વડોદરા : આજે રેકોર્ડ બ્રેક 115 પોઝિટિવ, વધુ 2 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 126, કુલ કેસ : 6762 થયા

0
13

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં કોરોનાના આજે અત્યાર સુધીના સૌથી વધુ 115 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 6762 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 126 થયો છે.

વડોદરામાં હાલ 1239 એક્ટિવ કેસ છે
વડોદરામાં આજે વધુ 75 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 5397 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચ્યા છે. વડોદરામાં હાલ 1239 એક્ટિવ કેસ પૈકી 147 દર્દી ઓક્સિજન ઉપર અને 57 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1035 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસો નોંધાયા
શહેરઃ
 અકોટા, બાપોદ, પ્રતાપનગર, દંતેશ્વર, અટલાદરા, ગોત્રી, માંજલપુર, માણેજા, મકરપુરા, વારસીયા, હરણી રોડ, ફતેગંજ, કારેલીબાગ, સુભાનપુરા, ગોરવા, લાલબાગ, અમિતનગર, પાણીગેટ, વાઘોડિયા રોડ, રાવપુરા, મુજમહુડા, વાસણા રોડ, VIP રોડ, નિઝામપુરા, આજવા રોડ, કલાલી, ઇલોરપાર્ક, ઓલ્ડ પાદરા રોડ, તરસાલી
ગ્રામ્યઃ પાદરા, ડભોઇ, કાયાવરોહણ, કરજણ, પોર, આસોજ, વાઘોડિયા, સયાજીપુરા, સાવલી, અવાખલ

વડોદરામાં હાલ 2653 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 2653 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 2610 લોકો હોમ ક્વોરન્ટીન, 32 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 11 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1815 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6429 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1153, પશ્ચિમ ઝોનમાં 1015, ઉત્તર ઝોનમાં 1815, દક્ષિણ ઝોનમાં 1309, વડોદરા ગ્રામ્યમાં 1438 અને 32 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ભરૂચમાં આજે વધુ 15 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 5, જંબુસરમાં 1 અને વાગરામાં 1 કેસ નોંધાયો છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 1258 ઉપર પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here