Thursday, April 18, 2024
Homeઊંઝા : ધર્મોત્સવમાં એકસાથે 15 હજાર બહેનાના હાથમાં મા ઉમિયાની મહેંદી મૂકી...
Array

ઊંઝા : ધર્મોત્સવમાં એકસાથે 15 હજાર બહેનાના હાથમાં મા ઉમિયાની મહેંદી મૂકી વિશ્વવિક્રમ રચાશે

- Advertisement -

ઊંઝાઃ ઊંઝાના આંગણે 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 31 હજારથી વધુ નારીશક્તિ વિવિધ સેવાકાર્યોમાં ખડેપગે રહેનાર છે, ત્યારે એક ધાર્મિક કોન્સેપ્ટના ભાગરૂપે 15મી ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગે ઉમિયાનગર લક્ષચંડી મહાયજ્ઞ સ્થળે 15 હજારથી વધુ બહેનાના હાથમાં ઉમિયા માતાજીની મહેંદી મુકવામાં આવશે, જે વિશ્વવિક્રમ બનશે તેવી આશા સાંસ્કૃતિક કમિટીએ જણાવ્યું હતું.


સાંસ્કૃતિક કમિટી દ્વારા 15 ડિસેમ્બરે બપોરે 12 વાગે લક્ષચંડી મહાયજ્ઞ સ્થળે ઉમિયા નગરમાં ઉમિયા માતાજીની થીમ ઉપર મહેંદીનો એક કોન્સેપ્ટ તૈયાર કરાયો છે, જેમાં સ્પર્ધા નહીં માત્રને માત્ર ઉમિયા માતાજીની થીમની મહેંદી મૂકવી એ અભિગમ છે. સાંસ્કૃતિક કમિટી સ્થળ ઉપર વિનામૂલ્યે મહેંદીના કોન આપશે એમ સાંસ્કૃતિક કમિટી ચેરમેન ચંદ્રકાન્તભાઈ પટેલે જણાવ્યું હતું. આ કોન્સેપ્ટ માં 15 હજારથી વધુ બહેનો ભાગ લઇ વિશ્વવિક્રમ નોંધાવે એવી તૈયારી આરંભાઈ છે. કમિટીનો જનસંપર્ક નંબર ૯૮૯૮૧૮૭૦૨૪ તેમજ ૯૩૭૬૩૫૦૫૫૨ છે.


31 હજાર બહેનો મહોત્સવમાં સેવા આપશે
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રારંભથી લઇ પૂર્ણાહુતિ સુધી ઊંઝાના પટેલ સમાજમાં સ્થાનિક આંટા કડવા પાટીદાર સમાજની 4 દેશ, ઉનાવાની દેશ, દૂધલીની દેશ, રંગપુર સમાજની દેશ, ઉમિયા માતાજીની દેશ તેમજ મૌલૌત સમાજ, રુસાત સમાજ અને બહારગામ પટેલ સમાજ સહિત અન્ય પટેલ સમાજ તેમજ સર્વજ્ઞાતીય 31 હજારથી વધુ બહેનો વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, અન્નપૂર્ણા, મેડિકલ, સ્વયંસેવક, ઝવેરા, મહેંદી, દર્શન, સરભરા, ચા-પાણી, આમંત્રણ પત્રિકા અને ધાર્મિક સાહિત્ય વિભાગમાં ખડેપગે રહેશે. ગ્રામ્ય મહિલા સ્વયં સેવક કમિટી ચેરમેન મયુરીબેન પટેલે તાલુકાનાં 31 ગામોની 21 નારીશક્તિની કારોબારી કમિટી સહિત 490 બહેનો તેમજ ઊંઝા મહિલા સ્વયં સેવક કમિટી ચેરમેન કુસુમબેન પટેલ 21ની કારોબારી અને 1500 સ્વયં સેવક મહિલાઓ જે ટોપી અને કોટીમાં સજ્જ થઇ માની ભક્તિમાં જોડાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular