેમના કોઈ કાર્યમાં સફળતા મળવાથી રાહત મળી શકે છે. માનસિક સુખની પ્રાપ્તિ માટે કોઈ એકાંત કે ધાર્મિક સ્થળે જવાનો પણ વિચાર આવી શકે છે.

નેગેટિવઃ– જો કોઈ જમીન સંપત્તિને લગતો વિવાદ ચાલી રહ્યો છે, તો કોઈની દખલ દ્વારા તેનો ઉકેલ મેળવવાની કોશિશ કરો. તમને ચોક્કસ જ સફળતા મળી શકે છે. તમારા મન પ્રમાણે પરિણામ મળી શકશે નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ ચાલતી રહેશે.

લવઃ– પરિવાર સાથે મનોરંજન તથા મસ્તીમાં સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments