શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન સામે નાઇટ રાઇડર્સની આજે આકરી કસોટી

0
0

કોલકાતા નાઇટ રાઇડર્સે જોઆઇપીએલ ટી૨૦ લીગમાં પોતાના અભિયાનને સીધી દિશામાં જારી રાખવું હશે તો તેણે શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સને બુધવારે રમાનારા મુકાબલામાં પોતાની સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને વિજય હાંસલ કરવો પડશે. રાજસ્થાનની ટીમે પોતાની છેલ્લી મેચમાં પંજાબ સામે ૨૨૪ રનનો વિક્રમી રનચેઝ કર્યો હતો અને તેણે પોતાની બંને મેચ જીતી છે. રાજસ્થાનની સફળતામાં સંજુ સેમસન અને રાહુલ તિવાટિયાનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે જે અત્યાર સુધી સ્ટાર ખેલાડીઓને ભારે પડયું છે. સંજુ સેમસને બંને મેચમાં અડધી સદી ફટકારી છે અને તેણે ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેનનું સ્થાન મેળવવા માટે ફરીથી પોતાનો દાવો મજબૂત કર્યો છે.

સુકાની સ્ટિવ સ્મિથે પણ પ્રેરણાદાયી પ્રદર્શન કર્યું છે. ઓપનર જોસ બટલર માટે મોટી ઇનિંગ્સ રમવાનો સમય પાકી ગયો છે. રાજસ્થાનની બરોબરી કરવા માટે કોલકાતાના સૌથી મોટા સ્ટાર આન્દ્રે રસેલ અને ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગને પણ ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરવો પડશે. જો કે બંને બેટ્સમેનોને ઘણી ઓછી તક મળી છે કારણ કે તેમને પાંચમા તથા છઠ્ઠી ક્રમે બેટિંગમાં મોકલવામાં આવે છે. જોકે રાજસ્થાનની બેટિંગ લાઇન-અપ જોતાં કોઈ પણ લક્ષ્યાંક સુરક્ષિત રહે તેમ લાગતું નથી. સિઝનની બંને સુપર ઓવર દુબઇમાં રમાઈ છે અને બંને ટીમો માટે આ ગ્રાઉન્ડ નવું છે. રાજસ્થાન અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૨૧ મેચ રમાઈ છે જેમાં બંને ટીમો ૧૦-૧૦ મેચો જીતી છે. એક મેચને પડતી મૂકવામાં આવી હતી. છેલ્લા પાંચ મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને ચાર વખત હરાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here