Monday, October 18, 2021
Homeદહેગામ : શહેર અને તાલુકામાં કોરોનાના કુલ કેસ 57 : તેમાંથી 6...
Array

દહેગામ : શહેર અને તાલુકામાં કોરોનાના કુલ કેસ 57 : તેમાંથી 6 વ્યક્તિઓના થયા છે મોત.

દહેગામ તાલુકા અને શહેરમાં થઈને કુલ ૫૭ કોરોના પોઝિટિવ કેસ.
57 માંથી 6 વ્યક્તિઓ ના મોત.
કોરોના પોઝિટિવ કેસોના વધારાથી સરકારી તંત્રની ચિંતામાં વધારો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને શહેરમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેથી સરકારી તંત્ર પણ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. પરંતુ દિવસે દિવસે વધતા કોરોના પોઝિટિવ કેસોથી તાલુકા ની જનતામાં ચિંતા વધી જવા પામી છે. દહેગામ તાલુકા ને શહેરમાં થઈને ફુલ કોરોનાના 57 કેસ નોંધાવા પામ્યા છે. તેમાંથી છ વ્યક્તિઓ કોરોના નો જંગ હારી જવા પામેલ છે. કોરોનાના કેસનો ઘટાડો થાય તેના માટે સરકારી તંત્ર પોલીસ તંત્ર નગરપાલિકા તંત્ર અને ગ્રામ પંચાયતના સરપંચ લોકોને માસ બાંધવાની કડકમાં કડક સુચના આપવી જોઈએ અને દુકાનોમાં લોકોની જે ભીડ થાય છે તેના માટે વેપારીઓ સામે કડક માં કડક પગલાં ભરવા જોઇએ. આ તમામ કાર્યવાહી કરવામાં આવશે તો ધીમે ધીમે કોરોનાના કેસ માં ઘટાડો જોવા મળી શકશે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments