Thursday, March 28, 2024
Homeરાજકોટમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટનો કલરફૂલ નજરો
Array

રાજકોટમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટનો કલરફૂલ નજરો

- Advertisement -

રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુંબઈ ખાતે રમાયેલી 3 વનડે મેચોની શ્રેણી પૈકીની પ્રથમ મુંબઈ ખાતેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે પરાજીત કરીને શ્રેણીની શરૂઆત સનસનાટીપૂર્વક કરી છે. પ્રથમ વિકેટમાં ડેવિડ વોર્નરે કારકિર્દીની 18મી સદી ફટકારતા 128 રન બનાવ્યા હતા. તે સાથે જ તેણે વનડે કારકિર્દીના 5 હજાર રન પણ પુરા કર્યા હતા. સુકાની એરોન ફીન્ચે પણ કારકિર્દીની 16મી સદી ફટકારતા 110 રન બનાવી, ભારતને શ્રેણીની પ્રથમ વનડેમાંજ બેકફૂટ કરી નાખી છે.

ભારત તરફથી શિખર ધવન (74) અને રાહુલે (47) કંઈક સારા રન બનાવતા જુમલો 255 રન બનાવ્યો હતો. જે લક્ષ્‍યાંકને ઓસીઝે માત્ર 37.4 ઓવર્સમાં જ ટચ કરીને 258 રન વિના વિકેટે નોંધાવી 10 વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે જયારે આવતીકાલે રાજકોટમાં શ્રેણીની 2જી વનડે રમાનાર છે ત્યારે વિરાટ કોહલીએ ફરી સાવધાનીથી આ મેચ કેમેય કરીને જીતવાની છે, અન્યથા આ મેચ પણ ગુમાવવાની સાથે જ શ્રેણી પણ હાથમાંથી સરકી જવાની પુરેપુરી સંભાવના છે. ઓસ્ટ્રેલિયાની ટીમના બેટીંગ લાઈન-અપ ખરા અર્થમાં સોલીડ છે. હજી તો મેરનેસ લાંબુસનની ઈનિંગ્સ બાકી છે.

જે રાજકોટના મેદાનને પુરેપુરી રીતે ગજવી નાખશે. ફીન્ચ, ડેવીડ વોર્નરે, સ્ટીવ સ્મીથ તથા લાંબુસન જબરદસ્ત બેટધરો છે. તેને શરુઆતથી જ કાબુમાં રાખવા જસપ્રીત બુમરાહ અને સામીએ વ્યુહ ઘડવો જરૂરી થઈ પડશે, આમેય જો કે રાજકોટની વિકેટ બેટીંગ પેરેડાઈઝ માનવામાં આવે છે, ત્યારે રોહિત શર્મા ફરી એક વાર મોટી ઈનિંગ્ઝ રમશે તો મુકાબલો દિલધડક બની જશે. રાહુલ અને વિરાટ કોહલીએ પણ મોટો સ્કોર બનાવવો જરૂરી છે.

ભારતે નવા મેદાન પર રમાયેલી પ્રથમ વન-ડે ઈંગ્લેન્ડ સામે ગુમાવી હતી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતે ઈંગ્લેન્ડ સામે 9 રને પરાજયનો સામનો કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી એલીસ્ટર કુકે 7, ઈયાન બેલે 85 રન બનાવી ટીમે 325 રન બનાવ્યા હતા. ભારતે 316 રન બનાવીને મેચ 9 રને ગુમાવી હતી. ભારત તરફથી રહાને 47, ગંભીર 52, યુવરાજે 61 અને રૈનાએ 50 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ટ્રેડવેલે 4 વિકેટો ઝડપી હતી.

માધવરાવ સિંધીયામેદાન પરનો ઈતિહાસ
કુલ 12 વન-ડે રમાયા જેમાં વિવિધ ખેલાડીઓ દ્વારા 9 સદીઓ અને 34 અર્ધસદીઓ નોંધાઈ છે. આ મેદાન પર ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વિન્ડીઝ, દ.આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાબ્વે અને ઈંગ્લેન્ડની ટીમો વન-ડે મેચો રમી ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular