Saturday, September 18, 2021
Homeટોકિયો ઓલિમ્પિક : ચીને આશ્ચર્ય સર્જીને ઓસ્ટ્રેલિયા અને અમેરિકન ટીમને હરાવી
Array

ટોકિયો ઓલિમ્પિક : ચીને આશ્ચર્ય સર્જીને ઓસ્ટ્રેલિયા અને અમેરિકન ટીમને હરાવી

ટોકિયો ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ચીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના છેલ્લા 25 વર્ષથી જામેલા વચર્સ્વને તોડી નાંખ્યુ છે.

ચીની ચાર મહિલા સ્વિમર્સે ફ્રી સ્ટાઈલ સ્વિમિંગની 4*200 મિટરની રીલે રેસમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સ્પર્ધકોને પછાડીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્વિમિંગની આ ઈવેન્ટમાં 1996થી અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા ગોલ્ડ મેડલ જીતતુ હતુ પણ આ વખતે ચીનની ચાર મહિલાઓએ સાત મિનિટ અને 40.44 સેકન્ડના સમયમાં આ સ્પર્ધા જીતી હતી અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

સિલ્વર મેડલ અમેરિકાને મળ્યો હતો. અમેરિકન મહિલાઓએ 7 મિનિટ અને્ 40.73 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 7 મિનિટ અને 41.29 સેકન્ડનો સમય લીધો હતો.

આ પહેલા 4*200 મિટરની રિલેમાં અગાઉનો વર્લ્ડ રેકોર્ડ 7 મિનિટ અને 41.50 સેકન્ડનો હતો અને આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. જોકે ચીનની મહિલા સ્વીમર્સે હવે નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આમ તો આ સ્પર્ધા જીતવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ ફેવરીટ હતી. કારણકે ઓસ્ટ્રેલિયાની સ્વિમિંગ સ્ટાર ટિટમસ આ પહેલા 200 મીટર અને 400 મિટરની સ્વિમિંગ રેસમાં ગોલ્ડ જીતી ચુકી હતી અને આ ઈવેન્ટમાં પણ તે ઉતરવાની હતી. જોકે ચીને આશ્ચર્ય સર્જીને ઓસ્ટ્રેલિયા અને અમેરિકન ટીમને હરાવી હતી.

સ્વિમિંગમાં ચીનનો બીજો ગોલ્ડ છે. આ પહેલા 200 મીટરની બટર ફ્લાય રેસમાં ચીન ગોલ્ડ જીતી ચુકયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments