કોરોના વાઇરસ સામેની લડતમાં ટોયોટાએ મદદની જાહેરાત કરી, દરરોજ 10 હજાર ફેસ શિલ્ડ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું

0
5

દિલ્હી. ભારત સહિત આજે આખી દુનિયા કોરોના વાઇરસ નામની મહામારી સામે લડી રહી છે. લગભગ દરેક જગ્યાએ લોકડાઉન થઈ ગયું છે. આવી પરિસ્થિતિઓમાં સંક્રમિત લોકોની મદદ માટે દેશની મોટી-મોટી કંપનીઓ આગળ આવી રહી છે અને PM Cares Fundમાં મોટી સંખ્યામાં દાન આપી રહી છે. ઓટોમોબાઇલ કંપનીઓ પણ સરકાર અને સંક્રમિત લોકો માટે સંપૂર્ણ રીતે સક્રિય છે અને શક્ય એટલી મદદ કરી રહી છે.

તાજેતરમાં જ ટોયોટા કિર્લોસ્કર મોટરે પણ જાહેરાત કરી છે કે, તે દેશમાં ફેસ શિલ્ડ સપ્લાય કરનારી એક કંપનીને મદદ કરી રહી છે, જેનાથી શક્ય એટલા ઓછા સમયમાં ફેસ શિલ્ડ બનાવી શકાશે. કોવિડ-19 સામેની આ લડતમાં જે ડોક્ટર્સ અને નર્સ દિવસ-રાત સંક્રમિત લોકોની મદદ કરી રહ્યા છે, આ શિલ્ડ તેમને વાઇરસ સામે પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે. ટોયોટાએ કહ્યું કે, તેણે Stumpp Schuele & Somappa Spring Pvt. Ltd સાથે શિલ્ડ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે.

ટોયોટાનું કહેવુઁ છે કે, કંપની પહેલાં દરરોજ 250 શિલ્ડ બનાવતી હતી. પરંતુ હવે આ ભાગેદારી પછી હવે દરરોજ 5,500થી પણ વધુ ફેસ શિલ્ડ બનાવવામાં આવી રહ્યા છે. તેમજ, કંપનીનું લક્ષ્ય છે કે તે આવનારા સમયમાં દિવસ દીઠની આ સંખ્યા વધારીને 10,000 કરવાનો પ્રયત્ન કરશે.