Saturday, September 25, 2021
Homeટોક્યો ઓલિમ્પિક્સ : ભારતીય મહિલા હોકી ટીમ સેમી-ફાઇનલમાં પહોંચી
Array

ટોક્યો ઓલિમ્પિક્સ : ભારતીય મહિલા હોકી ટીમ સેમી-ફાઇનલમાં પહોંચી

ટોક્યો ઓલિમ્પિકના 11મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી-ફાઇનલમાં પહોંચી છે. ભારતે ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવ્યું હતું. ભારતની ગુરજિત કૌરે 22મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. તેણે ડાયરેક્ટ ફ્લિકથી ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ડ્રેગ-ફ્લિકથી ગોલ ગુમાવ્યો હતો.

ગોલ બાદ જશ્ન માનવતી ભારતીય ટીમ.

શૂટરમાં પણ ભારતની છેલ્લી આશા ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને સંજીવ રાજપૂતનો મુકાબલો શરૂ થઈ ગયો છે. તે બંને 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ગોલ કર્યા બાદ ખુશ ભારતની ગુરજિત કૌર.
ગોલ કર્યા બાદ ખુશ ભારતની ગુરજિત કૌર.
મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફોર્વર્ડને રોકવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય ખેલાડી.
મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફોર્વર્ડને રોકવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય ખેલાડી.
રાની રામપાલ અને વંદના કટારિયાએ મળીને પ્રથમ બે ક્વાર્ટરમાં કાઉન્ટર અટેક કર્યો.
રાની રામપાલ અને વંદના કટારિયાએ મળીને પ્રથમ બે ક્વાર્ટરમાં કાઉન્ટર અટેક કર્યો.

કમલપ્રીત કૌર રચી શકે છે ઈતિહાસ
આજે દેશની નજર કમલપ્રીત કૌર પર રહેશે. તે ડિસ્કસ થ્રોની ફાઇનલમાં પ્રવેશ કરશે. જો કમલપ્રીત મેડલ જીતવામાં સફળ રહી, તો તે એથ્લેટિક્સમાં મેડલ લાવનાર પ્રથમ ભારતીય બનશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં કમલપ્રીતના પ્રદર્શનને જોતાં તેને મેડલ લાવવાની આશા વધી છે. તેણે ડિસ્કસને 64 મીટર દૂર ચક્ર ફેંકીને ઇતિહાસ રચ્યો હતો

શૂટરમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ બીજા નંબરે
શૂટરમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે આશા જાગાવી છે. તે પુરુષોની 50 મીટર થ્રી પોઝિશન ક્વોલિફિકેશનમાં બીજા ક્રમે ચાલી રહ્યો છે. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે નીલિંગમાં કુલ 397નો સ્કોર કર્યો છે. તેણે પ્રથમ શ્રેણીમાં 99, બીજીમાં 100, ત્રીજીમાં 98 અને ચોથી શ્રેણીમાં 100 નો સ્કોર કર્યો હતો.

સંજીવ રાજપૂત અને ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર વચ્ચે મુકાબલો શરૂ
શૂટરમાં સંજીવ રાજપૂત અને ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. પુરુષોની 50 મીટર થ્રી પોઝિશનની ક્વોલિફિકેશનમાં બંને નિશાનેબાજ ભાગ લઈ રહ્યા છે. થ્રી પોઝિશન રાઇફલમાં ત્રણ રાઉન્ડ હોય છે. ખેલાડીઓએ 3 સ્થિતિમાં નીલિંગ (ઘૂંટણિયે બેસીને), પ્રોન (લાંબા થઈને સૂઈને) અને સ્ટેન્ડિંગ (ઊભા રહીને)માં નિશાન લગાવવાનું હોય છે. દરેક રાઉન્ડમાં 40 શોટસ હોય છે. ત્રણેય રાઉન્ડ પછી ટોચના 8 ખેલાડી આગામી રાઉન્ડ માટે ક્વોલિફાઇ થશે.

હોકીમાં બીજા ક્વાર્ટરમાં ભારતે આક્રમણ કર્યું
ભારતીય ટીમે બીજા ક્વાર્ટરમાં અદભુત હોકી રમી. જો ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચવો હોય તો એને આગામી 30 મિનિટ સુધી આ રીતે હોકી રમવી પડશે. બાકીના 2 ક્વાર્ટરમાં જો ટીમ જોર લગાવી દે તો તે સેમી-ફાઇનલમાં પહોંચી જશે.

મહિલા હોકીમાં આર્જેંન્ટીનાની ટીમ સેમી-ફાઇનલમાં
આર્જેંન્ટીનાએ મહિલા હોકીની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં જર્મનીને 3-0થી હરાવી હતી. આ જીત સાથે આર્જેંન્ટીના સેમી-ફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ મહિલા હોકી ટીમ બની છે.

આજે ભારતના મુકાબલા

એથ્લેટિક્સ

સાંજે 4:30 વાગ્યે: કમલપ્રીત કૌર, મહિલા ડિસ્કસ થ્રો ફાઇનલ

નિશાનેબાજી

બપોરે 1:20 વાગ્યે: પુરુષોની 50 મીટર રાઇફલ ફાઇનલ

ઘોડેસવારી

બપોરે 1:30 વાગ્યે: ફવાદ મિર્ઝા, ઇવેન્ટિંગ જમ્પિંગ વ્યક્તિગત ક્વોલિફાયર

સાંજે 5:15 વાગ્યે: ઇવેન્ટિંગ વ્યક્તિગત જમ્પિંગ ફાઇનલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments