Tuesday, September 21, 2021
Homeઆજનું રાશિફળ: મીન જાતકોએ સાવધાન રહેવું, વારસાગત સંપત્તિને લઇને વિવાદ થઇ શકે...
Array

આજનું રાશિફળ: મીન જાતકોએ સાવધાન રહેવું, વારસાગત સંપત્તિને લઇને વિવાદ થઇ શકે છે

મેષઃ

પોઝિટિવઃ– આજે કોઇ નવી જવાબદારી મળશે અને તમે યોગ્ય રીતે નિભાવવામાં પણ સક્ષમ રહેશે. બાળકને લગતી કોઇ ચિંતાનું નિવારણ થવાથી સુકૂન મળશે. જેટલો વધારે પરિશ્રમ કરશો તેટલું જ અનુકૂળ પરિણામ પણ પ્રાપ્ત થશે. ઘરને લગતા થોડા કાર્યોમાં થોડો સમય પસાર થશે.

નેગેટિવઃ– સંબંધોના મામલે તમે ખૂબ જ વધારે વિનમ્રતાથી વ્યવહાર કરશો. કેમ કે, થોડીપણ બેદરકારીથી સંબંધ ખરાબ થવાની સંભાવના છે. તમે દૈનિક કાર્યોને શાંતિથી પૂર્ણ કરશો. સાસરિયા પક્ષમાં પોતાને થોડા અસહજ અનુભવ કરશો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ પાસેથી સહયોગ મળશે.

લવઃ– પરિવારનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે ગમતાં કાર્યોમાં સારો સમય પસાર થશે. તમારા કાર્યોમાં સફળતા પણ મેળવશો. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી વિતેલી યાદો તાજા થશે. તથા તમે સુખ-દુઃખ પણ એકબીજાને જણાવશો. તમારી અંદર સુખી રહેવાની સારી ક્ષમતા વિકસિત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારા મુખમાંથી કોઇ એવી વાત બોલાઇ શકે છે જેના કારણે તમારે પછતાવું પડી શકે છે. આ સમયે મહેનત પ્રમાણે પ્રતિફળ ઓછું મળશે. સપનાની દુનિયાને છોડીને હકીકતનો સામનો કરો. ધીમે-ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવતી જશે.

વ્યવસાયઃ– ફાયનાન્સને લગતા કાર્યોને વધારે મહત્ત્વ આપો.

લવઃ– પરિવાર સાથે હરવા-ફરવા તથા ડિનરનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ– કોઇ દુઃખદ સમાચાર મળવાથી આઘાત લાગી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– સંબંધોને મજબૂત જાળવી રાખવાની તમારી કોશિશ સફળ થશે. સંબંધો ગાઢ બનશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો. પરિવાર તથા કામકાજની જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી શકવામાં સક્ષમ રહેશો. મોટાભાગના કામ સમયે પૂર્ણ થતાં જશે.

નેગેટિવઃ– તમે તે દરેક વસ્તુ પ્રાપ્ત કરવાની કોશિશ કરશો, જેની તમને ઇચ્છા હતી. પરંતુ વધારે મહેનત તો કરવી પડશે. ખાસ કરીને મહિલાઓએ વધારે પરેશાની ભોગવવી પડી શકે છે. ઘર અને બહાર બંને જગ્યાએ જવાબદારી નિભાવવામાં ખૂબ જ વધારે થાક રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં કામની ગુણવત્તાને વધારવાની જરૂરિયાત છે.

લવઃ– પરિવારની જવાબદારીઓને નિભાવવામાં તમે સારી જીવનશૈલીનું ધ્યાન રાખશો.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણના કારણે શરદી, તાવ અને ઉધરસ થઇ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમારી વ્યવહાર કુશળતા દ્વારા દિવસ ખૂબ જ અનુકૂળ પસાર થશે. જમીન, વાહન વગેરે ઉપર રોકાણ કરવા માટે સમય યોગ્ય છે. રાજનૈતિક અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનશે. બુદ્ધિમત્તા, હોશિયારથી તમે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– મિત્ર કે કોઇ સંબંધી પાસેથી કોઇ સહયોગની આશા ન રાખો. અનેક મામલે તમારે ધીરજ અને ધૈર્ય રાખવું પડશે. અમુક હદ સુધી ખર્ચ પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. અયોગ્ય તથા બે નંબરના કાર્યોમાં રસ ન લેશો.

વ્યવસાયઃ– વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે થોડું સાવધાન રહો.

લવઃ– પરિવારમાં કોઇ જવાબદારી વધશે, પરંતુ તમે તેને યોગ્ય નિભાવવામાં સક્ષમ પણ રહેશો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી પરેશાનીને લઇને ડોક્ટર પાસે જવું પડી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મેળવવામાં તમારી કોશિશ રહેશે. જેમાં તમે સફળ પણ થશો. બપોર પછી સમય ખૂબ જ શાંતિપૂર્ણ અને અનુકૂળ છે. અન્ય માટે પ્રેરણાદાયી રહેશે. છેલ્લી થોડી પરેશાનીઓથી રાહત મળશે. લગ્ન, સગાઈ જેવા કાર્યક્રમમાં જવાનું નિમંત્રણ પણ મળી શકે છે.

નેગેટિવઃ– તમારી સહનશક્તિમાં ઘટાડો ન આવવા દેશો. કેમ કે તેના કારણે તમે તમારા જીવનમાં ઉન્નતિ કરી રહ્યા છો. થોડા લોકો તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવવાની કોશિશ કરશે. આ સમયે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વેપારમાં આ સમયે નજર રાખવાની જરૂરિયાત છે. કોઇ મહત્ત્વપૂર્ણ કરાર હાથમાંથી સરકી શકે છે.

લવઃ– પારિવારિક જીવન ખૂબ જ સુખ-શાંતિ પૂર્ણ પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. સુકૂન અને શાંતિદાયક દિવસ પસાર થશે. ઘરેલુ કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાની કોશિશ કરશો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ– આ સમયે કોઇપણ પ્રકારનું દેવુ લેવાથી બચવું. અન્યની આલોચનામાં સમય તથા ઊર્જા નષ્ટ ન કરો. તમારી યોગ્યતા અને આવડત ઉપર પ્રશ્ન ઊભો થઇ શકે છે. એટલે સાવધાન રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ– વેપારમાં ફાયદો આપતી નવી યોજનાઓ બનશે.

લવઃ– પતિ-પત્નીમાં ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય ન લેશો. તમને કોઇ સારી સફળતા મળવાની છે. તમારું કોઇ સપનું સાકાર થશે. સમાજમાં તમારું મહત્ત્વ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓને પોતાના પ્રોજેક્ટને લગતી કોઇ સફળતા પ્રાપ્ત થશે. કોઇ ધાર્મિક કે શાંત સ્થળે જવાની પણ યોજના બનશે.

નેગેટિવઃ– વાહનને લગતો કોઇ મોટો ખર્ચ આવી શકે છે. આ સમયે મનમાં નિરાશાનો ભાવ રહેશે. તમારા મન ઉપર નિયંત્રણ રાખો. તમારાથી આ સમયે કોઇ ભૂલ થવાની શક્યતા છે. પરેશાનીના કારણે સહન શક્તિ પણ જવાબ આપી શકે છે.

વ્યવસાયઃ– આ સમય માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ કલેક્ટ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

લવઃ– પરિવારમાં યોગ્ય અને સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે પેંડિંગ રહેલાં કાર્યો પૂર્ણ થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઇ શકે છે. આ સંબંધ નવી તાજગી પ્રદાન કરશે. તમારામાં નવી વસ્તુઓને જાણવાની ઇચ્છા રહેશે. તમે તે વસ્તુઓને જાણવામાં સફળ પણ રહેશો. વિદેશમાં અભ્યાસ કરવા માટે કોશિશ કરી રહેલાં વિદ્યાર્થીઓને કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– બપોર પછી કોઇ મુશ્કેલી સામે આવી શકે છે. જેના કારણે તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે. થોડો સમય એકાંતમાં તથા આત્મચિંતન કરવામાં પસાર કરશો. ભાવનાત્મક રૂપથી તમારે તમારી ઉપર વધારે કંટ્રોલ કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– આજે કોઇપણ નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ– પરિવારમાં વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– દિવસ ખૂબ જ થાક સાથે પસાર થશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે થોડો સમય તમારા રસના કાર્યોને કરવામાં પસાર કરો. તેનાથી તમે પોતાને ફ્રેશ અનુભવ કરશો. તમારી દિનચર્યાને લગતા કાર્યોમાં સંપૂર્ણ ઊર્જા લગાવીને ધ્યાન આપી શકશો. વિદ્યાર્થીઓને કોઇ વિશેષ સંબંધિત પરીક્ષામાં શુભ પરિણામ મળવાની આશા છે.

નેગેટિવઃ– ડ્રાઇવિંગ કરતી સમયે ટ્રાફિક નિયમોનું પાલન કરો. નહીંતર તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. જેના કારણે સમય પણ બરબાદ થઇ શકે છે. કોઇપણ મોટું રોકાણ કરતા પહેલાં તેને લગતી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા કાર્યોમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ– જીવનસાથી સાથે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે,

——————————–

મકરઃ

પોઝિટિવઃ– જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો, તેનાથી તમારી અંદર ચાલી રહેલી કોઇ ગેરસમજ ઉકેલાઇ જશે. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે તમારો વધતો વિશ્વાસ પણ તમને શાંતિ અને માનિસક સુખ આપશે.

નેગેટિવઃ– બાળકોએ તેમના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. ફાલતૂ ગતિવિધિઓથી તમારું ધ્યાન હટાવો. કોઇ નજીકના સંબંધી કે મિત્ર પાસેથી સામાન્ય વાતને લઇને મતભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ– મીડિયા તથા કમ્યુનિકેશનને લગતા વેપારમાં મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ– પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે કોઇપણ ગતિવિધિમાં હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઇને ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– કામ વધારે રહેવાથી સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. જેના કારણે ઘરની વ્યવસ્થા પણ પ્રભાવિત થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો.

વ્યવસાયઃ– રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે.

લવઃ– ઘરની દેખરેખમાં પતિ-પત્ની બંનેનો સહયોગ પરિવારના વાતાવરણને સુખમય રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે

——————————–

મીનઃ

પોઝિટિવઃ– કોઇ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવાનો અવસર મળશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ તમે વ્યસ્ત રહેશો. તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે. પરિવાર સાથે ઘરને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ સુખદ સમય પસાર થશે.

નેગેટિવઃ– તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો. તમે કોઇ ષડયંત્રનો શિકાર થઇ શકે છે. ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેશો નહીં. આ સમય શાંતિથી પસાર કરવાનો છે. વારસાગત સંપત્તિનો વિવાદ ચાલતો રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં આજે કોઇ કામ પ્રત્યે વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ– પરિવાર સાથે કોઇ ધાર્મિક અનુષ્ઠાનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો, માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments