દિલ્હીના નજફગઢ ઝોનમાં ટોય બેંકની શરૂઆત થઈ

0
6

સાઉથ દિલ્હીના નજફગઢ ઝોનમાં ટોય બેંકની શરૂઆત થઈ. આ બેંક તે બાળકો માટે ખોલવામાં આવી છે જેમને ગરીબીના કારણે રમવા માટે રમકડા નથી મળતા. સાઉથ દિલ્હીની મહાપૌર અનામિકાએ જણાવ્યું કે, સ્વસ્છતા સર્વેક્ષણ 2021ને ધ્યાનમાં રાખીને આ રમકડાની બેંક ખોલવામાં આવી છે. અહીં લોકો પોતાના બાળકોના જૂના અને નકામા પડેલા રમકડા દાન કરી શકે છે. અહીં આવીને બાળકો આ રમકડાની સાથે રમી શકે છે અથવા તેને પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે. આ બેંક દ્વારકા સેક્ટર 23 સ્થિત સામુદાયિક બિલ્ડિંગમાં સ્થિત છે.

અનામિકાના અનુસાર, “અમારા પ્રયાસથી નિર્દોષ બાળકોના ચહેરા પર સ્મિત આવશે. તે ઉપરાંત જૂના અને નકામા પડી રહેલા રમકડાને જે લોકો ફેંકી દે છે, તેનાથી પર્યાવરણને થતું નુકસાન પણ ઘટશે. રમકડાના વેસ્ટેજને રોકવાની આ યોગ્ય રીત છે કેમ કે, મોટાભાગના રમકડા ફર અને પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. તેને બનાવ્યા બાદ ફેંકવા કરતા સારું છે કે ગરીબ બાળકોને આપવામાં આવે જેથી તેઓ આ રમકડા સાથે રમી શકે.”

નજફગઢ ઝોનના ડેપ્યુટી કમિશનર રાધા કિશને જણાવ્યું કે આ ઝોનમાં સ્વચ્છતા સર્વેક્ષણ રેંકિગમાં સુધારો લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નજફગઢ ઝોનમાં આવી વધુ ચાર બેંકો ખુલશે જ્યાં લોકો રમકડા દાન કરી શકે. તેમણે લોકોને વિનંતી કરી છે કે તેઓ વધુને વધુ રમકડા આ બેંક માટે આપે અને પર્યાવરણને સ્વચ્છ બનાવવામાં યોગદાન કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here