Monday, September 20, 2021
Homeપર્યટક સ્થળ બંધ : આજથી ઘુડખર અભયારણ્ય ચાર મહિનાઓ માટે પ્રવાસીઓ માટે...
Array

પર્યટક સ્થળ બંધ : આજથી ઘુડખર અભયારણ્ય ચાર મહિનાઓ માટે પ્રવાસીઓ માટે સદંતર બંધ રહેશે

કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ દુર્લભ ઘુડખર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને વેરાન રણ સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતા. જેમાં આજથી ઘુડખર અભયારણ્ય ચાર મહિનાઓ માટે પ્રવાસીઓ માટે સદંતર બંધ રહેશે.

ચાર મહિના આ અભયારણ્ય પ્રવાસીઓ માટે સદંતર બંધ

ઘુડખર કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી એટલે કે 16 જૂનથી આગામી 15 ઓક્ટોબર સુધી એટલે કે ચાર મહિના આ અભયારણ્ય પ્રવાસીઓ માટે સદંતર બંધ રહેશે.

15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે

તેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પીરીયડ હોય છે. માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનારા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આ વખતે પણ કોરોનાના કારણે લોકડાઉન હતું. જેના કારણે અભ્યારણ્ય હાલ બંધ જ હતું. આ વખતે અભ્યારણ્યને આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. અને આજથી આ અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે. જે આગામી 15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે એવું ઘૂડખર અભયારણ્ય ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક એસ.એસ.અસોડાએ જણાવ્યું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments