Wednesday, December 8, 2021
Homeરિકોલ : ટોયોટા ગ્લાન્ઝામાં ફ્યુલ પંપમાં ખામી આવવાને કારણે 6,500 ગાડીઓ રિકોલ...
Array

રિકોલ : ટોયોટા ગ્લાન્ઝામાં ફ્યુલ પંપમાં ખામી આવવાને કારણે 6,500 ગાડીઓ રિકોલ કરાઈ, ડીલરશિપ દ્વારા ચેકિંગ અને રિપ્લેસમેન્ટ કરવામાં આવશે

દિલ્હી. તાજેતરમાં જ મારુતિ સુઝુકીએ તેની પોપ્યુલર કાર બલેનો અને વેગનઆર રિકોલ કરી હોવાના સમાચાર આવ્યા હતા. આ બંને ગાડીઓમાં ફ્યુલ પંપના કારણે ખામી આવી હતી. તો હવે ટોયોટાએ પણ તેની પ્રીમિયમ હેચબેક ગ્લાન્ઝાના 6,500 મોડેલ પરત બોલાવ્યા છે. કંપની ફોલ્ટી ફ્યુલ પંપના પ્રોબ્લેમને કારણે આ ગાડીઓ રિકોલ કરી રહી છે. ટોયોટાનું કહેવું છે કે, જે ગ્લાન્ઝા ગાડીઓને રિકોલ કરવામાં આવી છે તેને 2 એપ્રિલ 2019થી 6 ઓક્ટોબર 2019 વચ્ચે બનાવવામાં આવી છે. ટોયોટાનું કહેવું છે કે, અસરગ્રસ્ત ગાડીઓનું ચેકિંગ ઓફિશિયલ ડીલરશિપ દ્વારા કરવામાં આવશે અને બગડેલા ફ્યુલ પંપને રિપ્લેસ કરવામાં આવશે.

કંપનીના ડીલર કારના માલિકનો સંપર્ક કરશે

આ રિકોલ કેમ્પેન હેઠળ અસરગ્રસ્ત થયેલી ગ્લાન્ઝાની ગાડીઓના માલિકોને કંપનીના ડીલર્સ દ્વારા સંપર્ક કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે, ડીલર્સ જ પાર્ટ ચેક કરશે અને તેને રિપ્લેસ કરશે. ટોયોટા ગ્લાન્ઝા મારુતિ સુઝુકીની બલેનોનું રિબેઝ્ડ વર્ઝ છે. માર્ચ 2018માં ટોયોટા અને સુઝુકી વચ્ચે એક એગ્રીમેન્ટ થયું હતું. આ કરાર હેઠળ બંને કંપનીઓ ઇન્ડિયન માર્કેટમાં એકબીજાને પોતાની હાઇબ્રિડ અને અન્ય વ્હીકલ્સ સપ્લાય કરશે. આ એગ્રીમેન્ટ હેઠળ જ ટોયોટાએ ઇન્ડિયન માર્કેટમાં ગ્લાન્ઝા લોન્ચ કરી હતી.

ડિઝાઇન

ટોયોટા ગ્લાન્ઝાને નવાં મોડેલમાં બંપરને રિડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમજ, નવા ફોગ લેમ્પ હાઉસિંગ અને નવા એર ડેમ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્રંટમાં હેડલેમ્પ યૂનિટ સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ અને ઇન્ટિગ્રેટેડ LED ડેટાઇમ રનિંગ લાઇટ લગાવવામાં આવી છે. તેમાં નવા ડાયમંડ કટ એલોય વ્હીલ્સ પણ લગાવવામાં આવ્યાં છે. ટોયોટા ગ્લાન્ઝામાં બૂટલિટમાં ક્રોમલિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટોયોટાએ તેમાં LED ટેલલેમ્પ લગાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments