આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકોના કામ ઈચ્છા પ્રમાણે થશે, વૃશ્ચિક રાશિના લોકોએ દેવુ લેતાં પહેલાં બચવું

0
9

મેષ:-
પોઝિટિવઃ– આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે.

નેગેટિવઃ– મન કન્ટ્રોલમાં રાખો. લોકોની ચિંતા કર્યા વગર તમારા પર ધ્યાન આપો. ઘરમાં પ્રોબ્લેમને લીધે બાળકોનું ભણવાનું બગડશે.

વ્યવસાયઃ– નોકરીમાં અમુક મહત્વના નિર્ણય લેવા પડશે તેને લીધે ફાયદો થશે. નોકરીમાં પગાર વધી શકે છે અને પ્રતિષ્ઠિત લોકોને મળવાનો મોકો મળશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર વિવાદ થાય, પણ આ સમયે એકબીજાની ભાવનાને સમજવાનો પ્રયત્ન કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે. થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– લાંબા સમયનાં ટેંશનથી રાહત મળશે. આ સમય તમારા માટે અનુકૂળ છે. ઘરમાં અન્ય નવા સભ્યનું આગમન થશે. ગિફ્ટ મળવાથી ખુશ રહેશો.

નેગેટિવઃ– બાળકોની ચિંતા થશે પણ તેનું નિરાકરણ પણ મળી જશે. યુવાનોએ અન્યના સંગતથી ધ્યાન ના ભટકાવવું. કોઈ કામ મજબૂરીમાં ના કરવું.

વ્યવસાયઃ– કામમાં નવી ટેક્નિક અને આવડતનો ઉપયોગ કરો. ઓફિસમાં જવાબદારી વધી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બેલેન્સ રાખવાથી બંને જગ્યાએ સારું વાતાવરણ મળશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામ હોવાને લીધે માનસિક અને શારીરિકે થાક રહેશે.

——————————–

મિથુન:-

પોઝિટિવઃ– સમજી-વિચારીને કરેલા કામથી સફળતા મળશે. કોઈ મિત્રની મદદથી અટવાયેલા કામ ઉકેલાઈ જશે. માનસિક શાંતિ રહેશે. લેખન સંબંધિત કામમાં રસ વધશે.

નેગેટિવઃ– જે કામને તમે સરળ સમજી રહ્યા હતા તેને લીધે તમારી મુશ્કેલી વધી જશે. દિવસે કોઈ કામને લીધે વિવાદ વધી શકે છે. આ કારણે તમારી લોકપ્રિયતા ઓછી થશે.

વ્યવસાયઃ– યુવાનોને કરિયરમાં સફળતા મળશે. આ સમયે વેપારમાં આવેલી તમામ તકલીફનું સોલ્યુશન મળશે.

લવઃ– વધારે કામ હોવાને લીધે ઘર અને પરિવારને ટાઈમ નહિ આપી શકો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશન કરવું. સ્ટ્રેસથી બચવાનો પ્રયત્ન કરો.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આ સમય તમારા માટે સારો છે. કોઈ પ્રોગ્રામમાં જવાની તક મળશે. મહત્વપૂર્ણ કામ સંબંધિત જાણકારી મળશે.

નેગેટિવઃ– યુવાનો તથા વિદ્યાર્થીઓને ભવિષ્યની તકલીફ થશે. વાહનમાં ખર્ચો આવશે. કોઈ પણ દસ્તાવેજ પર સાઈન કર્યા પહેલાં સરખી રીતે ચેક કરી લો.

વ્યવસાયઃ– વ્યવસાય ક્ષેત્રે કપરી મહેનતને લીધે તમને સફળતા મળશે. પ્રોપર્ટી સંબંધિત કામમાં કોઈ ડીલ થઇ શકે છે. પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ તકલીફ સામે આવી શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં કોઈ બાબતને લીધે ઝઘડો થાય. બંનેએ એકબીજાની ભાવના સમજવી. લગ્ન ઇચ્છુક લોકોને પ્રપોઝલ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે કામ હોવાને લીધે સ્વાસ્થ્ય પર ધ્યાન નહિ આપી શકો. ખાણી-પીણીમાં ધ્યાન રાખવું.

——————————–

સિંહઃ
પોઝિટિવઃ– મોટાં ભાગના કામ તમારી મનોકામના પ્રમાણે થશે. ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– બાળકોની સમસ્યાને શાંતિપૂર્ણ રીતે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરો. તેમનાં પર ગુસ્સો ન કરો.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી. કોઈ મોટી આફત આવી શકે છે. નોકરિયાત વર્ગનો પ્રમોશનનો યોગ બની રહ્યો છે.

લવઃ– જીવનસાથી સાથે કોઈ બાબતે ઝઘડો થઈ શકે છે. પોતાનો વ્યવહાર સંતુલિત રાખો.

સ્વાસ્થ્યઃ– અપચો અથવા ભૂખ ન લાગવી જેવી મુશ્કેલી થઈ શકે છે. ડાયટ સંતુલિત રાખો.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– મુશ્કેલીના સમયમાં વિશ્વસનીય વ્યક્તિનો સહારો મળી શકે છે. ઘરમાં ધાર્મિક આયોજન સંબંધિત યોજના બની શકે છે.

નેગેટિવઃ– ઉતાવળે કોઈ નિર્ણય ના લો. પહેલાં મહત્ત્વપૂર્ણ નિર્ણયના પ્રાથમિકતા આપો. નજીકના સંબંધો સારા બનાવી રાખો.

વ્યવસાયઃ– કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. તમારી કોઈ મહત્ત્વપૂર્ણની યોજના લીક થઈ શકે છે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં કેટલોક સમય પસાર કરો.

લવઃ– પરિવાર સાથે મનોરંજન અને ડિનરની યોજના બની શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાથ્ય્ય ઠીક રહેશે, પરંતુ બેદરકારી ન દાખવી.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– ખાસ કામ પૂરા કરવા માટેની મહેનત સફળ થશે. ભાગ્યની અપેક્ષાને બદલે પોતાના કર્મો પર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– પોતાની વાણી અને ગુસ્સા પર કાબુ રાખો. યુવા વર્ગ કામ વગરની વાતોમાં ન આવો. આમ કરવાથી લક્ષ્યથી ભટકાવી શકો છો.

વ્યવસાયઃ– મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો. વર્તમાન પરિસ્થિતિઓ પર ધ્યાન રાખો. ડીલ ફાઈનલ કરતાં પહેલાં વડીલો સાથે પરામર્શ કરી લો.

લવઃ– વધારે કામની સ્થિતિમાં બાળકોની મદદ લો. તેનાથી તેમની અંદર પણ આત્મવિશ્વાસ જાગશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વડીલોનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– કોઈ પણ કામ ધીરજથી પૂરું કરો. આમ કરવાથી સારા પરિણામ મળશે. વિદ્યાર્થીઓ ઘ્યાન અભ્યાસમાં જ રાખો.

નેગેટિવઃ– જમીન સંબંધિક કામો માટે દેવું લેતાં પહેલાં વિચાર કરો. ભાઈઓ સાથે સંબંધ મજબૂત બની રહેશે. આ સમયે કોઈ પણ યાત્રા કરવી નુક્સાનકારક રહેશે.

વ્યવસાયઃ– ભવિષ્ય સંબંધિત યોજનાઓ બનાવવા માટે નવી નીતિ બનાવવી જરૂર છે. આ ફેરફાર સારા પરિણામ લાવશે. ઓફિસમાં કોઈ રણનીતિ ચાલી શકે છે.

લવઃ– પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– અસંતુલિત દિનચર્યાને કારણે બીમાર પડી શકો છો. પોતાનું ધ્યાન રાખો.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ– તમે તમારી દરરોજની દિનચર્યાની જગ્યાએ તમારા મનગમતા કાર્યોમાં સમય પસાર કરશો. આધ્યાત્મિકતાને લગતા વિષયોમાં તમને ખાસ રુચિ રહેશે. જો પૈતૃક સંબંધિત કોઈ વાત ચાલી રહી છે તો તે કોઈના કોઈ મધ્યસ્થતાથી હલ થઈ શકે છે.

