Wednesday, September 22, 2021
Homeદહેગામ : જુદી જુદી વેશભુષાઓ ધારણ કરી, વડીલો, યુવકો, યુવતીઓ,અને બાળકો ના...
Array

દહેગામ : જુદી જુદી વેશભુષાઓ ધારણ કરી, વડીલો, યુવકો, યુવતીઓ,અને બાળકો ના ભવ્ય ગરબા નું આયોજન

બધા જ રાસ ગરબાઓ અને નાટકો જોયા હશે પરંતુ આ રાસ ગરબાની પદ્ધતી જે રમાઈ રહ્યા છે તે તમે ક્યારેય જોયા નઈ હોય તેવી પરીક્રમા દેખાય છે.

 

દીવાળી અને દેવ દીવાળી ઉપર સમગ્ર ગુજરાતમા ગુજરાતી ગરબાઓની રમઝટ ચાલી આવે છે અને લોકો ગરબાની મજા માણવા માટે રાત્રે જાગરણ કરીને ગરબાની રમઝટ માણે છે ત્યારે આજે આપણે એવા ગરમા અને રાસ જોવા જઈ રહ્યા છે કે આવા રાસ ગરબા તમે ક્યારેય પણ જોયા નઈ હોય તેવા રાસ ગરબા અહીયા દ્રષ્ટીગોચર થઈ રહ્યા છે અને આ ગરબામા તમામ પ્રકારના ભગવાનો, માતાજી અને ગામડાની પ્રણાલીકાઓ, લાકડા, દેશી માટીના વાસણો, ડોક્ટરો, સુંદર યુવતીઓ શણાગાર, નારદ, પોલીસવાળા, નર્સ, નાના બાળકોના ખેલ, હીંદુ મુસ્લિમ યુવતીઓ અને ભોળાનાથ, મહાકાળી માતા, રામાપીરના દ્રષ્યો, પ્રધાન, જુદા જુદા માતાજીના સ્વરૂપો, નરેંદ્રભાઈ મોદીના દ્રષ્યો, હળ સાથે ખેડુતના દ્રષ્યો, ઘાસચારો લાવતી મહિલાઓ, ભાત લઈને જતી મહીલાઓ, કપડા ધોવા જતી મહિલાઓ, કચરા પેટી, શાળાએ જતી વિદ્યાર્થીનીઓ, શ્રી ક્રુષ્ણ ભગવાનના દ્રષ્યો, ચાની કીટલીના દ્રષ્યો જેવા જુદા જુદા પ્રકારના આ ગરબામા યુવક અને યુવતીઓ અને નાના બાળકો અને વડીલો વેશભુષાનો શણગાર સજીને કોઈ અનોખી રીતે ગરબાની રમઝટ માણતા નજરે પડી રહ્યા છે આવા ગરબાઓ તમે કોઈ પણ પાર્ટી પ્લોટમા જોઈ નહી હોય એવા ગરબાઓ અહીયા દ્રષ્ટિગોચર થાય છે.

 

  • આ રાસ ગરબામા જુદી જુદી વેશભુષાઓ ધારણ કરીને વડીલો, યુવકો, યુવતીઓ, નાના ભુલકાઓ જુદા જુદા સ્વરૂપમા નજરે પડી રહ્યા છે
  • આવા દેશી ગરબા કોઈ પણ પાર્ટી પ્લોટમા જોવા નહી મળે તેવા રાસ ગરબાનુ ભવ્ય આયોજન અહીયા દેખાઈ રહ્યુ છે
  • આ રાસ ગરબામા માતાજીના જુદા જુદા સ્વરૂપો, ભગવાન ભોળાનાથ, હનુમાનદાદા, ક્રુષ્ણ ભગવાન, ડોક્ટર, નરેંદ્રભાઈ મોદી, ખેડુત, કચરા પેટી નાખવાનુ સાધન અને રામાપીરના દ્રષ્યો જેવા અનેક સ્વરૂપો સાથે આ ગરબાઓ ગવાઈ રહ્યા છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments