ટ્રાન્સપોર્ટ : નેશનલ હાઈવે પર 20 એપ્રિલથી ફરીથી ટોલ વસૂલવામાં આવશે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટ્રીએ આદેશ આપ્યો

0
5

સરકાર દ્વારા દેશમાં ટ્રકોના પરિવહનને મંજૂરી આપ્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ 20 એપ્રિલથી નેશનલ હાઈવે પર ફરીથી ટોલ વસૂલવાનું શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં કોરોના વાઈરસના કારણે NHAIએ 25 માર્ચથી તમામ નેશનલ હાઇવે પર ટોલ લેવાનું બંધ કર્યું હતું.  હવેથી NHAIએ ફરીથી ટોલ લેવાનો નિર્ણય લીધો છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટ્રીએ NHAIને લખેલા એક પત્રમાં જણાવ્યા પ્રમાણે, ગૃહ મંત્રાલયે 20 એપ્રિલથી ટ્રકો અને સામાન લઈ જતાં વાહનોની હેર-ફેરની મંજૂરી આપી દીધી છે. NHAIનએ ગૃહ મંત્રાલયના આદેશનું પાલન કરતાં 20 એપ્રિલથી ટોલ કલેક્શન શરૂ કરવું જોઈએ.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ટોલ કલેક્શનનો વિરોધ કર્યો

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC)એ 20 એપ્રિલથી ટોલ વસૂલાતનો વિરોધ કર્યો છે. AIMTCના જણાવ્યા પ્રમાણે, એક તરફ સરકાર તમામ જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવા માગે છે, જેને અમે અવરોધો હોવા છતાં પણ કરવા માટે તૈયાર છીએ. તો બીજી તરફ સરકાર હાલના સંજોગોમાં મોટાપાયે ટ્રાન્સપોર્ટ બિઝનેસને નુકસાન થયું હોવા છતાં પણ કોઈ છૂટ આપવા માટે તૈયાર નથી. સરકારે ટ્રાન્સપોર્ટરોને પણ કેટલીક છૂટ આપવી જોઈએ જેથી તેમને થોડી રાહત મળી શકે.

20 એપ્રિલથી સરકારે ટ્રાન્સપોર્ટ મંજૂરી આપી 

સરકારે 20 એપ્રિલથી તમામ પ્રકારના માલની અવરજવર માટે મંજૂરી આપી છે. રેલવે દ્વારા માલ અને પાર્સલ મોકલી શકાય છે. ફ્લાઈટનો ઉપયોગ કાર્ગો, મદદ અને લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવશે. પોર્ટ દેશની અંદર અને બહાર રસોઈ ગેસ, ખાદ્ય સામગ્રી અને મેડિકલ સપ્લાય કરશે. માર્ગ દ્વારા જરૂરી માલ લઈ જતાં ટ્રક અને વાહનોમાં બે ડ્રાઈવર અને એક હેલ્પરને જ મંજૂરી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here