વડોદરા : આજે રેકોર્ડબ્રેક 118 પોઝિટિવ, કુલ કેસઃ7221, વધુ 55 દર્દીને ડિસ્ચાર્જ કરાયા, કુલ 5644 દર્દી રિકવર થયા

0
8

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના આજે અત્યાર સુધીના સૌથી વધુ 118 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંકડો વધીને 7221 ઉપર પહોંચ્યો છે. આજે વધુ એક મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 131 થયો છે. વડોદરામાં આજે વધુ 55 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 5644 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1446 એક્ટિવ કેસ પૈકી 157 દર્દી ઓક્સિજન ઉપર અને 60 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1229 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસો નોંધાયા
શહેરઃ- સુભાનપુરા, ગોરવા, ફતેપુરા, માંજલપુર, વાઘોડિયા રોડ, વાસણા, મકરપુરા, નવાપુરા, છાણી, કારેલીબાગ, સોમા તળાવ, ન્યુ સમા રોડ, નિઝામપુરા, વડસર, માણેજા, સમતા, ફતેગંજ, વારસીયા રિંગ રોડ, આજવા રોડ, ગોત્રી, ઓલ્ડ પાદરા રોડ, ન્યુ VIP રોડ, પાણીગેટ

ગ્રામ્યઃ– કરજણ, સાવલી, ડભોઇ, ઇંટોલા, સમીયાલા, ભાયલી, પાદરા
અન્યઃ- પાટણ

સેન્ટ્રલ જેલના કેદીનું સારવાર દરમિયાન મોત
વડોદરા સેન્ટ્રલ જેલના 66 વર્ષના કેદી કાંતિભાઇ છોટાભાઇનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. 26 જુલાઇના રોજ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન રવિવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું છે.

ધારાસભ્યના મધુ શ્રીવાસ્તવ અંગત અને ભાજપના કાર્યકરનું કોરોનાથી મોત
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવના અંગત અને ભાજપનાં કાર્યકર વિજયસિંહ પરમારનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા 20 દિવસથી વિજયસિંહ પરમાર શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, આજે તેમની તબિયત વધુ ગંભીર બનતા બપોરે 2 કલાકે તેમનું મૃત્યુ થયું છે.

વડોદરામાં હાલ 3199 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3199 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3140 લોકો હોમ ક્વોરન્ટીન, 39 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 20 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1873 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7221 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1237, પશ્ચિમ ઝોનમાં 1100, ઉત્તર ઝોનમાં 1873, દક્ષિણ ઝોનમાં 1411, વડોદરા ગ્રામ્યમાં 1566 અને 34 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ભરૂચમાં આજે વધુ 14 કેસ
ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસનો કુલ આંક 1330 ઉપર પહોંચી ગયો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 17 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કુલ 1123 દર્દી રિકવર થયા છે અને હાલ 182 એક્ટિવ દર્દી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here