Wednesday, September 29, 2021
Homeટોક્યો ઓલિમ્પિક્સ : ભારતના રવિ દહિયા અને દિપક પૂનિયા કુસ્તીની સેમી-ફાઈનલમાં
Array

ટોક્યો ઓલિમ્પિક્સ : ભારતના રવિ દહિયા અને દિપક પૂનિયા કુસ્તીની સેમી-ફાઈનલમાં

ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ 57 કિલો વજન કેટેગરીની અને દીપક પૂનિયા 86 કિલો વજનની કેટેગરીમાં સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. રવિએ બલ્ગેરિયાના કુસ્તીબાજને પછાડ્યો અને દીપકે ચીની કુસ્તીબાજને હરાવ્યો. બંનેએ 10 મિનિટમાં જ ભારત માટે 2 મેડલ જીત્યાં છે.

રવિ દહિયા અને દિપક પૂનિયા ફાઈલ ફોટો - Divya Bhaskar

તે બંને આજે જ સેમી-ફાઈનલ પણ રમશે. તેઓ બંને ભારત માટે વધુ 2 મેડલ પાક્કા કરી શકે છે. ભારતે ઓલિમ્પિક કુસ્તીમાં ઓવરઓલ 5 મેડલ જીત્યા છે. રવિ અને દીપક પહેલા કેડી જાધવ(1952), સુશીલ કુમાર (2)(2008, 2012), યોગેશ્વર દત્ત(2012) અને સાક્ષી મલિક(2016) જીતી ચૂક્યા છે.

નિરજ ચોપડા જેવલિન થ્રોનાં ફાઈનલમાં પહોચ્યાં
જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. બુધવારે ભારતીય મહિલા હોકી અને બોક્સર લવલિના બોરગોહેન પાસે પણ ઘણી આશાઓ છે. હોકી ટીમ પહેલેથી જ ફાઈનલમાં પહોંચી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂકી છે.

એવી જ કંઈક સ્થિતિ લવલિનાની પણ છે. પોતાના પહેલા જ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પાક્કો કરી ચૂકી છે. લવલિના હવે સિલ્વર અથવા ગોલ્ડ પાક્કો કરવા ઈચ્છશે. એના સિવાય ભારતને કુસ્તી, એથ્લેટિક્સ અને ગોલ્ફમાં પણ સારા પ્રદર્શનની આશાઓ છે.

ચોપડાએ પહેલા જ પ્રયાસમાં 86.65 મીટર થ્રો કર્યો
નીરજ પૂલ એમાં હતો. તેણે પોતાના પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરનો થ્રો ફેક્યો. એ સાથે જ તેણે ભારત માટે મેડલની આશાઓ જગાવી છે. ચોપડાની ઓલિમ્પિકની તૈયારીઓ ઈજા અને કોરોનાના લીધે પ્રભાવિત થઈ હતી, પરંતુ તેણે તેમના પ્રશંસકોને નિરાશ ન કર્યા અને ઓલિમ્પિકના પહેલા જ થ્રોમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજા ભારતીય થ્રોઅર શિવપાલ સિંહ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમણે ત્રીજા પ્રયાસમાં 74.81 મીટરનો થ્રો કર્યો. એ પહેલા તેણે બીજા પ્રયાસમાં 74.80 મીટર અને પહેલા પ્રયાસમાં 76.80 મીટરનો થ્રો કર્યો હતો.

બોક્સિંગ
સવારે 11:00 વાગ્યાથી લવલિના બોરગોહેન V/S બુસેનાજ સુરમેનેલી(તુર્કી) મહિલાઓની 69 KG બોક્સિંગની સેમી-ફાઈનલ

હોકી
બપોરે 3:30 વાગ્યાથી ભારત V/S આર્જેન્ટીના, મહિલા ટીમ સેમી-ફાઈનલ

કુસ્તી
બપોરે 2:45થી – રવિ દહિયા: 57 કિલોગ્રામ વેટ કેટેગરી સેમી-ફાઈનલ
બપોરે 2:45થી – દિપક પૂનિયા: 86 કિલોગ્રામ ફ્રિસ્ટાઇલ સેમી-ફાઈનલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments