અરૂણ જેટલીનો પાર્થિવ દેહ બીજેપી હેડ ક્વાર્ટર લવાયો, ટોચના નેતાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલી

0
0

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યૉ. ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હાલમાં અરૂણ જેટલીના દર્શને કરવા માટે ટોચના નેતાઓની ભીડ જામી છે.

જેટલીના નિધનના કારણે ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો. અંતિમ દર્શન બાદ અરૂણ જેટલીની અંતિમ યાત્રા શરૂ થશે અને નિગમ બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેટલીના નિધન બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જિતેન્દ્રસિંહ સહિતના નેતાઓ જેટલીના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જેટલીને શ્રદ્ધાંજલી આપી હતી. અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

ભારતના પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી નાદુરૂસ્ત તબિયતના કારણે તેઓ સ્વાસ્થય સામે જંગ લડી રહ્યા હતા. તેઓ 9 ઓગસ્ટથી એઈમ્સમાં ભરતી હતી. જે બાદ12-07 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ વચ્ચે સોશિયલ મીડિયા પર પણ ટોચના રાજકીય નેતાઓએ ટ્વીટ કરીને અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી પાઠવી છે. વડાપ્રધાન મોદી 3 દિવસના વિદેશ પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે નિવેદનમાં તેમણે અરૂણ જેટલીને ગુમાવ્યાની વાત કહી હતી. આ ઉપરાંત તેમણે ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here