હિંમતનગર : 30 અને 31 ડિસેમ્બરે પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ.

0
7

રાજ્યમાં બારે માસ હરિયાળી ધરાવતા અને રમણીય વાતાવરણને કારણે પ્રચલીત થયેલ પોળો જંગલમાં મહામારીને ધ્યાને રાખી કલેક્ટરે 30 – 31 ડિસેમ્બરે લોકોના ટોળા એકઠા ન થાય તે હેતુસર સ્થાનિક સિવાયના તમામ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે પ્રતિબંધ સ્થાનિકોને લાગુ નહીં પડે.

પ્રવાસીઓ ઉમટતા હોવાથી સંક્રમણની સંભાવના

પોળો જંગલ વિસ્તારમાં પર્યટન માટે વિકાસ કરાયા બાદ રાજ્યભરમાંથી પ્રવાસીઓ ઉમટે છે. સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોવાથી સંક્રમણની સંભાવનાઓ વધી જાય છે. સંક્રમિત જિલ્લાના પ્રવાસીઓથી સ્થાનિક સ્તરે સંક્રમણ ન ફેલાય તે હેતુસર ડિસેમ્બર માસના શનિ-રવિ દરમિયાન પ્રતિબંધ અમલી હતો પરંતુ 31 ડિસેમ્બર વર્ષ પૂરૂં થઇ રહ્યું હોવાથી નવા વર્ષના વધામણાં કરવા મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના પાછલા વર્ષના અનુભવો બાદ જિલ્લા કલેકટર દ્વારા ફરી એકવાર અભાપુર ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ પર 30- 31 ડિસેમ્બર દરમિયાન પ્રતિબંધ લાદતો હુકમ કરાયો છે. જે સ્થાનિક રહીશોને લાગુ નહીં પડે.