સીએમ વિજય રૂપાણી આવતી કાલે આ બે મહત્વના કાર્યક્રમમાં આપશે હાજરી

0
0

રાજ્યના મુખ્યપ્રધાન આવતીકાલે સુરતમાં બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં પ્રથમ સુરતના રાંદેર સ્થિત દાંડી રોડ પર આવેલ ખાનગી શાળાના સ્પોર્ટ્સ સંકુલનું મુખ્યપ્રધાન ના હસ્તે ઉદ્ઘાટન થનાર છે. સીએમ સાથે આદિજાતિ બાળ – વિકાસ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા ,રમતગમત મંત્રી ઈશ્વર પટેલ તેમજ રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ હાજર રહેશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંકુલમાં રમતગમત ના સાધનોની જરૂરિયાતને ધ્યાને લઇ સ્વિમિંગ પુલ, જીમનેશિયમ, રાઇફલ શૂટિંગ સહિત ડાર્ટ રૂમ તેમજ એરોબિક્સ યોગરુમની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની તૈયારીઓ કરી શકાય અને અન્ય રમતવીરો પણ અહીં પ્રેક્ટિસ કરી શકે તે આશ્રયથી અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here