ટોમ હેન્ક્સ અને પત્ની રીટાની સ્થિતિ સુધારા પર, અભિનેતાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી

0
8

એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ હોલિવૂડના મેગાસ્ટાર ટોમ હેન્ક્સ અને એમનાં પત્ની રીટા વિલ્સનની તબિયત હવે સુધારા પર છે. બે અઠવાડિયાં પહેલાં બંનેને ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો હતો અને ત્યારથી બંને હોસ્પિટલમાં અને ત્યારબાદ સેલ્ફ આઈસોલેશનમાં છે. સોમવારે ટોમ હેન્ક્સે સોશિયલ મીડિયા પર એક નાનકડી પોસ્ટ મૂકીને પોતાની તબિયાતની જાણકારી આપી છે.

ટોમ હેન્ક્સે લખ્યું છેઃ
‘કેમ છો મિત્રો, અમને પહેલી વાર (કોરોનાનાં) લક્ષણો દેખાયાં પછી હવે અમને સારું લાગી રહ્યું છે. અત્યારની સ્થિતિમાં ઘરમાં રહો તેનાથી આ ફાયદો થશે કે, તમે કોઈને ચેપ નહીં લગાડો અને કોઈ તમને ચેપ નહીં લગાડે. કોમનસેન્સની વાત છે, ખરું ને? થોડી વાર લાગશે, પણ આપણે સૌ એકબીજાની કાળજી લઈશું, શક્ય હોય ત્યાં મદદ કરીશું અને અમુક આરામ જતા કરીશું… તો આ પણ જતું રહેશે. આપણે આનો ઉકેલ લાવી શકીશું. – હેન્ક્સ.’

ટોમ હેન્ક્સની એક્ટર પત્ની રીટા વિલ્સને પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો પુસ્તક વાંચતાં વાંચતાં ગીત ગાતો એક વીડિયો અપલોડ કર્યો હતો.

View this post on Instagram

See it to believe it

A post shared by Rita Wilson (@ritawilson) on

પોતાની દમદાર એક્ટિંગ માટે બે ઓસ્કર અવોર્ડ્સ જીતી ચૂકેલા ટોમ હેન્ક્સ પોપસ્ટાર એલ્વિસ પ્રેસ્લીની બાયોપિકના શૂટિંગ માટે પોતાની પત્ની રીટા સાથે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ગયા હતા. ત્યાં આ 63 વર્ષની ઉંમરનાં દંપતીને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો હતો. કોરોનાનાં લક્ષણો દેખાયા બાદ બંનેનો ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, ત્યાર પછી તેમને ગયા અઠવાડિયે સેલ્ફ આઈસોલેશનમાં રખાયાં હતાં.

ત્યારપછીથી ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here