Saturday, September 18, 2021
Homeટોકિયો ઓલિમ્પિક : ભારત માટે બેડમિન્ટન, તિરંદાજી, હોકી અને બોક્સિંગમાં સારી ખબર
Array

ટોકિયો ઓલિમ્પિક : ભારત માટે બેડમિન્ટન, તિરંદાજી, હોકી અને બોક્સિંગમાં સારી ખબર

ટોકિયો ઓલિમ્પિકમાં આજે ભારત માટે બેડમિન્ટન, તિરંદાજી, હોકી અને બોક્સિંગમાં સારા ખબર આવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે આજે બોકિસંગમાં ભારતના સતીશ કુમારે 91 કિલો વજનની કેટેરગીમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને હરાવીને કવાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. હવે સતીશનો મુકાબલો ઉઝબેકિસ્તાનના બખોદિર જાલાલોવ સાથે થશે. જે હાલમાં વર્લ્ડ ચેમ્પિયન પણ છે. આમ સતીશ કુમાર જો આ કપરા મુકાબલમાં જીતશે તો તે બ્રોન્ઝ મેડલ જીતશે તે નિશ્ચિત છે.

બીજી તરફ ભારતીય તિરંદાજ અતાનુ દાસ પણ હવે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. અતાનુએ બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન અને સાઉથ કોરિયાના ઓહ જિન હયેકને રોમાંચક મુકાબલામાં હરાવ્યો હતો. બંને ખેલાડીઓ એક સરખી ગેમ જીત્યા બાદ શૂટઆઉટમાં અતાનુએ 6-5થી જીત મેળવી હતી. હવે પછી અતાનુનો સામનો જાપાનના તિરંદાજ અને લંડન ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા તાકાહારુ ફુરુકાવા સાથે થશે.

હોકીમાં પુરુષ ટીમે હાલની ચેમ્પિયન ટીમ આર્જેન્ટીનાને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે.

બેડમિન્ટમાં પીવી સિંધુએ પણ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં હરાવીને કવાર્ટર ફાઈનલમાં જગ્યા મેળવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments