આજનું રાશિફળ : 22 જાન્યુઆરી, મીન જાતકોની આકરી મહેનત અને આત્મવિશ્વાસ તેમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા અપાવશે

0
8

મેષઃ

પોઝિટિવઃ– તમે તમારી દિનચર્યાને લગતી જે યોજના બનાવી છે, તેને કોઇ સામે જાહેર ન કરો. ચૂપચાપ શાંતિથી કાર્ય કરવાથી તમને સફળતા મળશે. પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બનશે. પ્રોપર્ટીની ખરીદારી કે વેચાણને લગતા કાર્યો કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ– આ સમયે જો તમે રોકાણને લગતું થોડું પ્લાનિંગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તેમાં થોડી ભૂલો થવાની સંભાવના છે. કોઇ કારણ વિના મનમાં થોડી અશાંતિ જેવુ અનુભવ કરશો. કોઇ અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સાથે જોડાયેલાં વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે.

લવઃ– જીવનસાથી અને પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આ સમયે કોઇપણ પ્રકારની પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળવાની ઉત્તમ સંભાવના છે. એટલે તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ ધ્યાન આપો. બહારના સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવા માટે કોશિશ કરો, તે તમારા માટે લાભદાયક રહેશે.

નેગેટિવઃ– ક્યારેક વધારે ઉતાવળ અને જિદ્દ કરવી નુકસાનદાયી સાબિત થઇ શકે છે. પરિવાર તથા સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો. કેમ કે, આ સમયે કોઇ પ્રકારના મતભેદ થવાની સંભાવના બની રહી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ– વધારે કામ હોવાના કારણે પતિ-પત્ની એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમે તમારા આત્મવિશ્વાસ તથા વાતો દ્વારા નકારાત્મક પરિસ્થિતિઓ ઉપર કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. સમાજમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇ સરકારી રિટાર્યડ વ્યક્તિ પાસેથી સહયોગ અને યોગ્ય સલાહ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ક્યારેક તમારી વિચલિત મનઃસ્થિતિ તમને નિર્ણય લેવામાં થોડું પરેશાન કરી શકે છે. જોકે, તમે તેના ઉપર કાબૂ મેળવી લેશો. આજે કોઇપણ પ્રકારની ધનને લગતી ઉધારી કે લેવડ-દેવડ ન કરો.

વ્યવસાયઃ– મનોરંજન તથા ગ્લેમરને લગતા વ્યવસાયમાં ઉન્નતિ થશે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટને લગતી કોઇપણ પ્રકારની મુશ્કેલી હોવાથી તમારા ખાનપાનને સંયમિત રાખો.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખો. કેમ કે કર્મ કરવાથી ભાગ્યને પોતાનું બળ મળશે. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે. તમે એક વિશેષ સ્તર પ્રાપ્ત કરી શકશો. પરિવાર સાથે કોઇ ધાર્મિક આયોજનમાં સામેલ થવાનો અવસર મળી શકે છે.

નેગેટિવઃ– ઘરમાં કોઇ નાની વાતને લઇને મોટો મુદ્દો બની શકે છે. જેના કારણે કોઇ અન્ય વ્યક્તિ દખલ કરી શકે છે. અન્ય સાથે વધારે અધિકાર પૂર્ણ વ્યવહાર ન કરો. બાળકોને પોતાના કરિયરને લઇને થોડો તણાવ રહેશે.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ, મીડિયા તથા માર્કેટિંગને લગતા વેપાર સફળ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ ઉત્સાહવર્ધક જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ઈજા થવાની સ્થિતિ બની શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમારે સમજી-વિચારીને નિર્ણય લેવો તથા કોશિશ કરીને મોટાભાગના કામ જાતે જ પૂર્ણ કરવા તમને સફળતા અપાવશે. કોઇ અટવાયેલાં રૂપિયા બે ભાગમાં તમને પાછા મળી શકે છે. જેથી તમારી આર્થિક સ્થિતિમાં થોડો ફેરફાર આવી શકે છે.

નેગેટિવઃ– સામાજિક ક્રિયાઓમાં ધ્યાન આપો. વધારે આત્મ કેન્દ્રિત થવું પણ માનહાનિ આપી શકે છે. ક્યારેક કોઇ વિષયને ઊંડાણથી જાણવાની તમારી અચ્છા પણ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ જ વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજનું ગ્રહ-ગોચર તમારા માટે યોગ્ય સમયનું નિર્માણ કરી રહ્યું છે. તમે તમારી સમજણ અને બુદ્ધિમત્તા દ્વારા દરેક કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરી લેશો. કોઇ વડીલ વ્યક્તિની મદદ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે બાળકોનું ધ્યાન તેમના અભ્યાસથી બિલકુલ ભટકવું જોઇએ નહીં. મનોરંજન સાથે-સાથે તેમના અભ્યાસ ઉપર પણ એકાગ્રતા રાખે. ગેર કાયદેસર કાર્યોમાં પડશો નહીં.

વ્યવસાયઃ– ખાનપાનને લગતા વ્યવસાયમાં ધીમે-ધીમે સુધાર આવી જશે.

લવઃ– તમારી વ્યસ્તતાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– શરદી, તાવ જેવી પરેશાનીઓ વધી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે સફળતા તમારી નજીક રહેશે. દરેક વાતને ઊંડાણ પૂર્વક સમજવાનો તમારો વિશેષ ગુણ રહેશે. આવકના યોગ્ય માર્ગ તમને મળી શકશે. વારસાગત સંપત્તિનો લાભ થવાના પણ યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તેમના કારણે તમારી પણ માનહાનિ થઇ શકે છે. ખોટી ગતિવિધિઓમાં વધારે ધનને લગતું નુકસાન થઇ શકે છે. વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવવું તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયિક સ્થળે કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ રાખો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આ બદલાતા પરિવેશના કારણે તમે જે પ્લાનિંગ કરી છે, તે તમારા માટે ફાયદાકારક રહેશે. વીમા કે રોકાણને લગતા કાર્યો માટે સમય અનુકૂળ છે. ઘરમાં કોઇ પ્રિય સંબંધી આવી શકે છે. એકબીજા સાથે મળવાથી બધાને આનંદ થશે.

નેગેટિવઃ– આજે મોટાભાગનો સમય ઘરની બહારની ગતિવિધિઓમાં વિતશે. પરંતુ તેનું કોઇ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. કોઇની નકારાત્મક વાત તમને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળમાં થોડા સુધારને લગતા પરિવર્તન થશે.

લવઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર જાળવીને રાખવામાં તમારું યોગદાન જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે માનસિક અને શારીરિક થાક રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અને સુકૂન અનુભવ કરશો. આ સમયે ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક રીતે પોતાની કાર્યપ્રણાલીને અંજામ આપો. થોડા પ્રભાવશાળી લોકો સાથે મિત્રતાના સંબંધ બનશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તમારી અંદર નકારાત્મક વિચાર આવે નહીં તેનું ધ્યાન રાખો. જો કોઇ કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે તો આ સમયે વધારે સાવધાની જાળવવી.

વ્યવસાયઃ– વ્યવસાયકમાં મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– થાકના કારણે માંસપેશીઓમાં દુખાવો થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં તમે તમારી કાર્યકુશળતા દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરશો અને સફળ પણ રહેશો. થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું યોગ્ય સમાધાન મળશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનો પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ– ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમને નુકસાન આપી શકે છે. આ સમયે યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવી પણ જરૂરી છે. બાળકોની કોઇ પરેશાનીમાં તેમનું માર્ગદર્શન કરવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ– પ્રેમ સંબંધને લગ્ન માટે પારિવારિક મંજૂરી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– થાઇરોઇડ કે હોર્મોન્સને લગતી સમસ્યા વધી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– બાળકોના કરિયરને લગતી વિશેષ કાર્યવાહી શરૂ થવાથી રાહત મળશે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહ તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થશે. દરેક કામને યોજનાબદ્ધ રીતે કરતાં જાવ. સફળતા મળશે.

નેગેટિવઃ– પરિવારમાં કોઇ નકારાત્મક જૂનો મામલો ફરીથી ઊઠી શકે છે. આ સમયે વધારે સંયમ અને ધૈર્ય રાખવાની જરૂરિયાત છે. થોડા સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

લવઃ– ઘરની સમસ્યાને લઇને પતિ-પત્નીમાં થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– થાકના કારણે પગમાં સોજા અને દુખાવો રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમારી આકરી મહેનત અને આત્મવિશ્વાસ તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ કરશે. ભાઇઓ સાથે ચાલી રહેલાં મતભેદ દૂર થશે, સંબંધોમાં ફરી મધુરતા આવશે, બાળકોની કિલકારીને લગતી શુભ સુચના મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધીના લગ્ન જીવનમાં પરેશાની આવવાથી ચિંતા રહેશે. ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિને સંભાળો જેથી તમને યોગ્ય પરિણામ મળી શકે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– બિલ્ડર અને પ્રોપર્ટી ડીલર આજે યોગ્ય નફો કમાઇ શકશે.

લવઃ– લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમારા આત્મબળમાં ઘટાડો તથા શારીરિક નબળાઇ અનુભવ કરશો.