Saturday, December 3, 2022
Homeરાશિફળઆજનું રાશિફળ : શુક્રવારે આ 7 રાશિ પર ગ્રહો મહેરબાન રહેશે

આજનું રાશિફળ : શુક્રવારે આ 7 રાશિ પર ગ્રહો મહેરબાન રહેશે

- Advertisement -

27 સપ્ટેમ્બર, મંગળવારના રોજ મિથુન રાશિના જાતકોને તેમનું અટવાયેલું ધન પરત મળવાના યોગ છે. સિંહ રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળવાના યોગ છે. કન્યા અને મકર રાશિને સારા સમાચાર મળી શકે છે. તુલા રાશિના જાતકોને તેમની મહેનતનો ફાયદો મળશે. ધન રાશિના નોકરિયાત લોકો માટે સારો દિવસ છે. મીન રાશિના લોકો માટે પણ દિવસ સારો રહેશે. જોકે કર્ક રાશિના જાતકોને ગ્રહોનો સાથ નહીં મળી શકે છે. તે સિવાયની અન્ય રાશિઓ માટે દિવસ સામાન્ય રહેશે. 27 સપ્ટેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

 

મેષઃ

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા સંપર્ક સૂત્રને વધારે મજબૂત કરો, જેથી તમને મન પ્રમાણે પરિણામ મળી શકશે. તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરની સુખ-સુવિધાઓને લગતાં કાર્યોમાં પણ તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ– બની શકે છે કે કોઈ કામમાં વિઘ્ન આવે. જેના કારણે તમારી મનોઃસ્થિતિ વિચલિત રહેશે અને તેની અસર ઘરની વ્યવસ્થા ઉપર પણ પડશે. કોઈપણ પ્રકારના સ્થાન પરિવર્તનને લગતી ગતિવિધિઓને લઈને તણાવ રહી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયિક સ્થળે કરવામાં આવતા કાર્યોમાં સારો સુધાર સાબિત થઈ શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના ભારની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ વધારે સારી સાબિત થઈ શકે છે. કોઈ ઉધાર આપેલાં રૂપિયા પાછાલ મળવાથી રાહત અનુભવ થશે. તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ લેશો.

નેગેટિવઃ– પારિવારિક સભ્યો વચ્ચે થોડા વિવાદની સ્થિતિ બની શકે છે. જેના કારણે તણાવ રહેશે. એટલે ધૈર્ય અને સંયમ જાળવી રાખવો જરૂરી છે. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય પરેશાનીનું કારણ બનશે.

વ્યવસાયઃ– વ્યક્તિગત કારણોના લીધે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– સમયના અભાવને કારણે પરિવારના લોકો સાથે યોગ્ય સમય પસાર કરી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– ગેસ અને છાતિમાં બળતરા જેવી સમસ્યા રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– સામાજિક કે સોસાયટીને લગતી ગતિવિધિઓમાં સમય પસાર થશે. સમાન વિચારધારા ધરાવતા લોકો કોઈ વ્યક્તિ સાથે સંપર્ક બનાવવા તમારા માટે પ્રસન્નતા દાયક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ– ઘરની સુખ-સુવિધાને લગતી સામગ્રીની ખરીદીમા ખર્ચ થશે. જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઈ જવાથી કે ચોરી થવાની પણ શક્યતા છે.

વ્યવસાયઃ– વ્યક્તિગત કામ વધારે હોવાના કારણે વેપારના કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ– જીવનસાથી તથા પોતાના પ્રિયજનો અને પરિવારના લોકોની ચિંતા કરવી તમારા માન-સન્માનને વધારશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શનથી જૂના ખરાબ સંબંધોમાં સુધાર આવશે. ધનને લગતી ગતિવિધિઓ પોઝિટિવ રહેશે. જેથી તમે શારીરિક અને માનસિક રીતે પોઝિટિવ અનુભવ કરશો.

નેગેટિવઃ– બાળકોના વધારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો નહીંતર લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– આ સમયે કોઈપણ નવી યોજના કે પ્લાનિંગ ઉપર કામ કરવું નુકસાનદાયી રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં થોડો મનમુટાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવો કે સોજાની સમસ્યા રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– મિત્રો કે સહયોગીઓ સાથે ફોન ઉપર જ કોઈ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદો આપી શકે છે. તમને તમારી જ કોઈ સમસ્યાનું પણ સમાધાન મળશે અને તમે તમારા આત્મવિશ્વાસ તથા ભરપૂર ઊર્જા દ્વારા તમારા કાર્યોને યોગ્ય અંજામ આપશો.

નેગેટિવઃ– દિવસના બીજા પક્ષમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. અચાનક કોઈ મુશ્કેલી તમારી સામે ઊભી થઈ શકે છે તથા ખોટા કાર્યોમાં પણ સમય પસાર થશે. ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ અને અહંકાર તમારા બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામ વધારે રહી શકે છે.

લવઃ– લગ્નસંબંધોમાં નાની-મોટી નકારાત્મક વાતોના કારણે ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ લેશો નહીં.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે. આર્થિક મામલે તમને વિજય પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય યોજનાઓ પણ સફળ રહેશે. કોઈ પ્રોપર્ટી કે પરિવારને લઈને અટવાયેલો મામલો પણ ઉકેલાઈ જવાથી પરિવારમાં સુકૂન રહેશે.

નેગેટિવઃ– આવક અને વ્યયમાં યોગ્ય તાલમેલ જાળવી રાખો. નહીંતર આર્થિક સ્થિતિને લગતી થોડી સમસ્યાઓ બની શકે છે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં કોઈપણ પ્રકારની લેવડ-દેવડને લગતી ગતિવિધિઓમાં સાવધાની જાળવો

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સુધરશે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણ પ્રમાણે તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખવી જરૂરી છે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. જેના કારણે બધા પારિવારિક સભ્યો પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપી શકશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ– આ સમયે કોઈપણ પ્રકારની અવર-જવર કરવાનું ટાળો કેમ કે તેમાં રૂપિયા અને સમય ખરાબ થશે. ઘરના કોઈ નજીકના સભ્યના લગ્ન સંબંધોમાં અલગ થવાની સ્થિતિ ઊભી થવાથી તણાવ રહેશે.

વ્યવસાયઃ– આજે ઓફિસમાં વધારે કામ રહી શકે છે.

લવઃ– પારિવારિક અને વ્યવસાયિક ગતિવિધિઓમાં તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આ સમયની ગ્રહ સ્થિતિ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને મજબૂત કરી રહી છે. કોઈપણ વિપરીત પરિસ્થિતિનો સામનો મેળવવામાં તમે સક્ષમ રહેશો. ઘરમાં કોઈ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજનને લગતી યોજના બનશે.

નેગેટિવઃ– અન્ય લોકોના મામલે દખલ ન કરો તથા ગુસ્સા અને આવેશ જેવી સ્થિતિથી પણ દૂર રહો. કેમ કે કોઈ પ્રકારનો વિવાદ કે ઝઘડો થવાની સ્થિતિ રહી શકે છે. વધારે ગુસ્સો અને કટુ વાણી ઉપર પણ નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– કોઈપણ વ્યવસ્થા એક નિર્ણ લેતી સમયે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો.

લવઃ– લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર કે કોઈ પ્રકારની ઈજા થવાની સ્થિતિ બની શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે સમાન વિચારધારાના લોકો સાથે હળવું-મળવું એક નવી ઊર્જા પ્રભાવિત કરશે. ખેલકૂદ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક અવસર પ્રાપ્ત થશે. જો કોઈ સરકારી મામલો અટવાયેલો છે તો તેમાં ગતિ આવવાની શક્યતા છે.

નેગેટિવઃ– ઘરમાં અચાનક કોઈના આવવાથી તમે ખુશ થશો નહીં. આર્થિક સ્થિતિઓમાં થોડી ભાગદોડ રહેવાથી પરેશાન રહેશો. ઘર-પરિવારના વાતાવરણમાં પણ નકારાત્મક ઊર્જા અનુભવ થઈ શકે છે.

વ્યવસાયઃ– જો કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

લવઃ– પારિવારિક જીવનમાં કોઈ પ્રકારની ગેરસમજના કારણે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી સમસ્યાથી રાહત મળશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆત સારી રહેશે. એટલે પોતાની મહત્ત્વપૂર્ણ યોજનાઓ ઉપર ધ્યાન આપો અને તેના ઉપર તરત કામ શરૂ કરી દો, લક્ષ્ય પ્રાપ્તિમાં ભાઈઓને પણ યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ક્યારેક એવું પણ અનુભવ થશે કે મહેનતની અપેક્ષાએ પરિણામ મળી રહ્યા નથી. પરંતુ તે માત્ર તમારો વહેમ જ છે. ધૈર્ય અને સંયમ સાથે તમે સમસ્યાને કાબૂમાં કરી લેશો.

વ્યવસાયઃ– આજે વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડા વિઘ્ન આવવાથી ચિંતા રહેશે.

લવઃ– લગ્નસંબંધોમાં મધુરતા રહેશે

સ્વાસ્થ્યઃ– ગળામાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન અને તાવ રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજનું ગ્રહ ગોચર તમારા માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. માત્ર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘરમાં સમાજનમાં સન્માનિત સ્થાન પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ– તમારી પાસે ખૂબ જ વધારે યોજનાઓ હશે, પરંતુ ઉતાવળ અને ભાવુકતામાં કોઈ નિર્ણય ન લેશો. કોઈ પ્રિય વ્યક્તિ દ્વારા કોઈ અશુભ સમાચાર પ્રાપ્ત થવાથી મનમાં નિરાશા રહેશે.

વ્યવસાયઃ– યુવાઓને પોતાના કરિયરને લગતી યોજનાઓને શરૂ કરવાનો સમય આવી ગયો છે.

લવઃ– ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે થોડા મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆતમાં થોડી પરેશાનીઓનો સમયગાળો રહેશે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. કોઈ શુભચિંતકની મદદ તમારા માટે આશાનું કિરણ લઈને આવશે.

નેગેટિવઃ– દિવસની શરૂઆત થોડી કષ્ટદાયક છે એટલે ધૈર્ય અને સંયમથી કામ લો. વાહન અથવા કોઈ મોંઘા ઇલેક્ટ્રિક ઉપકરણ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. તમારી કોઈ વાતનો ખરાબ પ્રભાવ પણ પડી શકે છે.

વ્યવસાયઃ– તમારી કોશિશ દ્વારા વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ– લગ્નજીવન તથા પ્રેમ સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વિપરીત પરિસ્થિતિઓમાં તમારા વિચારોને પોઝિટિવ રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular