Saturday, September 25, 2021
Homeટોક્યો ઓલિમ્પિક્સ : પીવી સિંધુ એ ક્વાર્ટર ફાઇનલમાં ચોથા નંબરની જાપાની ખેલાડીને...
Array

ટોક્યો ઓલિમ્પિક્સ : પીવી સિંધુ એ ક્વાર્ટર ફાઇનલમાં ચોથા નંબરની જાપાની ખેલાડીને હરાવી

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. અઇંધુ સતત બીજા ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે. રિયો ઓલિમ્પિકમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુ અને યામાગૂચીની વચ્ચે આ અત્યારસુધીનો 19મો મુકાબલો હતો, એમાં સિંધુએ 12મી વખત જીત મેળવી છે.

લવલીનાએ ત્રણેય રાઉન્ડમાં ચાઈનીઝ બોક્સર તાઈપે કી ચેનને પછાડી હતી.

ઓલિમ્પિકમાં સિંધુનો મેડલ પાક્કો કેમ?

ટોક્યો ઓલિમ્પિકમાં સિંધુ એ અત્યાર સુધી 4 મેચ રમી છે. તેનું પ્રદર્શન એટલું ધમાકેદાર રહ્યું છે કે દરેક મેચ બે રાઉન્ડમાં જ પૂરી થઈ ગઈ છે.

  1. ગ્રુપ મેચમાં ઈઝરાઈલની કે. પોલિકાર્પોવાને 21-7, 21-10થી હરાવી.
  2. બીજી ગ્રુપ મેચમાં હોંગકોંગની એન. વાય. ચેંગને 21-9, 21-16થી હરાવી.
  3. રાઉન્ડ ઓફ 16માં ડેન માર્કની એમ બ્લિચફેલ્ડને 21-15 21-13થી હરાવી.
  4. ક્વાટર ફાઈનલમાં જાપાનની એ. યામાગુચીને 21-13, 22-20થી હરાવી.

ટોક્યો ઓલિમ્પિક્સમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેને 96 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમી-ફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો છે. જોકે અન્ય એક મહિલા બોક્સર સિમરનજિત કૌર 60 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હારી જતાં બહાર થઈ ગઈ છે.

ભારતીય મહિલા હોકી ખેલાડી નેહા આયર્લેન્ડની ડિફેન્ડર્સને પછાડવાના પ્રયાસમાં.
ભારતીય મહિલા હોકી ખેલાડી નેહા આયર્લેન્ડની ડિફેન્ડર્સને પછાડવાના પ્રયાસમાં.

બીજી તરફ, તીરંદાજમાં દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે, જ્યારે મહિલા હોકી ટીમે આયર્લેન્ડને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા કાયમ રાખી છે. શનિવારે ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. ત્યાર બાદ નક્કી થશે કે મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે કે નહીં.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે વધુ એક મેડલની પુષ્ટિ થઈ છે. ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેને ચીનની તાઈપે કી ચેન નિએનને હરાવી 69 કિલોગ્રામ વજન કેટેગરીની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. ત્રણેય રાઉન્ડમાં લવલીનાએ હરીફ બોક્સરને ટકવા ન દીધી. પ્રથમ રાઉન્ડમાં 5માંથી 3 જજોએ લવલીનાની તરફેણમાં ફેંસલો આપ્યો છે. બીજા રાઉન્ડમાં પણ તમામ 5 જજોએ લવલીનાને વિજેતા તરીકે જોઇ. ત્રીજા રાઉન્ડમાં 4 જજોએ લવલીનાને વધુ સારી રીતે બતાવી હતી. અન્ય એક ભારતીય મુક્કાબાજી સિમરનજિત કૌર 60 કિલો વજનની કેટેગરીમાં થાઇલેન્ડની સુદાપોર્ન સિસોંડી સામે 5-0થી હારી ગયા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. આ રીતે લવલીનાએ 4-1થી મુકાબલો જીત્યો.

બોક્સિંગમાં સેમી-ફાઇનલમાં પહોંચતાં જ મેડલ પાક્કો થઈ જાય છે. લવલીના સેમી-ફાઇનલમાં 2019 વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે.

દીપિક કુમારી તીરંદાજીની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રશિયન ઓલિમ્પિક કમિટી (ROC)ની સેનિયા પેરોવાને શૂટઆઉટમાં 6-5થી હરાવી હતી. દીપિકાએ સેનિયા સામે પહેલો સેટ 27-25થી જીત્યો હતો, જ્યારે સેનિયાએ બીજો સેટ 27-26થી જીત્યો હતો. ત્રીજા સેટમાં સેનિયાએ 28-27થી જીત મેળવી હતી. આ પછી ચોથા સેટમાં સેનિયાએ વાપસી કરી અને 26-26ની બરબરી કરી હતી. આ પછી પાંચમો સેટ 28-25થી જીત્યો. મુકાબલો શૂટઆઉટ પર ગયો. આમાં દીપિકાએ 10 પોઈન્ટ લીધા હતા, જ્યારે સેનિયા માત્ર 8 પોઈન્ટ લઈ શકી હતી.

જ્યારે, આજે બોક્સિંગમાં લવલીના બોરગોહેન, બેડમિન્ટનમાં પીવી સિંધુ પડકાર આપશે. લવલીના અને સિંધુએ ક્વાર્ટર ફાઇનલ મેચ રમવાની છે. જો લવલીના આ મુકાબલો જીતે તો MC મેરીકોમ પછી તે ઓલિમ્પિક મેડલ મેળવનાર બીજી ભારતીય મહિલા બોક્સર બનશે. સિંધુ સામે જાપાનની અકાને યામાગૂચીનો કઠિન પડકાર છે.

શૂટર- ભારતીય શૂટર મનુ ભાકર અને રાહી સરનોબતને મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ક્વોલિફાઇંગ ઇવેન્ટમાંથી બહાર કરી દેવામાં આવી છે. ભાકર 582ના સ્કોર સાથે 11મા સ્થાન પર, જ્યારે રાહી 573 પોઇન્ટ સાથે 32મા ક્રમે રહી છે.

એથ્લેટિક્સ-ભારતના અવિનાશ સાબલે પુરુષોની 3000 મીટર સ્ટિપલચેસમાં રાઉન્ડ હિટ 2માં સાતમા સ્થાને રહ્યા. જોકે તેણે 8 મિનિટ 18.12 સેકંડનો સમય લગાવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.

હોકી – ભારે વરસાદને કારણે ભારતીય મહિલા હોકી ટીમની મેચ સવારે 9.15થી શરૂ થશે. ભારતીય ટીમ આજે આયર્લેન્ડની ટીમ સામે છે, જ્યારે બપોરે 03:00 વાગ્યે: ભારત વિ જાપાન, મેન્સ પૂલ એ મેચ

તીરંદાજી
સવારે 11:15 વાગ્યાથી: ક્વાર્ટર ફાઇનલ મેચ.

બપોરે 12:15 વાગ્યાથી: સેમી-ફાઇનલ મુકાબલો.

બપોરે 12:15 વાગ્યાથી: સેમી-ફાઇનલ મુકાબલો.

બપોરે 01:00 વાગ્યે: બ્રોન્ઝ મેડલ મેચ.

બપોરે 01: 15 વાગ્યે: ગોલ્ડ મેડલ મેચ.

એથ્લેટિક્સ
સવારે 08:45 વાગ્યે : એમપી જાબીર, પુરુષોની 400 મીટર બધા દોડ, પ્રથમ રાઉન્ડ હિટ 5.

સવારે 08:45 વાગ્યે : દુતી ચંદ, મહિલાઓની 100 મીટર, પ્રથમ રાઉન્ડ હિટ.

સાંજે 04:42 વાગ્યે: મિશ્ર ચાર ગણી 400 મીટર રિલે દોડ, પ્રથમ રાઉન્ડ હિટ 2.

બેડમિન્ટન
બપોરે 01:15 વાગ્યે: પીવી સિંધુ વિ. અકાને યામાગુચી (જાપાન), મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ

ઘોડેસવારી
બપોરે 02:00: ફૌવાદ મિર્ઝા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments