સુરત : ટોસિલિઝુમાબ ઈન્જેક્શન કૌભાંડનો પર્દાફાશ, સંડોવાયેલ લોકો સામે થશે ફોજદારી કેસ

0
0

ગુજરાતમાં કોરોનાના મહામારીના પ્રકોપ વચ્ચે સુરત શહેરમાં કોરોનાના સારવારના ઇંજેકશનનું કૌભાંડ પ્રકાશમાં  આવ્યું છે. કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ઇંજેકશનનો પર્દાફાશ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાએ પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું કે કોરોના દર્દીના સારવાર માટે વપરાતું ઇંજેકશન 40 હજારની કિંમતનું છે. જે 50 હજારમાં ખરીદવામાં આવ્યું અને 57 હજારમાં વેચી દેવામાં આવ્યું હતું.

સુરતમાં ટોસિલિઝુમાબ ઈન્જેક્શન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કોરોનાના દર્દીને અપાતા ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સિવિલના કર્મચારી ઘનશ્યામ વ્યાસની સંડોવણી સામે આવી છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું કે દવાની કિંમત 40 હજાર છાપેલી છે. પરંતુ ઉમા કેજરીવાલે 50 હજારમાં દવા ખરીદી અને 57 હજારમાં વેચી હતી.

કોરોનાની મહામારીમાં એક ઈન્જેક્શન પાછળ 17 હજારની કમાણી કરી છે. લાયસન્સ ન હોવા છતાં ઈન્જેક્શન વેચવામાં આવતા હતા. સરકારી સ્ટોકમાંથી કાળાબજારી થયાનું ધ્યાને આવ્યું નથી. નામ વગરના પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરાતો હતો. છુટક ઈન્જેક્શનો ખરીદવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. બેથી વધુ વ્યક્તિઓ મારફતે ઈન્જેક્શન પહોંચાડવામાં આવતા હતા. 3 ઈન્જેકશન જપ્ત કરવામાં આવ્યા છે. સંડોવાયેલ લોકો સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here