પર્યટન મંત્રી નારાયણ પ્રસાદે કહ્યું : લોકોને મોંઘવારીની આદત પડી જાય છે

0
7

પર્યટન મંત્રી નારાયણ પ્રસાદનું મોંઘવારી મુદ્દે એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. વિધાનસભા પરિસરમાં શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે લોકોને મોંઘવારીની આદત પડી જાય છે તેમ જણાવ્યું હતું. સાથે જ સામાન્ય જનતા તેનાથી પરેશાન નથી તેમ પણ કહ્યું હતું.

હકીકતે વિપક્ષના સદસ્યો મોંઘવારી મુદ્દે વિધાનસભા પરિસરમાં ધરણાં પ્રદર્શન દ્વારા સરકારનો વિરોધ કરીને નારાબાજી કરી રહ્યા હતા. વિપક્ષના પ્રદર્શન મામલે સરકારનો પક્ષ જાણવા પત્રકારોએ મંત્રીનો જવાબ માંગ્યો હતો. પરંતુ મંત્રીએ તે સવાલનો ખૂબ જ વિચિત્ર જવાબ આપી દીધો હતો અને એટલે સુધી કહી દીધું હતું કે, મોંઘવારીથી કોઈ ખાસ ફરક નથી પડતો. જનતા તેનાથી પરેશાન નથી. લોકોને મોંઘવારીની આદત પડી ગઈ છે. આમ પણ સામાન્ય જનતા ગાડીમાં નહીં બસમાં ફરે છે. આ કારણે વધેલી કિંમતોથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી નથી પડી રહી. આ સમયે તેમનો ઈશારો પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં વૃદ્ધિ તરફ હતો.

મંત્રીના કહેવા પ્રમાણે બજેટ આવે ત્યારે થોડી મોંઘવારી વધે જ છે. તેનાથી ખાસ અસર નથી પડતી અને લોકોને ધીમે-ધીમે આદત પડી જાય છે. સામાન્ય જનતા પર તેની આંશિક અસર પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here