આજનું રાશિફળ : રવિવારે કર્ક જાતકોનું કોઇ સપનું સાકાર થઈ શકે છે

0
6

મેષઃ-

પોઝિટિવઃ– આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે.

નેગેટિવઃ– જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. ખોટા વિવાદોમાં પણ ન પડો. આ સમય શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલવાનો છે. ખર્ચ કરતી સમયે પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આ સમય પોઝિટિવ રહેવાનો છે. વડીલો તથા અનુભવી વ્યક્તિઓના સાનિધ્ય હેઠળ પણ થોડો સમય પસાર કરો તથા તેમના માર્ગદર્શનને પોતાના વ્યવહારમાં અપનાવો. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો

નેગેટિવઃ– ભાવનાઓમાં વહીને કોઇપણ નિર્ણય ન લેશો. કોઇ નજીકના વ્યક્તિ જ તમારી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તમારી ગતિવિધિઓને કોઇ સામે જાહેર ન કરો. નહીંતર કોઇ તમને નુકસાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન જાળવો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– જો પ્રોપર્ટીને લગતો કોઇ પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો આજે સાથે બેસીને સલાહ કરવાથી ઉકેલ મળી શકે છે. આજે પ્રકૃતિ તમને કોઇ સારી તક આપી શકે છે, આ સમયનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ– આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. કોઇપણ પ્રકારની ઉધારીને લગતી લેવડ-દેવડ કરવી નુકસાનદાયી રહેશે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો તથા તેમની સમસ્યાઓનો ઉકેલ કરવામાં તેમનો સહયોગ કરવો જરૂરી છે.

વ્યવસાયઃ– જો કોઇ સાથે પાર્ટનરશિપમાં કામ શરૂ કરવાની પ્લાનિંગ છે તો તેના અંગે ફરી વિચાર કરો.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન નકારાત્મક વાતાવરણના કારણે તણાવ રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમારું કોઇ સપનું સાકાર થવાનું છે. તમારા સંપર્કોની સીમા વધારે વિસ્તૃત કરો. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન ઉપર અમલ કરવાથી તમને પોઝિટિવ પરિણામ મળી શકે છે. કોઈને ઉધાર આપેલાં રૂપિયા પણ પાછા મળી શકે છે.

નેગેટિવઃ– ખર્ચના મામલે થોડું સાવધાન રહો. આજે કોઇને ઉધાર આપવાનું કામ ન કરો, મુશ્કેલી વધી શકે છે. અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. આ સમયે તમારું મનોબળ જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી હોવા છતાં તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા તમારી આર્થિક સ્થિતિ યોગ્ય જાળવી રાખશો.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ અધૂરું કામ પૂર્ણ કરવા માટે દિવસ સારો છે. એટલે કોશિશ કરતા રહો. પારિવારિક વ્યવસ્થાને યોગ્ય બનાવવા માટે પણ તમારું યોગ્ય યોગદાન રહેશે.

નેગેટિવઃ– તમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલા ભાગમાં જ પૂર્ણ કરો, બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ બની રહી છે. ઘરના વડીલ સભ્યોની સલાહ તમારી કોઇ સમસ્યાનું સમાધાન શોધી શકે છે.

વ્યવસાયઃ– પારિવારિક વ્યસ્તતાના કારણે વ્યવસાયમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– વધારે ચર્ચા-વિચારણાં કરવાથી માથાનો દુખાવો અને તણાવ રહી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તમારા માટે યોગ્ય પરિસ્થિતિ બનાવી રહ્યું છે. સમાજ તથા પરિવારમાં તમારા કોઇ યોગ્ય કાર્યના વખાણ થઇ શકે છે. બધા કાર્યોને યોગ્ય રીતે કરવા તથા તાલમેલ જાળવીને રાખવામાં પણ સફળતા મળશે.

નેગેટિવઃ– તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. ગુસ્સા અને ઉતાવળ કરવી તમારા બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. કોઇ સાથે વાદ-વિવાદમાં પડશો નહીં. તમે તમારા કામથી જ કામ રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આજકાલ નુકસાનદાયી સ્થિતિ ચાલી રહી છે.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ અને નકારાત્મક વિચારોના કારણે મનોબળ નબળું રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે કોઇ પરિજન સાથે મુલાકાત કે ફોન દ્વારા વાતચીત સંબંધોને વધારે મજબૂત કરી શકે છે. જીવન પ્રત્યે પોઝિટિવ વ્યવહાર તમારા વિશ્વાસ અને આત્મબળને વધારશે. આવકનું પણ કોઇ સાધન વધશે.

નેગેટિવઃ– તમારા ઉપર કામનો વધારે ભાર લેવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી નજીક આવવાની કોશિશ કરી શકે છે. ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં સ્થિતિ થોડી સારી રહી શકે છે.

લવઃ– કામ વધારે રહેવાના કારણે પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– થોડા દિવસોથી તમે જે કાર્ય પ્રત્યે આકરી મહેનત કરી રહ્યા હતા, આજે તેને લગતા શુભ સમાચાર મળી શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં રસ રહેશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ– અન્ય લોકોના મામલે વધારે દખલ ન કરો. નહીંતર તમારા માન-સન્માન ઉપર વાત આવી શકે છે. કોઇપણ જોખમી કાર્યમાં રોકાણ ન કરો. મોટું નુકસાન થવાની શક્યતા છે.

વ્યવસાયઃ– વર્તમાન વ્યવસાય સિવાય કોઇ અન્ય કાર્યમા પણ તમારો રસ જાગશે.

લવઃ– પતિ-પત્નીનો તાલમેલ યોગ્ય જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– પેટને લગતી કોઇ મુશ્કેલી ઊભી થઇ શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ થોડું પોઝિટિવ પરિવર્તન લાવશે. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવવી તમને ભૂલ થવાથી અટકાવશે. યુવાનો તથા વિદ્યારથીઓ પોતાના કરિયર અને અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ ગંભીર રહેશે.

નેગેટિવઃ– તમારો જિદ્દી અને શંકાશીલ સ્વભાવ ક્યારેક અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. મીડિયાને લગતી નકારાત્મક વાતો ઉપર ધ્યાન ન આપો.

વ્યવસાયઃ– વ્યાપારિક મંદી હોવા છતાં થોડો સમય લાભદાયક પરિસ્થિતિઓ બનશે.

લવઃ– ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– શરદી અને તાવ થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજનો દિવસ થાક વધારે રહેશે, એટલે થાકથી રાહત મેળવવા માટે અધ્યાત્મિક તથા રસના કાર્યોમાં સમય પસાર કરો. કોઇપણ પ્રકારની દુવિધા પણ દૂર થઈ શકે છે. પારિવારિક વ્યવસ્થામાં પણ નવીનતા લાવવાની કોશિશ કરો.

નેગેટિવઃ– તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કોઇ નાની વાત ઉપર જ પાડોસી સાથે વિવાદ થઇ શકે છે. યુવા લોકો જોખમી કાર્યોમા રસ ન લે. સફળતા મેળવવા માટે યોગ્ય સમયની રાહ જુએ.

વ્યવસાયઃ– વ્યવસાયમાં જે કામને જટિલ સમજીને છોડી રહ્યા હતા, તેના અંગે ફરી ધ્યાન આપો.

લવઃ- કોઇપણ કાર્યને કરતા પહેલાં પારિવારિક સભ્યોની સલાહ લો.

સ્વાસ્થ્યઃ– ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– અચાનક જ કોઇ નજીકના મિત્રનો ફોન આવવાથી પ્રસન્નતા રહેશે. એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન બંને માટે લાભદાયક રહી શકે છે. તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

નેગેટિવઃ– થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. વધારે મેલજોલ ન રાખીને પોતાની યોજનાઓ જાહેર ન કરો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં તમારા દ્વારા કરવામાં આવેલાં ફેરફારનું પોઝિટિવ પરિણામ જોવા મળી શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– માનસિક તણાવના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા કે બેચેનીથી રાહત મળી શકે છે. પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. તમારા બધા કાર્યોને જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારી વિચારશૈલી અને દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ– કોઇ સાથે વાતચીત દરમિયાન નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. નહીંતર સંબંધો ખરાબ થઈ શકે છે. મકાન, ગાડી વગેરેને લગતા કાગળિયાઓ સાચવીને રાખો. સમજી-વિચારીને રોકાણ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વધારે મહેનતની જરૂરિયાત રહી શકે છે.

લવઃ– લગ્ન સંબંધ મધુર જળવાયેલાં રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ક્યારેક નકારાત્મકતાના કારણે તણાવ અને ડિપ્રેશન રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here