Friday, September 17, 2021
Homeટોક્યો ઓલિમ્પિક્સ : 41 વર્ષ પછી ભારતીય પુરુષ હોકી ટીમ ટોપ-4મા પ્રવેશી
Array

ટોક્યો ઓલિમ્પિક્સ : 41 વર્ષ પછી ભારતીય પુરુષ હોકી ટીમ ટોપ-4મા પ્રવેશી

ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ટીમ 1972 બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા માટે દિલપ્રીત સિંહે 7મી મિનિટે, ગુરજંત સિંહે 16મી અને હાર્દિક સિંહે 57મી મિનિટે ગોલ કર્યા હતા. ટીમ ઇન્ડિયા હવે સેમીફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે.

100 મીટર રેસ દરમિયાન ઇટાલીનો માર્શેલ જેકબ (મધ્યમાં). - Divya Bhaskar

ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોની 100 મીટર સ્પ્રિન્ટમાં ઈટાલીનાં માર્શેલ જૈકબે 9.79 સેકન્ડના ટાઇમ કાઢી ગોલ્ડ મેડલ જીત્યો છે. અમેરિકી ફ્રેડ કેરલીએ (9.84 સેકન્ડ) સિલ્વર અને કેનેડાનાં આંદ્રે ડિ ગ્રાસે (9.89)એ બ્રોન્ઝ જીત્યો છે.

ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે મેચ જીતી ગઈ છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી તથા બીજી ગેમ પણ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. આ મેચ 53 મિનિટ સુધી ચાલી હતી.

સિંધુએ ઈતિહાસ રચ્યો
સિંધુ બે અલગ-અલગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર વિશ્વની ચોથી બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. સિંધુ સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે, આની સાથે જ પીવી સિંધુએ સુશીલ કુમારનાં રેકોર્ડની પણ બરાબરી કરી દીધી છે.

સિંધુએ 2016ની રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ આ સિદ્ધિ માત્ર રેસલર સુશીલ કુમારના નામે હતી. એણે વ્યક્તિગત સ્પર્ધામાં ભારત તરફથી બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. સુશીલે બિજિંગ (2008) ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને લંડન ઓલિમ્પિક (2012)માં સિલ્વર મેડલ જીત્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયાનાં 3 મેડલ પાક્કા
હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ત્રણ મેડલ પાક્કા છે. ઈન્ડિયા માટે વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ સિલ્વર જીત્યો છે. તે જ સમયે, બોક્સર લવલિના બોર્ગોહેને મહિલાઓના 69 કિલો વજન વર્ગમાં ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડસ સુનિશ્ચિત કર્યો છે.

ક્વાર્ટર ફાઇનલ મેચમાં સતીશ એકતરફી રીતે હારી ગયો.
ક્વાર્ટર ફાઇનલ મેચમાં સતીશ એકતરફી રીતે હારી ગયો.

ઈન્ડિયન બોક્સર સતીશ મેડલ રેસની બહાર
ભારતીય બોક્સર સતીશ કુમાર હેવીવેઇટમાં વિશ્વના નંબર વન જલોલોવ બખોદિરી સામે હાર્યા બાદ મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. ઉઝબેકિસ્તાનના જલોલોવ બખોદિરીને પ્રથમ રાઉન્ડમાં તમામ જજોએ 10-10 અંક આપ્યા હતા.

જ્યારે, બીજા રાઉન્ડમાં પણ નિર્ણય બકોદિરીની તરફેણમાં હતો. તેણે ત્રીજા રાઉન્ડમાં પણ સરળતાથી જીત મેળવી હતી. છેલ્લી મેચમાં સતીશ ઘાયલ થયો હતો. પહેલા એવા પણ સમાચાર હતા કે તેને ક્વાર્ટર ફાઇનલ માટે રિંગમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે.

બેલ્જિયમની હોકી ટીમ સેમીફાઇનલમાં પ્રવેશી
મેન્સ હોકીમાં બેલ્જિયમે સ્પેનને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લી 4 મેચમાં બેલ્જિયમનો સામનો ભારત અને બ્રિટન વચ્ચેની મેચની વિજેતા ટીમ સામે થશે. બીજી બાજુ, રિયો ઓલિમ્પિકની ચેમ્પિયન આર્જેન્ટિનાની હોકી ટીમ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું હતું. બીજી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

ગોલ્ફ- છેલ્લા રાઉન્ડમાં અર્નીબાન 28માં સ્થાને છે, જ્યારે ઉદયાન 56માં સ્થાને સરકી ગયો છે.

ઘોડેસવારી- ફવાદે ટેકનિકલ કારણોસર થોડી મોડી શરૂઆત કરી હતી. ક્રોસ કન્ટ્રીમાં પેનલ્ટી મળી. તે 13માં સ્થાને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments