- Advertisement -
જાપાનના શહેર ઓસાકામાં જી-20 બેઠક ચાલી રહી છે. શુક્રવારે સવારે અમેરિકા-જાપાન-ભારતના નેતાઓની ત્રિપક્ષીય બેઠક શરૂ થઈ હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની પીએમ શિન્જો આબે ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં અનેક મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
ઈરાનના મુદ્દે પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે બહુ સમય છે, કોઈ ઉતાવળ નથી. તે સમય લઈ શકે છે. સમયને લઈને અમારું કોઈ દબાણ નથી. મને લાગે છે કે, છેલ્લે બધું સારું થઈ જશે. જો આ કામ કરે છે, તો ઠીક છે, નહીંતર તમે લોકો તેના વિશે કાંઈ સાંભળશો.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે, તમે લોકોને સાથે લાવવાનું મોટું કામ કર્યું છે. મને યાદ છે કે, જ્યારે તમે પહેલી વાર સત્તામાં આવ્યા હતા, ત્યારે અનેક ભાગલાઓ હતા, અને લોકો એકબીજા સાથે લડી રહ્યા હતા. અને હવે બધા એકસાથે છે. આ તમારી ક્ષમતાનું સૌથી મોટું સન્માન છે.
બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે, અમે લોકો બહુ સારા દોસ્ત થઈ ગયા છે. આ પહેલાં ક્યારેય પણ અમારા દેશો આટલાં નજીક નથી આવ્યા. હું એ વાત ભરોસા સાથે કહી શકું છું. અમે લોક અનેક ક્ષેત્રોમાં ખાસ કરીને મિલિટ્રીમાં મળીને કામ કરીશું. આજે અમે લોકો કારોબારના મુદ્દા પર પણ વાત કરી રહ્યા છે.
બ્રિક્સ લીડર સાથેની બેઠકમાં વડા પ્રધાન મોદીએ ત્રણ મોટી ચેલેન્જનો ઉલ્લેખ કર્યો હતો.