ઇંગ્લેન્ડમાં ટૉય બ્રાન્ડે ડાઉન સિન્ડ્રોમ ડૉલ બનાવી, 6 વર્ષની પીડિતા રોઝી બોર્નેટને જોઈને ઢીંગલી બનાવવાની પ્રેરણા મળી

0
7

સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડનાં વિલ્ટશાયરમાં રમકડાં બનાવતી કંપનીઓએ ડાઉન સિન્ડ્રોમથી પીડિત 6 વર્ષની એક બાળકીમાંથી પ્રેરણા લઈને ડૉલ બનાવી છે. આ બાળકીનું નામ રોઝી બોર્નેટ છે. ડૉલનું લોન્ચિંગ 21 માર્ચના રોજ વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડેના દિવસે થયું. આ ડૉલ આઈરિસ ટૉય કંપની લોટી ડૉલ્સે બનાવી છે. રોઝીના પેરેન્ટસે જોયું કે તેની દીકરીએ ગાર્ડનમાં ગયા વર્ષે લોટી ડૉલ ટ્રી હાઉસ બનાવ્યું હતું. આ વાત તેમણે કંપનીને જણાવી અને કો-ફાઉન્ડર આયેન હાર્કિને ડૉલ બનાવવાનું નક્કી કર્યું.

રોઝીના નામ પરથી ડાઉન સિન્ડ્રોમ ડૉલનું નામ રોઝી બૂ રાખ્યું

રોઝીના નામ પરથી ડાઉન સિન્ડ્રોમ ડૉલનું નામ રોઝી બૂ રાખ્યું

ટૉય બ્રાન્ડે સોશિયલ મીડિયા પર નવી ડૉલ લોન્ચિંગની જાણકારી આપી. કંપનીએ ડૉલ સાથે રોઝીનો ફોટો પણ શેર કર્યો છે. ઢીંગલીની હેરસ્ટાઈલ રોઝીની જેવી જ બોબકટ રાખી છે. ડૉલનું પ્રિબુકિંગ શરૂ થઇ ગયું છે. તેને વેચીને જે પણ રકમ આવશે તે વિલ્ટશાયરની ડાઉન સિન્ડ્રોમ ચેરિટીને ડોનેટ કરવામાં આવશે.

રોઝી આખો દિવસ આ ઢીંગલી સાથે રમ્યા કરે છે

રોઝી આખો દિવસ આ ઢીંગલી સાથે રમ્યા કરે છે

રોઝીના પપ્પા જેસન નિને કહ્યું, મને ઘણી ખુશી થાય છે કે, અમે એક ડૉલના માધ્યમથી ડાઉન સિન્ડ્રોમ પ્રત્યે લોકોને જાગૃત કરી શકીશું. આ બીમારીથી પીડિત બાળકોને બીમારીની ગંભીરતા જાણવામાં મદદ મળશે. બાળકો માટે જાણવું ઘણું જરૂરી છે કે ડાઉન સિન્ડ્રોમ પીડિત લોકો અન્ય નોર્મલ બાળકોથી અલગ પડે છે. ડાઉન સિન્ડ્રોમ ડૉલ રોઝી બૂને રંગબેરંગી મોજા અને સપોર્ટિવ બૂટ્સ પહેરાવ્યા છે જેથી તેને ચાલવામાં મદદ મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here