ટોક્યો ઓલિમ્પિક : 24 ઓગસ્ટથી મેડલ ઈવેન્ટ શરૂ થશે, 11 ગોલ્ડ પર બાજ નજર

0
3

કોઇપણ ઓલિમ્પિક ગેમ્સ હોય ફેન્સની સૌથી વધુ નજર તો મેડલ ટેબલ પર જ હોય છે. વિશ્વની કોઇપણ વ્યક્તિ એજ જાણવા ઇચ્છે છે કે તેના દેશે કેટલા મેડલ જીત્યા અને નંબર-1 પર અત્યારે કોણ છે. વળી, ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીન વચ્ચેનો રસાકસી ભર્યો જંગ પણ જગ જાહેર છે. ટોક્યો ઓલિમ્પિક અંગે ફેન્સના જેટલા પણ સવાલો છે એના જવાબ 24 જુલાઈથી મળવાના શરૂ થઈ જશે. ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીની વાત કરીએ તો એ દિવસે એકપણ મેડલ ઈવેન્ટ નહીં રમાય, આ તમામ મેડલ ગેમ 24 જુલાઈથી શરૂ થશે. આ મેડલ ગેમમાં 11 ગોલ્ડ દાવ પર હશે.

ફેન્સિંગ, જૂડો, શૂટિંગ અને તાઇક્વાંડોમાં 24 જુલાઈએ 2-2 ગોલ્ડ મેડલ અંગે નિર્ણય લેવાશે. આના સિવાય આર્ચરી, રોડ સાઇક્લિંગ અને વેઇટલિફ્ટિંગમાં 1-1 ગોલ્ડ મેડલ વિજેતા અંગે રહેલું સસ્પેન્સ છતું થશે. જુઓ ટોક્યો ઓલિમ્પિકનું મેડલ ટેબલ

દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
ભારત 0 0 0 0
અમેરિકા 0 0 0 0
ચીન 0 0 0 0
બ્રિટન 0 0 0 0
રશિયા 0 0 0 0
જર્મની 0 0 0 0
જાપાન 0 0 0 0
ઈટાલી 0 0 0 0
દ.કોરિયા 0 0 0 0
પોલેન્ડ 0 0 0 0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here