અમેરિકાના ટોચના લશ્કરી અધિકારી : લદ્દાખ સરહદે હજી પણ ચીન કેટલીક જગ્યાએથી પાછળ હટ્યા નથી

0
2

ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતિ કરાર પ્રમાણે બંને દેશની સેનાઓ લદ્દાખ મોરચે પાછળ હટી છે ત્યારે અમેરિકાના એક ટોચના લશ્કરી કમાન્ડરે સ્ફોટક દાવો કર્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનમાં તૈનાત એડમિરલ ફિલિપ ડેવિડસનનુ કહેવુ છે કે, ભારતીય સેના સાથે ટકરાવ બાદ ચીન લદ્દાખ બોર્ડર પર ઘણી જગ્યાએ પાછળ હટ્યુ નથી.

સાથે સાથે તેમણે એમ પણ કહ્યુ હતુ કે, અમેરિકાએ ભારતને ઘણી ઉપયોગી માહિતી અને ઠંડા વિસ્તારોમાં સૈનિકો માટે જરુરી કપડા તથા બીજા ઉપકરણો પણ પૂરા પાડીને ભારતની મદદ કરી છે.

અમેરિકાના યુએસ ઈન્ડો પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ ડેવિડસને સેનેટના સભ્યોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, ચીનની સેનાએ શરુઆતમાં ટકરાવ બાદ જે વિસ્તારો પર કબ્જો કર્યો હતો તેમાંથી ઘણી જગ્યાએથી તે પાછળ હટયુ નથી. ચીન સાથેના ઘર્ષણ બાદ ભારતને અહેસાસ થયો છે કે, સંરક્ષણ માટેની કેટલીક જરુરિયાતો પૂરી કરવા માટે બીજા દેશો સાથે સહયોગ અનિવાર્ય છે.

આ પહેલા ભારત વૈશ્વિક સ્તરે તટસ્થ રહેવાનુ વલણ અપનાવતુ હતુ પણ ચીન સાથેના ટકરાવે ભારતને અહેસાસ કરાવ્યો છે કે, બીજા દેશો સાથે સહયોગ રાખવાના પરિણામો ભારતના હિતમાં છે. તેમણે કહ્યુ હતુ કે, ભાતર સાથે અમેરિકાનો સમુદ્રી સહયોગ પણ વધી રહ્યો છે અને મને લાગે છે કે, ભારત અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે પોતાના સબંધો વધારે મજબૂત બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here