6 મહાનગરપાલિકામાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત તરફ, સુરતમાં ‘આપ’ નડી

0
10

રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવું લાગી રહ્યું છે. ભાજપે 6 મનપામાંથી 5 પર કબ્જો કરી લીધો છે જ્યારે સુરતમાં આગળ ચાલી રહ્યો છે. 476 સીટમાંથી 401 પર આગળ છે અને કોંગ્રેસ 50 બેઠક જ જીતી શકી છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 401 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી.

અમદાવાદમાં 192 બેઠકોમાંથી 119 બેઠક પર ભાજપ અને 16 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જ્યારે સુરતમાં 120 બેઠકમાંથી 58 બેઠક પર ભાજપ અને 22 બેઠક પર આપ આગળ ચાલી રહી છે. રાજકોટમાં 72 બેઠકોમાંથી ભાજપ 64 અને કોંગ્રેસ 4 બેઠક પર આગળ ચાલી રહી છે. વડોદરામાં 76 બેઠકમાંથી ભાજપ 69 બેઠક પર અને કોંગ્રેસ 6 બેઠક પર આગળ છે. જામનગરમાં 64 બેઠકમાંથી 50 બેઠક પર ભાજપ, 11 બેઠકમાં કોંગ્રેસ અને 3 બેઠક પર માયાવતીની પાર્ટી BSP આગળ ચાલી રહી છે. ભાવનગરમાં 52 બેઠકમાંથી ભાજપ 40 બેઠક અને કોંગ્રેસ 8 બેઠક પર આગળ છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 409ના ટ્રેન્ડમાં 339માં ભાજપ આગળ છે, જ્યારે 45માં કોંગ્રેસ, જ્યારે 25 બેઠકોમાં AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહ્યું છે.

અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છે

પરિણામ અપડેટ…

જામનગર: ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું પાડ્યું, ત્રણ બેઠકો ભાજપ જીત્યું, 1માં કોંગ્રેસની જીત

સુરત: ગીતા રબારી અને ડિમ્પલ કાપડિયાની જીત, ભાજપ 58 તો આપ 22માં આગળ, કોંગ્રેસને ખાતુ ખોલવાના ફાંફા

અમદાવાદ: બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી

વડોદરા: વોર્ડ નં-4માં એક EVM ન ખુલતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, ભાજપની લીડ વધુ હોવાથી કોઈ ફરક નહીં પડે

સુરત: વોર્ડ નંબર 1,6,14,21,23 અને 29માં ભાજપની પેનલની જીત તો વોર્ડ નંબર 4,13 અને 16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે

અમદાવાદ: કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી ન આપી, ભાજપ 76 બેઠક પર અને 18 બેઠક પર કોંગ્રેસ આગળ

રાજકોટ: ભાજપનું વિજય સરઘસ યોજી જશ્ન, ભાજપ 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તેમજ એક બેઠક પર આપ આગળ છે.

જામનગર: કોંગ્રેસને મોટો ઝટકો, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાની હાર, માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડી

વડોદરા: વોર્ડ નં-2, 4, 7, 8, 10, 14 અને 17માં ભાજપની પેનલની જીત, જ્યારે વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય

ભાવનગર: વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા, વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ મતગણતરી 

અમદાવાદમાં વેજલપુર, મણિનગર, નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. જ્યારે દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી. જ્યારે ભાજપ અને કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ઉજવણી કરી રહ્યા છે.

રાજકોટ મતગણતરી 

રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ ગઇ છે. બાદમાં EVM ખોલવામાં આવશે.ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભાજપમાં 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.1,4,7,10 અને 13 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસનો ફરી કડૂચલો થયો છે. રાજકોટમાં ભાજપે વિજય સરઘસ યોજી જશ્ન મનાવી રહ્યું છે.

સુરત મતગણતરી

સુરત વોર્ડ નંબર 1,6,8,10,14,21,23,27 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 4,5,13 અને16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે.હાલ ભાજપ 58 તો આપ 22માં આગળ છે જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

વડોદરા મતગણતરી 

ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી છે વોર્ડ નં-2, 3 4, 7, 8, 9, 10, 11, 14, 15 અને 17માં ભાજપની પેનલની જીત થઈ છે અને ​​​​​​વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપની 22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે.

જામનગર મતગણતરી

જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો છે. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. ભાજપ છોડી આપમાં ગયા હતા. માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડી છે. પાંચ બેઠકો પર BSP આગળ છે. વોર્ડ નં. 6 ત્રણ ટર્મથી ભાજપનો ગઢ ગણાતું હતું. વોર્ડ નં. 7માં ભાજપની પેનલની જીત થઇ છે.

ભાવનગર મતગણતરી 

ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે. ભાવનગરમાં મનપામાં ફરી સત્તા હાંસલ કરવાની દિશામાં આગળ છે. 30 બેઠક ભાજપ અને 8 પર કોંગ્રેસ આગળ છે. ભાવનગરમાં હાઉસ ટેક્સમાં 50 ટકા માફી અને મફત પાર્કિંગના વચનો પણ કોંગ્રેસને તારી ન શક્યા નથી.

કઈ મનપામાં કેટલા વોર્ડ, બેઠક અને કયા પક્ષના કેટલા ઉમેદવાર

કોર્પોરેશન કેટલા વોર્ડ બેઠક કેટલા ઉમેદવારો ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ
અમદાવાદ 48 192 773 191 188 156 87
સુરત 30 120 484 120 117 113 58
વડોદરા 19 76 279 76 76 41 30
જામનગર 16 64 236 64 62 48 27
રાજકોટ 18 72 293 72 70 72 20
ભાવનગર 13 52 211 52 51 39 4
કુલ 144 576 2276 575 564 419 226

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here