Monday, October 18, 2021
Homeઆવતી કાલે પીએમ મોદી વારાણસીમાં: 30 થી વધુ પ્રોજેકટનું ઉદ્ઘાટન કરશે
Array

આવતી કાલે પીએમ મોદી વારાણસીમાં: 30 થી વધુ પ્રોજેકટનું ઉદ્ઘાટન કરશે

નવીદિલ્હી, તા. 15
વડાપ્રધાન મોદી આવતી કાલે તા.16મીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે, આ દરમિયાન મોદી લગભગ 30 થી વધુ પ્રોજેકટનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન બનારસ હિન્દુવિશ્વ વિદ્યાલયમાં 430 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ ભેટ આપશે તો આઈઆરસીટીસીની મહાકાલ એકસપ્રેસને વીડિયો લીંકથી લીલીઝંડી દર્શાવશે આખી રાત દોડનારી આ ટ્રેન ત્રણ તીર્થ કેન્દ્રો વારાણસી, ઉજજૈન અને ઓમકારશ્વરને જોડશે, આ સાથે જ પીએમ મોદી પંડિત દીન દયાલ ઉપાધ્યાય મેમોરિયલ સેન્ટરમાં પંડિત દીન દયાલ ઉપાધ્યાયની 63 ફિટ ઉંચી પ્રતિમાનું અનાવરણ પણ કરશે.


વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ સાથે ભારતીય રેલવેનો પીએસયુ આઈઆરસીટીસી આમ જનતા માટે ત્રીજી કોર્પોરેટ ટ્રેન શરૂ કરવા માટે તૈયાર છે. આ ટ્રેન વારાણસી અને ઈન્દોર વચ્ચે દોડશે. આ ટ્રેનને કાશી મહાકાલ એકસપ્રેસ નામ અપાયુ છે. ટ્રેનનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 2020 ના રોજ વારાણસીથી કરાશે. ત્યાર બાદ તેના નિયમિત રૂપે ફેરા શરૂ થઈ જશે.
આ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા ચલાવાતી લખનૌ-નવીદિલ્હી-તેજસ અને અમદાવાદ-મુંબઈ તેજસ સિવાયની છે. હવે આ ત્રણેય ટ્રેનો કોર્પોરેટ શ્રેણીમાં આવશે.
આ ટ્રેન ત્રણ જયોતિલિંગઓમકારશ્વર (ઈંદોર), મહાકાલેશ્વર (ઉજજૈન), કાશી વિશ્વવનાથ (વારાણસી) સિવાય મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ સાથે પણ જોડાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments