Wednesday, September 29, 2021
Homeટોક્યો ઓલિમ્પિક્સ : સોનમ મલિક કુસ્તીમાં હારી
Array

ટોક્યો ઓલિમ્પિક્સ : સોનમ મલિક કુસ્તીમાં હારી

કુસ્તીબાજ સોનમ મલિક પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી. - Divya Bhaskar

ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસે કુસ્તીબાજ સોનમ મલિક ફ્રી સ્ટાઇલ 62 કિલો વજન વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તેને મંગોલિયન કુસ્તીબાજ બોલોરતુયા ખુરેલખુએ હરાવી. જો મંગોલિયન કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચે તો સોનમને રિપેચેજ રાઉન્ડ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળી શકે છે.

19 વર્ષની સોનમ મેચની શરૂઆતમાં આગળ ચાલી રહી હતી, પરંતુ બોલોરતુયાએ ફરી વાપસી કરીને સ્કોર 2-2 પર સરભર કર્યો. મંગોલિયન કુસ્તીબાજને 2 ટેકનિકલ પોઈન્ટ મળ્યા હતા. છેલ્લી થોડી સેકંડમાં પોઈન્ટ સ્કોર કરવાના આધારે અને એકસાથે વધુ પોઈન્ટ સ્કોર કરવાના આધારે તેણે જીત મેળવી હતી.

ટોક્યો ઓલિમ્પિક્સના 12મા દિવસે બેલ્જિયમે પુરુષોની હોકી સેમી-ફાઇનલમાં ભારતને 5-2થી હરાવ્યું છે. બેલ્જિયમે છેલ્લા ક્વાર્ટરમાં 3 ગોલ કર્યા અને ભારતનો સફાયો કરીને લીડ મેળવી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ભારતે પહેલા ક્વાર્ટરમાં 2-1ની લીડ મેળવી હતી, જે બીજા ક્વાર્ટરમાં ગુમાવી હતી. બેલ્જિયમની ટીમે વાપસી કરતાં તેણે 19મી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો. ત્યાર પછી 49મી, 53મી અને 60મી મિનિટમાં બેલ્જિયમે ગોલ કરીને મેચ જીતી લીધી હતી

ભારતીય વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ભારત માટે પ્રથમ ગોલ કર્યો હતો.
ભારતીય વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ભારત માટે પ્રથમ ગોલ કર્યો હતો.
હાર બાદ ભારતીય પુરુષ હોકી ટીમ નિરાશ.
હાર બાદ ભારતીય પુરુષ હોકી ટીમ નિરાશ.

પ્રથમ ક્વાર્ટરમાં ભારત માટે શાનદાર રમત

ટીમ ઇન્ડિયાએ 15 મિનિટના પહેલા ક્વાર્ટરમાં 2-1ની લીડ મેળવી હતી. બંને ટીમે આક્રમક હોકી રમી અને વારંવાર વળતો હુમલો કર્યો. જોકે ભારતીય ડિફેન્સ સામે બેલ્જિયમનું એકપણ ચાલ્યું નહીં.

બીજા ક્વાર્ટરમાં બેલ્જિયમે બરાબરી કરી

બીજા ક્વાર્ટરમાં બેલ્જિયમનું વર્ચસ્વ રહ્યું. બેલ્જિયમને આ ક્વાર્ટરમાં સતત 3 પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ તેઓ એમાં ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા. આ પછી 19મી મિનિટમાં, તેને બીજો કોર્નર મળ્યો. હેન્ડ્રિક્સે તેના પર ડ્રેગ ફ્લિક સાથે ગોલ કર્યો હતો. ભારતીય ટીમને આ ક્વાર્ટરના અંત પહેલાં જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. હરમનપ્રીત સિંહ ગોલ ચૂકી ગયો. ટીમ ઇન્ડિયા આ તેનો ચોથો પેનલ્ટી કોર્નર હતો.

વડાપ્રધાન મોદી પણ મેચ જોઈ રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને બેલ્જિયમ વચ્ચેની સેમી-ફાઇનલ મેચ જોઈ રહ્યા હતા. તેમણે ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી.

જેવલિન થ્રોથી ભારતને નિરાશા

ભારતની અન્નુ રાની જેવલિન થ્રોના ફાઇનલ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. તે ક્વોલિફિકેશન માર્ક 63 મીટર પણ પાર કરી શકી નથી. ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા 7 ઓગસ્ટના રોજ તેની પ્રથમ ઇવેન્ટ રમશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments