Thursday, August 5, 2021
No menu items!
Homeઅમદાવાદ : નગર પ્રાથમિક શિક્ષણના શિક્ષકો કોરોનાગ્રસ્ત, 16 શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ
Array

અમદાવાદ : નગર પ્રાથમિક શિક્ષણના શિક્ષકો કોરોનાગ્રસ્ત, 16 શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ. ગુજરાતમાં કોરોના બેકાબૂ છે. રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ શહેર જિલ્લામાં અત્યારસુધી નોંધાયા છે. પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને ડોર ટૂ ડોર સર્વેની કામગીરી સોંપવામાં આવી છે, તેવામાં નગર પ્રાથમિક શિક્ષણના શિક્ષકો પણ કોરોનાગ્રસ્ત થયા છે. 16 શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારસુધીમાં 70 શિક્ષકો કોરોનાના ચેપથી સંક્રમિત થયા છે અને ત્રણ શિક્ષકોના મૃત્યુ થયા છે.

દક્ષિણ ઝોનના 600 શિક્ષકમાંથી 16ને કોરોના
સરકાર દ્વારા નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને કોરોનાની ડોર ટુ ડોર સર્વેની કામગીરી અપાઈ છે. પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. વિરોધ વચ્ચે દબાણ કરી કામગીરી આપવામાં આવી હતી. માત્ર દક્ષિણ ઝોનના 600 શિક્ષકોમાંથી 16 કોરોના પોઝિટીવ આવ્યા છે. હજુ અન્ય ઝોનના શિક્ષકોના ટેસ્ટિંગ બાકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments