ઈંડા કરતા પણ પાંચગણી લોહતત્વની માત્રા હોય છે ટામેટામાં, જાણીને લાગશે નવાય.દરરોજ ખાવાથી થાય છે અઢળક ફાયદા

0
24

ખાટા મીઠાં ટામેટા કોને ન ભાવે.! હા. ટામેટામાં ઈંડા કરતા પાંચ ગણી લોહતત્વની માત્ર હોય છે શાકાહારી માટે ટમેટા અનેકરીતે ગુણકારી છે. ટામેટામાં પુષ્કળ માત્રામાં પાણી અને ફાયબર હોવાથી શરીરને ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદિક દ્રષ્ટીએ પણ ટામેટા ખૂબ જ અગત્યતા ધરાવે છે.

ટામેટા રુચિકારક , શરીરની દુર્બળતા , મંદાગ્નિ અને લોહી સુધારક ઉપયોગી છે. ઉપરાંત વાયુ શામક અને કબજિયાતમાં પણ અસરકારક છે.ટામેટામાંથી અનેક પ્રકારની ચટપટી વાનગીઓ બને છે. જે દરેક લોકોને ભાવે છે. ખટમીઠાં ટામેટાનો ઉપયોગ ગૃહિણીઓ દરેક શાકમાં કરે છે.

પૌષ્ટિક તત્વોથી ભરપૂર ૧૦૦ ગ્રામ ટામેટામાં ૯૦૦ મિલી ગ્રામ પ્રોટીન અને ૧૪ મિલી ગ્રામ વિટામિન સી હોય છે જેનાથી શરીરનાં અનેક રોગો દૂર થાય છે. ઉપરાંત રેગ્યુલર ટામેટાનું સેવન કરવાથી ત્વચા કાંતિમય બને છે. તો આવો જાણીએ ટામેટાથી થતા ફાયદાઓ.

◆ ટામેટાના લાભાલાભ ◆

◆ શાકભાજીની સાથે ફળનું ગુણધર્મ ધરાવતા ટામેટા ખાવાથી અનેક ફાયદાઓ થાય છે.દરરોજ ટામેટા ખાનારને ક્યારેય કેન્સર થતું નથી.

◆ ગુણકારી ટામેટા ખાવાથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે જેનાથી શરીરની ફિકકાશ દૂર થાય છે.

◆ ટામેટા એસીડીટી દૂર કરી ભૂખ વધારે છે ઉપરાંત પાચન શક્તિમાં પણ વધારો કરે છે.

◆ ટામેટા ખાવાથી વજન વધતું નથી જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદારૂપ છે.

◆ગર્ભવતી મહિલાઓએ દરરોજ ટામેટાનું સેવન કરવું જોઈએ જેથી કબજિયાતની સમસ્યા ના રહે.

◆ ટામેટાને ચહેરા પર ઘસવાથી ફેસ માસ્ક જેવો ફાયદો કરે છે.

◆ આજીવન યુવાન રહેવા માટે નિયમિત ટામેટાનું સેવન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here