Saturday, September 18, 2021
Homeઆજનું રાશિફળ : શુક્રવારે મેષ જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો
Array

આજનું રાશિફળ : શુક્રવારે મેષ જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો

23 જુલાઈ, શુક્રવારના રોજ વર્ધમાન તથા આનંદ નામના બે શુભ યોગ બની રહ્યાં છે. મેષ રાશિના નોકરિયાત વર્ગ માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. મિથુન રાશિને અનુભવી તથા મોટા લોકોની મદદથી કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. કન્યા રાશિના જાતકોને ફાયદાકારક માહિતી મળી શકે છે. ધન રાશિને અટકેલા પૈસા મળવાના યોગ છે. કોઈ ખાસ કામ પણ પૂરું થઈ શકે છે. કુંભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે. ફાયદાકારક એગ્રીમેન્ટ થઈ શકે છે.

વૃષભ, કર્ક, વૃશ્ચિક, મકર તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આ ઉપરાંત સિંહ તથા તુલા રાશિ માટે દિવસ ઠીક નથી.

23 જુલાઈ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખો. ઘર અને વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. નજીકની યાત્રા પણ શક્ય છે જે લાભદાયી રહેશે. સંબંધીઓ તથા મિત્રો સાથે પણ થોડો સમય પસાર કરવાથી સંબંધો મજબૂત બની શકે છે.

નેગેટિવઃ– માત્ર આ સમયે તમારી બે ખામીઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. જે ગુસ્સો અને જિદ્દી સ્વભાવ છે. આ સમયે આવકમાં ઘટાડો અને ખર્ચ વધારે રહેવાના કારણે ક્યારેક મનમાં થોડી પરેશાની રહી શકે છે. વર્તમાન વાતાવરણના કારણે તણાવ લેવો યોગ્ય નથી.

વ્યવસાયઃ– વર્તમાન પરિસ્થિતિના કારણે મંદીની અસર તમારા વેપાર ઉપર પણ પડી શકે છે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે

સ્વાસ્થ્યઃ– ક્યારેક મનોબળમાં ઘટાડો અને નિરાશા અનુભવ થઈ શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેના પ્રમાણે પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મનોબળ તથા આત્મવિશ્વાસ પણ ભરપૂર રહી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે સારા સંપર્ક સ્થાપિત થઈ શકે છે.

નેગેટિવઃ– આર્થિક ગતિવિધિઓ મંદ પડવાના કારણે ચિંતા રહી શકે છે. આ તાત્કાલિક છે એટલે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી. સ્વભાવમાં નેગેટિવિટી લાવવાની જગ્યાએ પોતાના કામ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વર્તમાન પરિસ્થિતિના કારણે અત્યાર સુધી જે વ્યવસાયિક ગતિવિધિઓમાં ઘટાડો આવ્યો હતો, તેમાં હવે સુધાર આવશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બાફના કારણે એલર્જી થઈ શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. વડીલ વ્યક્તિઓનો સાથ અને સહયોગ તમારી છાપને વધારે નિખારશે. કોઈ માંગલિક સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત સુખમય રહી શકે છે.

નેગેટિવઃ– ઘરમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને ઉકેલવામાં ગુસ્સાની જગ્યાએ સમજદારીથી કામ લેવું. બાળકો ઉપર વધારે અંકુશ ન રાખો તથા સહયોગાત્મક વ્યવહાર રાખો. ઘરના વડીલોનું સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ– વેપારને લગતી ગતિવિધિઓમાં પાર્ટીઓ સાથે પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ– લગ્નસંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– થાક અને ઊંઘના કારણે નબળાઈ અનુભવ કરશો.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તેનું ભરપૂર સન્માન કરો. આર્થિક ગતિવિધિઓને લગતી થોડી લાભકારી યોજના બનશે અને તે તરત શરૂ પણ થઈ જશે. યુવાઓ પોતાના કરિયરને લઇને સજાગ રહી શકે છે.

નેગેટિવઃ– ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. એટલે વ્યસ્તતા પૂર્ણ દિવસ પસાર થશે. વિદ્યાર્થીઓ પોતાના કરિયરને લગતી કોઈ પરેશાનીના કારણે માર્ગદર્શનની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે,

લવઃ– ઘર કે વેપારની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક વિચારોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– ઘરની દેખરેખ તથા સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં સારો દિવસ પસાર થશે. સામાજિક ગતિવિધિઓમાં રસ લેવાથી તમારા માટે લાભદાયક સંપર્ક સૂત્ર પણ વધશે.

નેગેટિવઃ– તમારા સ્વભાવમાં અહંકારની ભાવના આવવા દેશો નહીં, તેના કારણે તમારા બનતા કામમા વિઘ્ન આવી શકે છે. ભાઈઓ સાથે પણ સંબંધ સારા જાળવી રાખો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઈ સામાન્ય વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને માથાના દુખાવાની સમસ્યાથી બચવા માટે નિયમિત કસરત કરો.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– તમે થોડા સમયથી જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, આજે તેના ઉપર કામ કરવાનો ઉત્તમ સમય છે. બાળકોને કોઈપણ સફળતા મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક આયોજનને લગતો પ્રોગ્રામ પણ બની શકે છે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે વ્યક્તિગત મામલાને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે. તમારા ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. આર્થિક રોકાણના મામલે ખૂબ જ વિચાર કરીને નિર્ણય લેવો.

વ્યવસાયઃ– મીડિયાને લગતી ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પતિ-પત્નીના સબંધોમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતના કારણે સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આ સમયે લાભદાયક ગ્રહ સ્થિતિ બની રહી છે. નાણાકીય સંબંધી યોજનાઓ ઉપર ધ્યાન આપો. નજીકના સંબંધીઓ સાથે પારિવારિક મેલમિલાપ થશે. ઘણાં સમય પછી બધાને મળવાથી તણાવમુક્ત અને આનંદિત અનુભવ કરશો.

નેગેટિવઃ– ખોટું હરવા-ફરવા અને મોજમસ્તીમાં તમારો સમય નષ્ટ ન કરો. લાભદાયક ગ્રહ સ્થિતિનો ભરપૂર સદુપયોગ કરવો યોગ્ય રહેશે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ– આજે કોઈપણ નવી યોજના ઉપર કામ શરૂ ન કરો.

લવઃ– ઘરના મામલે વધારે દખલ ન કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– જો સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે તો આજે ગતિવિધિઓ શરૂ કરી શકો છો. થોડો સમય ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે.

નેગેટિવઃ– સાસરિયા પક્ષ સાથે સંબંધોને વધારે સારા બનાવો. તેનાથી સંબંધો વધારે મજબૂત બની શકે છે. આ સમયે કોઈને રૂપિયા ઉધાર આપશો નહીં. કેમ કે તેના પાછા આવવાની કોઈ શક્યતા નથી.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– પેટમાં દુખાવા અને કબજિયાતની ફરિયાદ રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– અચાનક જ કોઈ અટવાયેલું પેમેન્ટ આવવાથી કે કોઈ ખાસ કામ પૂર્ણ થઈ જવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. માત્ર હ્રદયની જગ્યાએ દિમાગથી કામ કરવું. કોઈ નજીકના સંબંધી સાથે સંબંધોમાં ફરી મધુરતા આવી શકે છે.

નેગેટિવઃ– કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવે તો તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં કોઈ વડીલ વ્યક્તિની સલાહ લો. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રાનું પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં.

વ્યવસાયઃ– વેપારમાં મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે.

લવઃ– પારિવારિક જીવન ઉપર તમારી વ્યવસાયિક પરેશાનીઓને હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા આત્મવિશ્વાસ અને આત્મબળને વધારે પ્રબળ કરી રહ્યું છે. તમારા સંપર્ક સૂત્રોને વધારે સુદઢ બનાવો, તેનાથી તમને સારો લાભ મળી શકે છે. અધ્યાત્મિક ગતિવિધિઓમા પણ સમય પસાર કરવાથી આત્મિક અને માનસિક સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક અતિ આત્મવિશ્વાસ આવવાથી તમારા માટે નુકસાનદાયી સ્થિતિ બની શકે છે. સમય પ્રમાણે તમારા સ્વભાવમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. ખોટા ખર્ચને ટાળો તથા તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યપ્રણાલી અને ગતિવિધિઓને કોઈ સામે જાહેર ન કરો.

લવઃ– પરિવારના લોકો સાથે મનોરંજન અને મોજમસ્તીમાં યોગ્ય સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. તમારા અંગે વિચારો અને તમારા માટે જ કામ કરો. કોઈપણ કાર્યને કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો. થોડી સાવધાની જાળવી રાખવાથી અનેક વસ્તુઓ વ્યવસ્થિત થઈ જશે.

નેગેટિવઃ– યુવાઓ મોજમસ્તીમાં વધારે ધ્યાન આપે નહીં. તેના કારણે તેમના કરિયરમાં વિઘ્ન આવી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને મનમુટાવ થઈ શકે છે. જેની નકારાત્મક અસર પારિવારિક સુખ-શાંતિ ઉપર પણ પડશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ– કામ વધારે રહેવાના કારણે પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણના કારણે ઇન્ફેક્શન થવાની સમસ્યા રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે ફોન કોલ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. જો જમીનને લગતો કોઈ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરી લો. તમને ચોક્કસ સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– અન્ય લોકોની વાત ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ તમારી અંતરાત્માના નિર્ણયને પ્રાથમિકતા આપો. તમારા ભાઈ-બહેનો સાથે સંબંધ મધુર રહેશે, કેમ કે તેના દ્વારા તમારી કોઈ ખાસ પરેશાનીનું સમાધાન થઈ શકે છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયિક કાર્યોમાં થોડી મંદી રહી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને એસિડિટીના કારણે દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments