જો તમે ટામેટાનું સેવન ના કરતા હોય તો સેવન કરવાનું કરો શરૂ , જાણો તેના ગુણકારી ફાયદા

0
0

ટામેટા ગુણકારી અને ફાયદાકારી હોય છે. જેમાં સફરજન અને સંતરા બંનેના ગુણ હોય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન અને એંટીઓક્સીડેંટ્સ હોય છે. ટામેટા પેટના રોગને દૂર કરી અને પાચનશક્તિ મજબૂત કરે છે. રોજ ટામેટાનું સેવન સલાડ તરીકે અથવા તો સૂપ તરીકે કરવાથી લિવર, કિડનીની કાર્યક્ષમતા વધે છે.

ટામેટામાં લાઈકોપીન તત્વ હોય છે જે અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ કરે છે. ડાયાબિટીસના રોગીઓ માટે ટામેટા લાભકારી છે. ટામેટાનું સેવન કરવાથી યૂરીન અને આંખના રોગ પણ દૂર થાય છે. જેમને સાંધાની સમસ્યા હોય તેમણે પણ ટામેટાનું સેવન કરવું જોઈએ. રોજ ટામેટાનું જ્યૂસ બનાવી તેમાં અજમો ઉમેરી ખાવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે.

સ્થૂળતા ઘટાડવા માટે ટામેટાનો ઉપયોગ કરવો જોઈએ. રોજ એકથી બે ગ્લાસ ટામેટાનો જ્યૂસ પીવાથી વજન પણ ઘટે છે. ગર્ભવસ્થામાં ટામેટાનું સેવન કરવાથી ખૂબ લાભ થાય છે કેમકે તેમાં શરીર માટે જરૂરી વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here