તમિલનાડુંના કુન્નુરમાં એક મોટી દુર્ઘટના બની છે. કુન્નુરથી નજીક મારાપલમમાં એક પ્રવાસી બસ ખાડીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક રીપોર્ટ અનુસાર બસમાં 57 પ્રવાસીઓ બેઠા હતા. આ બસ ઊંટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી. આ ઘટનાની સૂચના યુદ્ધના ધોરણે પોલીસને કરવામાં આવી હતી. પોલીસને રીપોર્ટ મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તનોને કુન્નુરની સરકારી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા.ઊટીથી મેટ્ટુપાલયમ જઈ રહેલી પ્રવાસીઓની બસ અચાનક ખાડીમાં ખાબકી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. પોલીસ પણ રાહતકાર્યમાં જોડાઈ ગઈ હતી. પ્રાથમિક ધોરણે મળેલી માહિતી અનુસાર ડ્રાઈવરે બસના સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બસ ખાડીમાં ખાબકી હતી. 100 ફૂટ ઊંડી ખાડીમાં બસ ખાબકી હતી. આ બસમાં કુલ 2 ડ્રાઈવર પણ હતા. જે વિસ્તારમાં ઘટના બની છે એ વિસ્તાર નીલગીરી જિલ્લામાં આવે છે. જિલ્લા ક્લેક્ટર અને હાઈવે વિભાગના કેટલાક અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ચાર વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમિલનાડું રાજ્યના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત રાહતફંડ અંગે પણ જાહેર કરી દીધી છે.
આ ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મોડી રાત સુધી તપાસ ચાલું રહી હતી. મુખ્યમંત્રી સ્ટાલિને ઉમેર્યું હતું કે, મેં પર્યટન મંત્રી કે. રામચંદ્રનને અકસ્માત સ્થળ પર બચાવ અને રાહત કામગીરીની દેખરેખ રાખવા અને ઝડપી બનાવવા અને ગંભીર અને નાની ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને વિશેષ સારવાર આપવા માટે નિર્દેશ આપ્યો છે.” હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને તેમના સંબંધીઓ પ્રત્યે મારી સંવેદના અને ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મેં મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોની સારવાર લઈ રહેલા પ્રત્યેકને 1 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.’