નેગેટિવઃ– તમારા મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં જ પતાવવાનો પ્રયાસ કરો. કેમ કે બપોર પછી ગ્રહ સ્થિતિ સમસ્યા ઉભી કરી શકે છે. અચાનક જ ઘરે મહેમાનો આવવાથી ખર્ચ વધી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયના દૃષ્ટિકોણથી આ સમય શ્રેષ્ઠ છે

લવઃ– ઘર અને વ્યવસાય વચ્ચે સંતુલન રાખવાથી માહોલ સારો રહેશે. યુવાનોને ડેટિગ પર જવાની તક મળશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– સંબંધીઓ અથવા પાડોશીઓની સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થશે. તમારા દ્વારા રાખવામાં આવેલી વાતની પ્રશંસા મળશે. કોઈ નવી જાણકારીને શીખવામાં પણ સમય પસાર થશે. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– પર્સનલ લાઈફ સંબંધિત કોઈપણ પ્રરાકનું જોખમ લેવાથી બચવું. તેની નકારાત્મક અસર તમારી કાર્ય ક્ષમતા પર પણ પડી શકે છે.

વ્યવસાયઃ– કાર્ય સ્થળે તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો. આજનો દિવસ વ્યસ્ત રહેશે. નોકરી કરતા લોકોએ ફાઈનાન્સ સંબંધિત બાબતો પ્રત્યે સાવધાની રાખવી.

લવઃ– આખા દિવસની ભાગદોડ કર્યા પછી પણ તમે પરિવારની સાથે મનોરંજન માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત રાખવા માટે યોગ અને વ્યાયામ પર પણ ધ્યાન આપવું.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– ઘરમાં મહેમાનોના આગમનથી બધા ખુશ હશે. કોઈ પારિવારિક સમસ્યાનું પણ નિવારણ થશે. રોકાણ સંબંધિત યોજનાઓ પર ખાસ ધ્યાન આપવું, કેમ કે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ધાર્મિક યાત્રાની પણ યોજના બની શકે છે.

નેગેટિવઃ– ઈર્શાની ભાવનાથી કેટલાક લોકો તમારી પીઠ પાછળ ટીકા કરી શકે છે. જેના કારણે તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જશે. આ સમયે ધન સંબંધિ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું.

વ્યવસાયઃ– કાર્ય સ્થાનમાં અચાનક જ કોઈ નવો ઓર્ડર મળવાથી વધારાની આવકની પણ પરિસ્થિતિ બનશે. પરંતુ કર્મચારીઓ તથા સ્ટાફની સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખવાની જરૂર છે. નોકરી કરતી વ્યક્તિ પોતાનું કામ સારી રીતે પૂર્ણ કરશે.

લવઃ– વૈવાહિક જીવન સામાન્ય રહેશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજો દૂર થશે અને સંબંધો મધુર બનશે.

સ્વાસ્થ્યઃ– ખોટી ખાણીપીણીના કારણે પેટ ખરાબ રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે સામાજીક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. તેમજ એક નવી ઓળખ પણ પ્રાપ્ત થશે. કોઈ સંબંધીને તેની જરૂરિયાતના સમયે મદદ કરવાથી તમે ખુશી મળશે. તેમજ સંબંધો મજબૂત થશે. અજ્ઞાત વિદ્યા પ્રત્યે તમારો રસ જાગૃત થશે.

નેગેટિવઃ– કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુની ચોરી થવાથી અથવા રાખીને ભૂલવાની સ્થિતિ બની રહી છે. સારું રહેશે કે તમે વસ્તુઓને સાચવીને પોતાની પાસે રાખો. સંપત્તિ સંબંધિત કાર્યમાં થોડો વિલંબ થઈ શકે છે. પરંતુ ધીરજ રાખવી, થોડો પ્રયાસ કરવાથી તમારું કાર્ય સંપૂર્ણ થઈ જશે.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ તથા મીડિયા સાથે સંબંધિત કાર્યમાં વધારે ધ્યાન આપવું. આ સમયે સારો નફો થવાની સંભાવના છે. કોઈપણ વ્યવસાયિક યાત્રા ટાળવી, કેમ કે તેનું કોઈ શુભ પરિણામ નહીં મળે.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે નાનાં-મોટા ઝઘડા થશે. પરંતુ સંબંધોમાં મધુરતા વધશે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સારું રહેશે. શારીરિક અને માનસિક થાકના કારણે થોડી કમજોરી મહેસૂસ હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here