કોરોના ગાઈડલાઈન તોડનારા ક્રૂ મેમ્બર્સ પર ટોમ ક્રુઝ ભડક્યા

0
0

બ્રિટનમાં ‘મિશન ઇમ્પોસિબલ 7’નું શૂટિંગ કરી રહેલા હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝ તેમના જ ક્રૂ મેમ્બર્સ પર વરસી પડ્યા. વાત એમ છે કે, શૂટિંગ દરમ્યાન તેમણે ટીમના અમુક મેમ્બર્સને કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા જોયા. ત્યારબાદ એક્ટર ખુદને રોકી શક્યા નહીં અને તેમની જ ટીમના સભ્યો પર ગુસ્સે થયા. ટોમે અમુક લોકોને ગુસ્સામાં રાડો પાડતા કહ્યું, તેમને કામમાંથી કાઢી નાખવાની પણ ધમકી આપી.

કોરોનાને કારણે જ્યાં ઘણા લોકોની નોકરી જતી રહી છે, ઈકોનોમી ક્રેશ થઇ ગઈ છે. ત્યાં અમુક લોકો આને લઈને બેજવાબદાર બની રહ્યા છે. આ વાત એક્ટરને જરાપણ ગળે ઉતરી નહીં અને ગુસ્સામાં તેમણે લોકોના ક્લાસ લઇ લીધા.

સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ વાઇરલ થઇ રહી છે
ટોમ ક્રુઝની ગુસ્સામાં રાડો પાડતા હોય તેવી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. ક્લિપમાં ટોમે કહ્યું, ‘આપણા કારણે હોલિવૂડમાં ફિલ્મો બની રહી છે, લોકોનો આપણા પર વિશ્વાસ છે અને આપણે શું કરી રહ્યા છીએ? હું રોજ સ્ટુડિયો, ઇન્શ્યોરન્સ કંપની અને પ્રોડ્યુસર સાથે વાત કરું છું, તેમને આપણી પાસે આશા છે. આપણા લીધે હજારો લોકોને રોજગાર મળે છે. મને આ બેજવાબદારી બીજીવાર જોવા મળવી ન જોઈએ.’

કોરોનાએ ઇન્ડસ્ટ્રીથી કામ છીનવી લીધું તો ટોમ ભડક્યા
ટોમે આગળ કહ્યું, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ થવા પર ઘણા લોકો રોડ પર આવી ગયા છે. ઘણા લોકો પાસે જમવા માટે ભોજન નથી, ઘણા લોકો પાસે ભણવા માટે ફી ભરવાના પૈસા નથી. હું આ બધી વાતોને રાત્રે વિચારતા સૂવું છું.’ ટોમે ક્રૂ મેમ્બર્સ સહિત આખી ટીમને કોરોના ગાઇડલાઇન ફોલો કરવા માટે કડક આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here