Thursday, March 28, 2024
Homeપ્રાગ : ટોમ એન્ડ જેરી પાત્રોના સર્જક જિન ડાઈચનું 95 વર્ષની વયે...
Array

પ્રાગ : ટોમ એન્ડ જેરી પાત્રોના સર્જક જિન ડાઈચનું 95 વર્ષની વયે નિધન, ‘મુનરો’ માટે ઓસ્કર મળ્યો હતો

- Advertisement -

પ્રાગ. વિખ્યાત કાર્ટૂન પાત્રો ટોમ એન્ડ જેરીના ઈલસ્ટ્રેટર, પોપય ધ સેલર મેન અને મુનરો જેવી કાર્ટૂન ફિલ્મના નિર્દેશક-નિર્માતા જિન ડાઈચનું 95 વર્ષની વયે નિધન થયું છે. જિન ડાઈચ 16 એપ્રિલે ઝેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અગાઉ તેઓ ઉત્તર અમેરિકામાં સેનામાં કાર્યરત હતા. તેઓ પાઈલટોને તાલીમ આપવાનું અને સેના માટે ડ્રાફ્ટમેન તરીકે કામ કરતા, પરંતુ આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓને પગલે 1944માં તેમને સેનામાંથી નિવૃત્ત કરાયા હતા. બાદમાં તેઓ એનિમેશન ક્ષેત્ર સાથે જોડાયા. ટોમ એન્ડ જેરી જેવા મહાન કાર્ટૂન પાત્રો સર્જવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી હતી, એ વિશે તેમણે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.

રાત્રે સપનાંમાં પણ તેઓ મને એકબીજા સાથે લડતાં દેખાતાં

‘હું 1944માં અમેરિકામાં સેનાની નોકરી છોડીને હોલિવૂડના મશહૂર એમજીએમ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયો. ટોમ એન્ડ જેરીની શરૂઆત પણ ત્યાં જ થઈ. આ પાત્રો બનાવતા પહેલા મારી સામે પડકાર એ હતો કે, બિલાડી અને ઉંદરની ક્યારેય ખતમ નહીં થતી આ લડાઈમાં ભાષા અને કોઈ પણ દેશની સરહદથી પર એવા પાત્રો સર્જવા, જેને લોકો વર્ષો સુધી યાદ રાખે! એટલે કે એવા પાત્રો કે જે કશું જ બોલ્યા વિના લોકોને હસાવી શકે. આ દરમિયાન મારી મુલાકાત વિલિયમ હન્ના અને જોસેફ બાર્બરા સાથે થઈ. તે બંને એમજીએમ સ્ટુડિયોમાં કામ કરતા હતા અને મહેનતુ હતા.

મેં ટોમ એન્ડ જેરી પાત્રો પર તેમની સાથે કામ શરૂ કર્યું. એનિમેટર હોવાના નાતે મારે એક સિરીઝમાં હજારો કાર્ટૂન સ્ટ્રિપ બનાવવી પડતી હતી કારણ કે, ત્યારે કમ્પ્યુટર ટેક્નોલોજી ન હતી. ટોમ એન્ડ જેરીના પાત્રો મારા દિમાગમાં એવી રીતે ઘૂસી ગયા કે, રાત્રે સપનાંમાં પણ તેઓ મને એકબીજા સાથે લડતાં દેખાતાં. પછી સવારે હું તેમની લડાઈ કાગળ પર ઉતારી દેતો. 1957માં એમજીએમ સ્ટુડિયોએ તેનું એનિમેશન યુનિટ બંધ કરી દીધું. 1959માં હું પ્રાગ ફરવા આવ્યો અને અહીં જ વસી ગયો. ત્યાર પછી હન્ના અને બાર્બરા પણ પ્રાગ આવીગયા અને અમે અહીં પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. 1960માં  ટોમ એન્ડ જેરીની 13 એપિસોડની નવી શ્રેણી અને પોપાય ધ સેલર મેન ફિલ્મે અમને જોરદાર સફળતા અપાવી. ત્યારથી મને પ્રસિદ્ધિ પણ મળી. 1967માં ‘મુનરો’ માટે મને ઓસ્કર પણ મળ્યો. – જિન ડાઈચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular